Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાની તોફાની ઇનિંગથી અમદાવાદ બાનમાં, સરખેજ-નવરંગપુરામાં સવા ચાર ઈંચ વરસાદ:સરખેજ-નવરંગપુરામાં બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ, 5 અંડરપાસ અને BRTSના રૂટ બંધ, AMTS ડાઇવર્ટ

    11 hours ago

    અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ અને નવરંગપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર, પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સીટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સ્કૂલોને જરૂર લાગે તો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા શહેરની તમામ સ્કૂલોને સૂચના અપાઈ છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવાની રહેશે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવું પડશે. મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ- 108 વર્ષ જૂના ઓલિમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ:કિચનમાં યુરિનલ, ફ્રિજમાં મીટનું લોહી અને કોકરોચ પણ મળ્યા, IAS તુકારામ મુંઢેના નેતૃત્વમાં FDAની મોટી કાર્યવાહી
    Next Article
    સેવક ભરુડીયા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી:ગામના સરપંચ અને આગેવાનોની હાજરીમાં ગણપતિ દાદાની મહાઆરતી કરી દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment