Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દીકરીને મારી નાખીશ પણ તને તો નહીં જ આપું':માસૂમને 5મા માળેથી ફેંકનારે પતિને ધમકી આપી'તી, રાજકોટમાં પુત્રીને મોત આપનાર માતાએ કહ્યું-મારો મગજ ભમતો હતો

    10 hours ago

    રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં 12 ઓક્ટોબરે સવા બે વર્ષની બાળકીને પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ તેની જનેતા જ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે દીકરીના પિતા અને આરોપી મહિલાના પતિએ ફરિયાદમાં જણાવ્યું કે, હું પુત્રી માંગતો તો કહેતી 'મારી નાંખીશ પણ તને નહીં આપું'. એ સાથે જ મહિલા આરોપી પોલીસને કહી રહી છે કે, મારો મગજ ભમતો હતો, મને ખબર ન હતી હું શું કરી રહી છું. કામ છુટી જતા પત્ની સાથે ઝઘડા થતા દીકરીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન બે વર્ષ પહેલા મનીષા ( નામ બદલ્યું છે ) સાથે થયા હતાં. એ પછી એક દીકરીનો જન્મ થયો હતો. અમારૂ લગ્નજીવન બરાબર ચાલતુ હતું. દરમિયાન વર્ષ 2024માં મારા પિતાજીનું અવસાન થયા બાદ મારો કુરિયરનો કામધંધો છુટી ગયો હતો. પછી મારે પત્ની સાથે નાની મોટી વાતે ઝઘડા થતાં હતાં. ઝઘડા વધી જતાં મનીષાએ આજથી દોઢ વર્ષ પહેલા તેના માવતરે રિસામણે જતી રહી હતી. અમે કુટુંબીજનો, સમાજના આગેવાનો મારફત પરત મારા ઘરે લઇ આવવા પ્રયાસ કર્યા હતાં. પણ તે આવવા તૈયાર ન હતી. 'મે દીકરી આપવા કહ્યું પરંતુ ના પાડી' મનીષા મારા ઘરે આવતી ન હોઈ મેં મારી દીકરીને મને સોંપી દેવા કહ્યું હતું. પરંતુ મને દીકરી સોંપવા તૈયાર ન હતી. મેં ઘણા પ્રયાસ કર્યા પણ તે ના પાડી દેતી હતી. હું જ્યારે પણ દીકરી સોંપી દેવાનું કહેતો ત્યારે કહેતી કે તારી દીકરી મારે પણ જોઈતી નથી અને તને આપવી નથી, હું એને મારી નાંખીશ પણ તને તો નહીં જ સોંપું. આથી તેને કહ્યું કે તારે દીકરી ન જોઈ તો હોય તો મને આપી દે, તું અજુગતું પગલુ ભરતી નહીં. મેં આ વાત મારા પરિવારજનોને પણ કહી હતી. 'દીકરીના મોતના સમાચાર સમયે જ મને શંકા હતી' વધુમાં દીકરીના પિતાએ કહ્યું કે, અમે ફરી વખત સમાધાનના પ્રયાસ કર્યા હતાં. પરંતુ તે સફળ રહ્યા ન હતાં. આ દરમિયાન 12 ઓક્ટોબરે રાતે મારા મોટા ભાઇ દ્વારા મને જાણ થઇ હતી કે મારી દીકરી પાંચમા માળેથી પડી જતાં મૃત્યુ થયું છે. ત્યારે જ શંકા ઉપજી હતી કે મારી દીકરી સરખી ચાલી પણ શકતી ન હતી, તો તે કઇ રીતે ઉપરથી પડી જાય? અગાઉ મારી પત્નીએ દીકરીને મારી નાખવાની ધમકી દીધી હોય મને તેના પર શંકા ઉપજી હતી. અંતે પોલીસ તપાસ બાદ મને ખબર પડી હતી કે મારી દીકરીને મારી પત્નીએ ફેંકીને હત્યા કરી નાખી હતી. 'નવા ઘરમાં ન લઈ જવી પડે તે માટે હત્યા કરી' પોલીસે માતા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ ઘટનાસ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે દીકરીની હત્યા કર્યા બાદ ઢોંગ કરનાર જનેતા હવે જેલની હવા ખાશે. રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, બે વર્ષની માસૂમ બાળકી પાંચમા માળેથી નીચે પડી જવાથી મોત થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ બાળકીની માતા મનીષા ( નામ બદલ્યું છે) પોતે જ આરોપી છે અને તેમણે જ પોતાની બે વર્ષની દીકરીને ફેંકીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની નવી જિંદગી શરૂ કરવા અને બાળકીને નવા ઘરમાં ન લઈ જવી પડે તે માટે જ તેમણે આ નિર્દય હત્યા કરી છે.
    Click here to Read More
    Previous Article
    SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:રાજ્યભરમાંથી કાર્યકર્તાઓ આવી બેનરો-પોસ્ટરો સાથે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનનો ઘેરાવ કરશે
    Next Article
    Q2 Results Highlights: LTIMindtree Profit Falls 5%, Urban Company Net Loss Triples

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment