Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધું:સરખેજ-નવરંગપુરામાં બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ, 5 અંડરપાસ અને BRTSના રૂટ બંધ, AMTS ડાઇવર્ટ

    1 day ago

    અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા મહેસાણા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સવારથી વરસાદી માહોલ અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પરિમલ, અખબારનગર, શાહીબાગ અને મકરબા એમ ચાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. સવારથી લોકોને નોકરી અને ધંધાના કામે જવાનું હોવાના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ સુસવાટા મારતા પવનો સાથે વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં વાદળોના ગળગળાટ વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. સરખેજ વિસ્તારમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ વિસ્તારમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. બાકરોલ, સરખેજ- જુહાપુરા રોડ, કાલુપુર, પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દૂધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સીટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રીંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે થઈને નાગરિકોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે. શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ગટર અને વરસાદી પાણીની લાઈન ના સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે. વિવેકબુદ્ધિથી જરૂર લાગ્યે શાળામાં રજા જાહેર કરવા DEO સૂચના અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓને સૂચના આપવામાં આવી છે. પોતાની વિવેકબુદ્ધિથી જરૂર લાગ્યે શાળામાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા શહેરની તમામ શાળાઓને સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવા પણ સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવા શાળા સંચાલકોને સૂચના અપાઈ છે. અડધા ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ રાજ્યમાં સિઝનનો 85 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હજી પણ 9 ટકા વરસાદની ઘટ છે. જિલ્લાની વાત કરીએ તો 17 જિલ્લા એવા છે કે જ્યાં 12 ટકાથી લઈ 78 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. ભાદરવાના પ્રારંભે વરસેલા વરસાદના કારણે ખેતીને તો હાલ પૂરતો ટેકો થઈ ગયો છે. પરંતુ, જો આગામી દિવસોમાં વધુ વરસાદ ન વરસે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈ ચિંતા વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તરાખંડમાં હિમવર્ષા, કેદારનાથમાં તાપમાન માઈનસ 2°C:મધ્ય પ્રદેશના ભોપાલ-સિહોરમાં વરસાદ; ઉત્તર પ્રદેશમાં આંધી, બિહારમાં પૂરથી 50 લાખ લોકો અસરગ્રસ્ત
    Next Article
    ગારિયાધારના બજારમાં એક્ટિવામાં સાપ દેખાતા અફરાતફરી:લોકોમાં ગભરાટ ફેલાયો, બાદમાં એક વ્યક્તિએ સાપને પકડી સુરક્ષિત છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment