Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલારયાને રહેણાંક-વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉપયોગના હાઇબ્રિડ ઇન્વર્ટર-બેટરી સ્ટોરેજ-સોલ્યુશન રજૂ કર્યા:આગામી નાણાકીય વર્ષમાં 5 GWhની બેટરી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું આયોજન

    7 hours ago

    HowD Innovations Pvt. Ltd.ની ક્લીન એનર્જી બ્રાન્ડ સોલારયાને 22થી 24 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલા રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) એક્સ્પો 2026માં હાઇબ્રિડ ઇન્વર્ટર અને બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી રજૂ કરી હતી. આ સોલ્યુશન્સ રહેણાક, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. તેના દ્વારા ગ્રાહકો સૌર ઊર્જાનું ઉત્પાદન, સંગ્રહ અને વ્યવસ્થાપન કરી શકે છે તેમજ ગ્રીડમાંથી મળતી વીજળી પરની નિર્ભરતા ઘટાડી શકે છે. ઊર્જા આત્મનિર્ભરતાને કેન્દ્રમાં રાખીને સોલારયાને દર્શાવ્યું હતું કે હાઇબ્રિડ ટેક્નોલોજી અને બેટરી સ્ટોરેજની મદદથી દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો ઉપયોગ સૂર્યાસ્ત પછી પણ કરી શકાય છે. ઘર માટે વિશ્વસનીય બેકઅપ પાવરથી લઈને વ્યવસાયો અને ઉદ્યોગો માટે વીજળીની પીક ડિમાન્ડનું સંચાલન તથા કામગીરીમાં સાતત્ય જાળવવા સુધીની વિવિધ જરૂરિયાતો માટે આ સોલ્યુશન્સ ઉપયોગી છે. સોલારયાન ગુજરાતના કડી ખાતે 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના પર પણ આગળ વધી રહ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં અહીં 5 GWhની બેટરી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 1.2 GWh લિથિયમ-આયન બેટરી અને 2 GW ઇન્વર્ટર ઉત્પાદન ક્ષમતા ઊભી કરવામાં આવશે. આ વિસ્તરણ કંપનીની ‘સોલારયાન 2.0’ વ્યૂહરચનાને અનુરૂપ છે, જેનો ઉદ્દેશ્ય સૌર ઇન્વર્ટર બિઝનેસમાંથી આગળ વધીને એક સંકલિત ક્લીન એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર બનવાનો છે. કંપનીના પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ તેનું ઓલ-ઇન-વન (AIO) સોલ્યુશન હતું. આ સિસ્ટમમાં હાઇબ્રિડ ઇન્વર્ટર અને લિથિયમ-આયન બેટરી સ્ટોરેજને એક જ યુનિટમાં સંકલિત કરવામાં આવ્યાં છે. 3થી 10 kWની હાઇબ્રિડ ઇન્વર્ટર શ્રેણી અને 10 kWh બેટરી સ્ટોરેજ સાથેનું આ સોલ્યુશન સૌર ઊર્જાનું ઉત્પાદન, સંગ્રહ અને બેકઅપની સુવિધા એક જ કોમ્પેક્ટ સિસ્ટમમાં ઉપલબ્ધ કરાવે છે. કંપનીની વ્યાપક પ્રોડક્ટ શ્રેણીમાં હાઇબ્રિડ ઇન્વર્ટર, લિથિયમ-આયન બેટરી અને કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રિયલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS)નો સમાવેશ થાય છે. સોલારયાનની 125 kW / 241 kWh BESS સિસ્ટમ પીક શેવિંગ, સૌર ઊર્જાના સંગ્રહ અને બેકઅપ પાવર જેવી જરૂરિયાતો માટે ઉપયોગી છે. તેનાથી વ્યવસાયિક એકમોને તેમની ઊર્જાની જરૂરિયાતો વધુ લવચીક રીતે સંચાલિત કરવામાં મદદ મળે છે. સોલારયાનના ફાઉન્ડર અને CMD મનોજ પટેલે જણાવ્યું હતું કે, “ઊર્જા આત્મનિર્ભરતાને વાસ્તવિકતા બનાવવા માટે હાઇબ્રિડ ટેક્નોલોજી અને બેટરી સ્ટોરેજની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સોલારયાનમાં અમારું ધ્યાન ભારતીય હવામાન પરિસ્થિતિઓ અને ઘર, વ્યવસાય તથા ઉદ્યોગોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ પ્રોડક્ટ્સ વિકસાવવા પર છે. અમારા ઓલ-ઇન-વન સોલ્યુશનથી લઈને હાઇબ્રિડ ઇન્વર્ટર અને કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રિયલ બેટરી સ્ટોરેજ સુધીની અમારી પ્રોડક્ટ શ્રેણી ગ્રાહકોને સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન, સંગ્રહ અને વ્યવસ્થાપન વધુ નિયંત્રણ તથા વિશ્વાસ સાથે કરવામાં મદદ કરે છે.” કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ BESS ઉપરાંત, સોલારયાન તેની બેટરી પ્રોડક્ટ શ્રેણીનો પણ વિસ્તાર કરી રહ્યું છે. તેમાં HV6 અને HV12 હાઇ-વોલ્ટેજ બેટરી તેમજ DM16 સહિતની DM-સિરીઝની વિવિધ રૂપરેખાઓનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સની ક્ષમતા 241.05 kWhથી 7.23 MWh સુધી વિસ્તારી શકાય છે. હાઇબ્રિડ ઇન્વર્ટર સાથે સરળતાથી સંકલિત થઈ શકે તે રીતે ડિઝાઇન કરાયેલી આ સિસ્ટમ્સમાં પ્લગ-એન્ડ-પ્લે ઇન્સ્ટોલેશન, ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ અને સુરક્ષા સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કંપની ગ્રિડ-ટાઇડ અને હાઇબ્રિડ ઇન્વર્ટર, AIO સ્ટોરેજ સિસ્ટમ્સ, માઇક્રો ઇન્વર્ટર અને ઇલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સોલ્યુશન્સ પણ પ્રદાન કરે છે. આ તમામ પ્રોડક્ટ્સ રહેણાક, વ્યવસાયિક, ઔદ્યોગિક અને યુટિલિટી-સ્કેલ એપ્લિકેશન્સ માટે એક સંકલિત ઊર્જા ઇકોસિસ્ટમ બનાવે છે. સોલારયાનના જોઈન્ટ એમડી અને કો ફાઉન્ડર શાલિન બોટાદરાએ જણાવ્યું હતું કે, “ભારતની ઊર્જા આત્મનિર્ભરતા માટે દેશની અંદર મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવી જરૂરી છે. અમારી નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વિસ્તરણ દ્વારા અમે ભારતની ક્લીન એનર્જી વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા, સ્થાનિક ક્ષમતાઓ વિકસાવવા અને રહેણાક, વ્યવસાયિક તથા ઔદ્યોગિક ક્ષેત્રોમાં હાઇબ્રિડ ઇન્વર્ટર અને બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સની વધતી માગને પહોંચી વળવા માગીએ છીએ.” સોલારયાનનું પાર્ટનર નેટવર્ક ભારતમાં 13 રાજ્યોમાં ફેલાયેલું છે, જે વિવિધ બજારોમાં પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા અને ગ્રાહકો સાથેના જોડાણને મજબૂત બનાવે છે. કંપની ચેનલ પાર્ટનર્સ અને ટેક્નિકલ ટીમો માટે દર અઠવાડિયે તાલીમ સત્રો પણ યોજે છે, જેથી યોગ્ય સોલ્યુશનની પસંદગી, ઇન્સ્ટોલેશન અને વેચાણ પછીની સેવાઓને વધુ અસરકારક બનાવી શકાય. સોલારયાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, “ઊર્જા આત્મનિર્ભરતાને દરેક સુધી પહોંચાડવા માટે પ્રોડક્ટ્સની પૂરતી ઉપલબ્ધતા અને વિશ્વસનીય સ્થાનિક સપોર્ટ જરૂરી છે. ભારતમાં 13 રાજ્યોમાં ફેલાયેલા અમારા પાર્ટનર નેટવર્ક દ્વારા અમે સોલારયાનની હાઇબ્રિડ ઇન્વર્ટર અને બેટરી સ્ટોરેજની વ્યાપક શ્રેણીને ઘર, વ્યવસાય અને ઉદ્યોગોની વધુ નજીક લઈ જઈ રહ્યા છીએ. પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા મજબૂત બનાવીને, પાર્ટનર્સને નિયમિત તાલીમ આપીને અને ઝડપી સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે ગ્રાહકોને સંકલિત ક્લીન એનર્જી સોલ્યુશન્સ અપનાવવા માટે વિશ્વાસ આપવા માગીએ છીએ.”
    Click here to Read More
    Previous Article
    PM Kisan 24th Kist Update: Gujarat से PM Modi जारी करेंगे किसान योजना की 24वीं किस्त | Kisan Yojana
    Next Article
    પ્રભાસની 'ફૌજી' પર સુભાષચંદ્ર બોઝના પૌત્ર ભડક્યા:કહ્યું- 'હિટલર અને નેતાજીની મુલાકાતને ખોટી રીતે દર્શાવી, તથ્યો સાથે ચેડાં કરનાર માફી માગે'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment