Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગણિત:ડાંગ જિલ્લામાં તાલુકા તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં 5 વાગ્યા સુધી 77.17 ટકા મતદાન

    8 hours ago

    ડાંગ જિલ્લા પંચાયતની 18 બેઠકો માટે 52 અને ત્રણ તાલુકા પંચાયતોની કુલ 47 બેઠકો માટે કુલ 116 ઉમેદવારોની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લામાં નોંધાયેલા કુલ 97,939 પુરૂષ અને 95,647 સ્ત્રી મતદારો મળી કુલ 1,93,588 નોંધાયેલ મતદારો પૈકી 72,947 પુરૂષ અને 72,395 સ્ત્રી મતદારો મળી કુલ 1,45,342 મતદારોએ સાંજના 5 વાગ્યાં સુધીમાં ડાંગ જિલ્લા પંચાયતમાં 77.17 ટકા મતદાન થયું હતું. જે પૈકી સૌથી વધુ મતદાન 3-બરડા બેઠક ઉપર 80.02 ટકા અને સૌથી ઓછું મતદાન આહવા-1 બેઠક ઉપર 53.49 ટકા નોંધાયું છે. આહવા તાલુકા પંચાયતમાં 15 બેઠકો માટે નોંધાયેલા 40,865 પુરૂષ અને 39,979 સ્ત્રી મતદાર મળી કુલ 80,844 મતદારો પૈકી સાંજના પાંચ વાગ્યા સુધીમાં 24,916 પુરુષ અને 25,376 સ્ત્રી મળી કુલ 50,292 મતદારોએ મતદાન કરતા અહીં સરેરાશ 74.35 ટકા મતદાન નોંધાયુ હતું. જે પૈકી સૌથી વધુ મતદાન વાસુર્ણાં બેઠક ઉપર 81.13 ટકાજ્યારે વઘઇ તાલુકા પંચાયતમાં 16 બેઠકો પર નોંધાયેલા 28,462 પુરૂષ મતદાર અને 28,591 સ્ત્રી મતદારો મળી કુલ 57,053 મતદારો પૈકી 23,139 પુરુષ અને 23,629 સ્ત્રી મળી કુલ 46,765 મતદારોએ મતદાન કરતા સરેરાશ 81.97 ટકા મતદાન નોંધાયું હતું, જે પૈકી સૌથી વધુ મતદાન મોટામાળુંગા બેઠક ઉપર 88.78 ટકા અને સૌથી ઓછું મતદાન વઘઇ બેઠક ઉપર 70.14 ટકા નોંધાયું છે. જ્યારે સુબીર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે નોંધાયેલા 28,612 પુરૂષ અને 27,079 સ્ત્રી મળી કુલ 55,691 મતદારો પૈકી મતદાન 21,816 પુરુષ અને 20,556 સ્ત્રી મળી કુલ 42,372 મતદારોએ મતદાન કરતા અહીં સરેરાશ 76.08 ટકા મતદાન નોંધાયુ હતું. જે પૈકી સૌથી વધુ મતદાન ખાંભલા બેઠક ઉપર 83.81 ટકા અને સૌથી ઓછું મતદાન કિરલી બેઠક ઉપર 72.45 ટકા નોંધાયું છે. ડાંગમાં 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે.
    Click here to Read More
    Previous Article
    Heat wave stress is much more silent and severe: Why 62-year-old collapsed after morning walk
    Next Article
    ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામસામે:નવસારીમાં વોર્ડ-13માં ‘લાફા કાંડ’થી રાજકારણ ગરમાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment