Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 નવી AC બસ શરૂ થશે:લાંબા સમય બાદ રાજકોટથી સીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રીમિયમ બસ શરૂ કરવામાં આવશે, આવતીકાલે ધારાસભ્યના હસ્તે ઉદઘાટન

    5 days ago

    રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના મુસાફરોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના રાજકોટ ડિવિઝન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ રૂટ્સ પર 5 નવીનતમ AC સીટર લક્ઝરી બસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રીમિયમ બસ સેવાનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 29 ઓગસ્ટ, 2026ને શનિવારે બપોરે 4 કલાકે ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ એસ.ટી. બસ પોર્ટ ખાતે યોજાશે, જેમાં રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવવામાં આવશે. રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાહોદ રૂટનું સમયપત્રક તેમજ ભાડું નવી શરૂ થનારી સુવિધાઓમાં રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રીમિયમ AC બસ નડિયાદ, આણંદ, વડોદરા અને ડભોઈ થઈને દરરોજ રાત્રે 21:30 કલાકે ઉપડશે અને સવારે 6:00 કલાકે ગંતવ્ય સ્થાને પહોંચશે, જેનું મુસાફરી ભાડું ₹747 નિયત કરાયું છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વાપસીમાં આ બસ બપોરે 16:00 કલાકે રવાના થઈને મોડી રાત્રે 00:45 કલાકે રાજકોટ પરત ફરશે. આ ઉપરાંત રાજકોટથી દાહોદ વચ્ચે રાત્રે 20:00 કલાકે ઉપડતી AC બસ શરૂ થશે જેનું ભાડું ₹784 રહેશે. સાથે જ રાજકોટ, મોરબી અને જામનગર વચ્ચે પણ નવીન AC બસો દોડાવવામાં આવશે. હાલ રાજકોટ ડિવિઝન સફળતાપૂર્વક 17 વોલ્વો, 20 AC સીટર અને 23 ઈલેક્ટ્રિક પ્રીમિયમ બસોનું સંચાલન કરી રહ્યું છે. ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠલવાયા રાજકોટ શહેરમાં ચાલુ સિઝનમાં અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી જળ કટોકટી વચ્ચે મહાનગરપાલિકાની સતત રજૂઆતો બાદ સિંચાઈ વિભાગ દ્વારા 1 સપ્તાહના વિરામ પછી ન્યારી-1 ડેમમાં ફરીથી નર્મદાના નીર ઠલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. વરસાદ ખેંચાતાં આજી-1 અને ન્યારી-1 માં નવી આવક ન થતાં મનપાએ જૂન 2027 સુધી પીવાના પાણીનો પુરવઠો જાળવી રાખવા રાજ્ય સરકાર પાસે 4000 MCFT નર્મદા જળની માંગણી કરી હતી. ટેકનિકલ કારણોસર અગાઉ બંધ કરાયેલો પુરવઠો ન્યારી-1 માં પુનઃ શરૂ થતાં આંશિક રાહત થઈ છે, પરંતુ આજી-1 ડેમમાં હજુ પણ નર્મદા નીર છોડવાની પ્રક્રિયા શરૂ ન થતાં શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર ટ્રાફિક પ્રતિબંધો અને 14 પાર્કિંગ પ્લોટ્સ રાજકોટમાં આગામી 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થનારા લોકમેળામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ મેળાવડા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર તમામ પ્રકારના ભારે તેમજ પેસેન્જર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને લારી-ગલ્લા કે પાથરણા રાખવા પર મનાઈ ફરમાવાઈ છે. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડક્વાર્ટર, જૂની NCC ચોકથી આમ્રપાલી અંડરબ્રિજ અને ફૂલછાબ ચોક આસપાસના વિસ્તારો નો-પાર્કિંગ અને વાહન પ્રતિબંધિત ઝોન રહેશે. મુલાકાતીઓની સરળતા માટે ચૌધરી હાઇસ્કૂલ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રિલાયન્સ ગ્રાઉન્ડ અને મેમણ બોર્ડિંગ સહિત 14 નિયત સ્થળોએ વિશેષ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. જન્માષ્ટમી બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના થવાની શક્યતા રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ શાસકોની નવી બોડી રચાયાને 3 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓની વરણી લંબાઈ છે, જે પ્રક્રિયા હવે જન્માષ્ટમી બાદ વેગ પકડે તેવી શક્યતા છે. કુલ 15 સભ્યોની આ સમિતિમાં 3 સરકાર નિયુક્ત અને 12 ચૂંટાયેલા સભ્યો હોય છે, જેમાં સંખ્યાબળના આધારે ભાજપના 11 અને વિપક્ષ કોંગ્રેસના 1 સભ્યનો સમાવેશ થશે. શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપના 150 થી વધુ આગેવાનો-કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે ચેરમેન પદની મુદત 5 વર્ષથી ઘટાડીને અન્ય સમિતિઓની જેમ 2.5 વર્ષ કરવા અંગે પણ પક્ષમાં વિચારણા ચાલી રહી છે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 40 વર્ષ જૂની પરંપરા મુજબ સમૂહ જનોઈ બદલાઈ રાજકોટના નંદવાણા બોર્ડિંગ ખાતે રક્ષાબંધન અને બળેવના પાવન અવસરે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા સામૂહિક જનોઈ બદલવાના ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. છેલ્લા 40 વર્ષથી ચાલી આવતી ગૌરવપૂર્ણ પરંપરા અનુસાર આ વર્ષે પણ 300 થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત ધારણ કરવાની પવિત્ર વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દર્શિત જાનીએ સર્વેને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવાની સાથે સમાજ દ્વારા હાથ ધરાતી શૈક્ષણિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાનું કથળેલું વોટર મેનેજમેન્ટ:આજી-ભાદર યોજનામાં જોડાણના નામે શટડાઉન, હજારો નાગરિકો તરસ્યા રહેશે
    Next Article
    ક્રિતીએ બહેનને રાખડી બાંધી, "રાખી ફેશન કમિટી" પર કટાક્ષ:કંગનાએ બાંધણી પહેરીને રક્ષાબંધન ઉજવી, સલમાને રાખડી ફ્લોન્ટ કરી; બોલિવૂડ સેલેબ્સના PHOTOS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment