Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીને ધ્રુવ રાઠીની ચેલેન્જ:દિલ્હીમાં કંઇક મોટું થવાની શક્યતા, ચૂંટણીપંચમાં ગરબડ અંગે 5 મુદ્દા પર ઘમસાણ, જાણો વિવાદની ઇનડેપ્થ સ્ટોરી

    14 hours ago

    તમને કોઈ બીમારી હોય તો તમે શું કરો? ડોક્ટર પાસે જાવ. ડોક્ટર તમારી વાત સાંભળે, શરીરની પરિસ્થિતિ સમજે. પણ ઘણી વાર તમને એમને એમ દવા નથી આપી દેતા. અસલી પ્રોબ્લમ શું છે, ક્યાં છે અને કેટલી ગંભીર છે? એ સમજવા માટે રિપોર્ટ કઢાવવાનું કહે છે. જેવા તમે રિપોર્ટ કઢાવીને ડોક્ટર પાસે જાવ છો તો તે એક કન્ક્લુઝન પર આવે છે કે રોગ શું છે કે તકલીફ શું છે. આજે ભારતમાં વિપક્ષ અને યુવાનો ચૂંટણી પંચ મામલે રસ્તા પર છે. તો આપણે રોગ જાણવા માટે પાંચ રિપોર્ટ કાઢીશું. અહીં ડોક્ટર આપણે નહીં પણ બંધારણ બનશે. સરકાર સારી છે ખરાબ છે? તેના નિર્ણયો સાચા છે કે ખોટા છે? એ નક્કી કરવાનું કામ આપણું નથી. માત્ર બંધારણને સર્વોપરી રાખીને સમજવાનો પ્રયાસ કરીશું કે ઈલેક્શન કમિશનની સિસ્ટમ તેના હદમાં ચાલી રહી છે કે નહીં? તો ચાલો આજે નિષ્કર્ષ પર આવ્યા વગર પાંચ રિપોર્ટ સમજીએ જેનાથી સમજાય કે રોગ શું છે? નમસ્કાર... આપણો સવાલ મોદી સામે કે રાહુલના સમર્થનમાં નથી. સવાલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ્ટ કે મુખ્ય ચૂંટણી કમિશનર નથી, કોઈ કેબિનેટ મંત્રી સામે પણ નથી. આપણો સવાલ આજે એ છે કે જે સરકારને ચૂંટણી લડવાની છે શું એ જ સરકાર ચૂંટણીના અંપાયરને સિલેક્ટ કરતી હોવી જોઈએ? જો અમ્પાયર જ ખેલાડીએ નક્કી કર્યો હોય તો મેચ ફેર રમાશે તેની ગેરંટી કોણ આપશે? ચૂંટણી પંચ કાનૂની કઠેડામાં આપણા દેશની લોકશાહી અત્યારે એક એવા વળાંક પર ઉભી છે જ્યાં રમત રમયા પછી નહીં પણ રમત શરૂ થતા પહેલા જ તેના નિયમો બદલાઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના જ કારણે ગંભીર બંધારણીય વિવાદ કે બખેડો ઊભો થયો છે. જેનું કામ દેશમાં મુખ્ત અને નિષ્પક્ષ ચૂંટણી થાય તે છે. આટલું જ નહીં દરેક નેતા, સરકાર અને વિપક્ષને કાયદાની મર્યાદામાં રાખવાનું છે એ જ ચૂંટણી પંચ આજે કાનૂની કઠેડામાં ઊભી છે. CECની પસંદગીનો કાયદો કેમ બદલ્યો? આજે દેશના વિવાદના કેન્દ્રમાં છે હાલના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને તેમની નિમણૂક કરવા માટે બનાવાયેલો 2023નો નવો કાયદો. જે કાયદો ખુદ દેશની જનતાએ ચૂંટેલી સરકારે સંસદમાં બનાવ્યો છે. તો સવાલ થાય કે લોકોના ચૂંટેલા નેતાઓ કાયદો બનાવે તો એમાં શું ખોટું હોય શકે? CEC પસંદગીમાં ન્યૂટ્રલ અંપાયર CJI તો આના જવાબમાં જ શરૂ થાય છે આખી ગેમ. સંસદે કાયદો પસાર કર્યો એટલે તે ઓટોમેટિક બંધારણીય નથી બની જતો. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં અનુપ બરનવાલ કેસ નામનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો અને ક્લિયર કર્યું હતું કે ચૂંટણી પંચ સત્તાધારી સરકારના પ્રભાવથી પૂરી રીતે ફ્રી હોવું જોઈએ. CJIના એક્ઝેક્ટ શબ્દો હતાં ન્યૂટ્રલ અંપાયર. કોર્ટે એ વચગાળાની સિલેક્શન કમિટી પણ બનાવી હતી, જેમાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. ત્યારે મોટિવ હતો કે CECની નિમણૂકમાં ન્યૂટ્રલ અંપાયર તરીકે ન્યાયતંત્રની હાજરી રહેવી જોઈએ, જેથી કરીને કોઈ એક પક્ષનું પલ્લું ભારે ન થઈ જાય. પણ આજના સમયમાં આ બધુ મોદી સરકારે બંધારણની મર્યાદામાં રહીને બદલી નાખ્યું છે. મોદી સરકારે ડિસેમ્બર 2023માં નવો કાયદો લાવ્યો જેમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિને જ મુખ્ય ચૂંટણી કમિશનરની સિલેક્શન પ્રોસેસમાંથી હટાવી દીધા. તો તેમની જગ્યા કોણે લીધી? PM મોદીએ નક્કી કરેલા એક કેબિનેટ મંત્રીએ. અંપાયર જ ખેલાડીનો હશે તો કેમ ચાલે? જેના લીધે શું થયું? ત્રણ મેમ્બરની કમિટીમાં સરકાર પાસે ઓન પેપર બે વોટ એમને એમ આવી ગયા. કારણ કે વડાપ્રધાન અને તેમના મંત્રી જે વિચારશે તે જ થવાનું છે કારણ કે તેમની પાસે મેજોરીટી હશે, વિરોધ પક્ષના નેતા માઈનોરિટી થઈ જશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી હતા અને આ કાયદાના કારણે તે એકલા પડી ગયા. હવે જ્યારે જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા ત્યારે રાહુલ ગાંધીએ પક્ષ લખીને વાંધો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીનો મૂળ વાંધો આ સિસ્ટમની ન્યૂટ્રાલિટી એટલે કે તટસ્થતા સામે હતો, જ્ઞાનેશ કુમાર સામે નહીં. જો સરકારના જ બે વોટ નક્કી કરશે કે કોણ મુખ્ય ચૂંટણી કમિશનર બનશે તો વિપક્ષ નેતાની જરૂર જ શું છે? આ જ સવાલનો જવાબ આજે જંતર-મંતર પર વિરોધ કરનાર યુવાનો અને સડકો પર ઘસડાતા વિપક્ષના સાંસદો પૂછી રહ્યા છે. આનો સૌથી મોટો પૂરાવો બીજે ક્યાંય નહીં પણ ખુદ ચૂંટણી પંચની પોતાની ફાઈલોમાં જ છૂપાયેલો છે. ફોર્મ નંબર 6 બદલવાની સત્તા કોની પાસે? અહીં વાત થઈ રહી છે આજના બીજા સૌથી મોટા કાયદાકીય વિવાદ ફોર્મ નંબર છની. નવું ઈલેક્શન કાર્ડ કઢાવવા માટેનું આ ફોર્મ કોઈ જેવું તેવું ડોક્યુમેન્ટ નથી. દેશનો ચૂંટણી કાયદો કહે છે કે આ ફોર્મ સ્ટેચ્યુટરી છે. જો તેમાં એક અલ્પવિરામ પણ બદલવો હોય તો, કાયદા મંત્રાલયનું નોટિફિકેશન કાઢવું પડે અને તેને સંસદ સામે ચકાસણી માટે મૂકવું પડે. ટૂંકમાં એમને એમ છેડછાડ ન કરી શકાય. પણ અહીં કાયદા મંત્રાલય કે સંસદને પૂછ્યાઘાંચ્યા વગર જ, લાખો યુવાન અને બીજા વોર્ટ્સ માટે ફોર્મ છ સાથે એનેક્ષર ડી નામની નવી શરત ઓનલાઈન ફરજિયાત કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચનો મોરેમોરો જો કે આ મામલે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે ફોર્મ નંબર 6 બદલાયું નથી, SIR રિલેટેડ જરૂરિયાત, સૂચનાઓ અને વધારાના એનેક્ષર ડીથી દાખલ થઈ છે. જેને 27 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે બિહાર SIR માટે કાયદેસર ગણાવ્યું હતું. ECIએ SIR પ્રોસેસ પૂરી થયેલા રાજ્યોમાં વધારાનું ડિક્લેરેશન હટાવ્યું છે અને રાહુલ ગાંધીના આરોપોને ભ્રામક ગણાવ્યા હતા. કેમ કોઈને ગાંઠતા નથી જ્ઞાનેશ કુમાર? આ વાત બહારથી કોઈએ નથી પકડી, ચૂંટણી પંચની અંદર જ આની સામે સૌથી મોટો બળવો થઈ ગયો છે. જેનો ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ ઈન્ડિયન એક્સપ્રેસે દેશ સામે ખુલ્લો પાડી દીધો હતો. ઈન્ડિયન એક્સપ્રેસ અને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ મુજબ ચૂંટણી પંચના બે સિનિયર ચૂંટણી કમિશનર જેમના નામ છે વિવેક જોશી અને સુખબીર સિંહ સંધુ તેમણે 16 મેથી 13 ઓગસ્ટ વચ્ચે સતત લેખિત વાંધા ઉઠાવ્યા હતા. કમિશનર બંધુએ તો ફાઈલમાં ચોખ્ખું લખી દીધું કે ફોર્મ નંબર 6માં પોર્ટલ પર થયેલા આ ફેરફાર ગેરકાયદેસર અને અનઓથોરાઈઝ્ડ છે. તમારે આવા બદલાવો કરવા હોય તો કરો અમને વાંધો નથી પણ બંધારણ અને સંસદને જોડીને નીતિ નિયમોની હદમાં કરો. છતાં બંધારણીય હોદ્દા પર બેઠેલા આ કમિશનરોની વાત મહિનાઓ સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સાંભળી જ નહીં. EROની પાવર મામલે વિવાદ ત્રીજો રિપોર્ટ ટેક્નોલોજીના નામે થયેલી બંધારણ રમતનો છે. કાયદા મુજબ, તમારા ગામ કે શહેરની મતદાર યાદીમાં તમારું નામ રાખવું કે કાઢવું તેનું ડિસિઝન ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર એટલે કે ERO પાસે હોય છે. કોઈ સોફ્ટવેર પાસે નહીં. પણ ઈલેક્શન કમિશનના નવા ECINet સોફ્ટવેરમાં બધો એક્સેસ દિલ્લીમાં બેઠેલા ચૂંટણી પંચના આઈટી વિભાગના ડિરેક્ટર સીમા ખન્ના પાસે જતો રહ્યો છે. દિલ્લીથી ચૂંટણી સોફ્ટવેર થઈ રહ્યું છે કન્ટ્રોલ? મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે આ નિર્ણયની સીધી અસર ગોવામાં જોવા મળી. આક્ષેપ છે કે ગોવામાં કાયદેસરના અધિકારીએ 97 વોટર્સને બિલકુલ સાચા ઠેરવ્યા અને તેમનું નામ યાદીમાં રાખવાનો નિર્ણય લીધો. ગોવા CEOની ઓફિસે રોલબેકની સુવિધા માટે આઠવાર રિક્વેસ્ટ કરી, છતાં તે 97 લોકો અંતિમ યાદીમાં ન આવ્યા. કારણ કે રિપોર્ટ્સ મુજબ સોફ્ટવેરમાં કોઈ રોલબેક સિસ્ટમ જ નહોતી. એટલે કે અધિકારીએ કાયદા મુજબ હા પાડી પણ કોમ્પ્યુટરે ના પાડી દીધી. ફરી એકવાર ચૂંટણી કમિશનર સંધુ અને જોશીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે કાયદાએ સત્તા EROને આપી છે, તો દિલ્લીમાં બેઠેલા આઈટી ડિરેક્ટર જનરલ પાસે આખા દેશના ડેટાબેઝનો કન્ટ્રોલ કેમ છે? બંધારણના મૂળ માળખામાં ચોખ્ખું કહેવાયું છે કે દેશ કાયદાથી ચાલશે, તો દેશ કોમ્પ્યુટરથી કેમ ચાલી રહ્યો છે? શું વહીવટી સરળતાના નામે તમે કાયદાકીય અધિકારીની સત્તા છીનવી શકો ખરાં? SCએ ચૂંટણી પંચની હવા કાઢી નાખી સીધી વાત છે આ બહુ ગંભીર અને મોટા લેવલનો મામલો હતો. એટલે પહોંચ્યો સીધો સુપ્રીમ કોર્ટમાં. 5 ઓક્ટોબર 2026ના દેશના ચીફ જસ્ટિસે એક જ લાઈનમાં ચૂંટણી પંચના દાવાઓની હવા કાઢી નાખી. ચૂંટણી પંચે આ પહેલા પ્રેસ નોટ કાઢીને દાવો કર્યો હતો કે કોર્ટે ફોર્મ 6ના ફેરફારને મંજૂરી આપી દીધી છે. ફોર્મ સિક્સ એટલે મતદાર યાદીમાં નવું નામ ઉમેરવાનું ફોર્મ. પણ ભરી કોર્ટમાં ચીફ જસ્ટિસે કંઈક આ રીતે કહ્યું કે, "Modified Form 6 has not been approved by us, let us be very clear." આને ગુજરાતીમાં કહીએ તો એવું સમજી શકાય કે.... "અમે ફોર્મ 6ના મોડિફાઈડ વર્ઝનને મંજૂરી આપી જ નથી. ફાઈલ લાવો, અમારે જોવું છે કે આ ફેરફાર કરનાર કોણ છે?" સુપ્રીમ કોર્ટ સામે ચૂંટણી પંચે શું દલીલ રાખી? આ નિવેદન પછી કોર્ટે CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઈનકાર કર્યો અને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટના લાફા પછી પણ ચૂંટણી પંચે પોતાની પ્રેસનોટ ખેંચી નહોતી. સામેની બાજુ ચૂંટણી પંચના અધિકારીઓ કહે છે કે ફોર્મ બદલાયું નથી, માત્ર ડિક્લેરેશન જોડાયું છે, જેને બિહાર SIR ચુકાદામાં કોર્ટની મંજૂરી મળી હતી. મોદી સરકારે જ્ઞાનેશને બનાવ્યા સુપરમેન આ બધુ કહી જાય છે કે લગભગ ચૂંટણી પંચની અંદર બધુ લગભગ કાયદા મુજબ તો નથી ચાલી રહ્યું. તો સવાલ થાય કે આટલો મોટો અંદરો-અંદરનો વિરોધ અને સુપ્રીમ કોર્ટના ચાબખા છતાં CEC આટલા પાવરફુલ અને ટેન્શન વગરના કેમ છે? તો એનો જવાબ 2023ના કાયદાની કલમ (સેકશન) 16માં છૂપાયેલો છે. આ કલમે ચૂંટણી પંચના અમ્પાયરને સુપરમેન બનાવી દીધા છે. CECને આજીવન પોલીસ ન નાખી શકે જેલમાં અહીંથી જ શરૂ થાય છે આપણો ચોથો રિપોર્ટ. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના બંધારણમાં આર્ટિકલ 14 મુજબ ઈક્વલ પ્રોટેક્શન ઓફ લો અને ઈક્વાલિટી બિફોર લોનો નિયમ છે. એટલે બંધારણની નજરમાં બધા સરખા છે પણ બંધારણે અમુકને અમુક ચોક્કસ પાવર પણ આપી છે. જેમાં દેશમાં રાષ્ટ્રપતિ સિવાય કોઈને રિટાયર થઈ જાય પછી પૂરી રીતે કાયદાકીય રક્ષણ નથી. સુપ્રીમ કોર્ટના જજ પણ જો ખોટું કરે તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. પણ 2023ના મોદી સરકારના નવા કાયદાએ ચૂંટણી કમિશનરોને કુંતી પુત્ર કર્ણ જેવું એવું સુપર કવચ પહેરાવી દીધું છે જે દેશમાં લગભગ બીજા કોઈને નહીં મળ્યું હોય. જો કે અહીં એ પણ નોટ કરવું પડે કે બંધારણ મુજબ CECને હજુ પણ હટાવી શકાય છે. કેવી રીતે? તો કોર્ટના જજને જે રીતે હટાવી શકાય એમ જ બીજા EC ભલામણ કરે તો CECને હટાવી શકાય છે. CECને મોદી સરકારનો ખુલ્લો દોર મોદી સરકારના ફેરબદલ મુજબ CEC કે ચૂંટણી કમિશનર્સને તેમની ફરજ સમયે લીધેલા કોઈ પણ નિર્ણય માટે તેમની સામે કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ થઈ શકતો નથી. જો કે ખાનગી કે ફરજ બહારના ગુના આમાં આવતા નથી. વાત ખાલી હોદ્દા પર હોય ત્યાં સુધીની જ નથી હોં! આ કલમમાં એક શબ્દ લખાયેલો છે is or was એટલે કે જો તે રિટાયર થઈ જાય પણ પણ તેમને આજીવન આ સુપર કવચ મળતું રહેશે. આ પદ પર સારા નિર્ણયો લેવાય તો તો કોઈને કંઈ વાંધો નથી પણ જો ગમે એવો વિવાદાસ્પદ નિર્ણય કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર કે ચૂંટણી કમિશનર લઈ લે તો દેશની કોઈ પણ કોર્ટ કે પોલીસ તેમને જેલના સળિયા ન ગણાવી શકે કે ફરિયાદ પછી દંડ પણ ન ફટકારી શકે. જ્ઞાનેશ કુમાર સરકારના વફાદાર કે બંધારણના? સુપ્રીમ કોર્ટે પણ હમણા સુનવણી ચાલી રહી રતી ત્યારે કહ્યું હતું કે, ન્યાયાધશો પાસે પણ આવું રક્ષણ નથી. તો હવે સમજો અસલી ગેમ શું ચાલી રહી છે. જ્યારે ચીફ ઈલેક્શન કમિશનરની નિમણૂક કરવાની કમિટીમાં સરકારની ટુ જેમ વનની બહુમતિ હોય અને નિમણૂક થનાર વ્યક્તિને આજીવન સુપર પ્રોટેક્શન મળેલું હોય તો પછી તે અધિકારી કોની બાજુ વફાદાર રહેશે? બંધારણ બાજુ કે સત્તામાં બેઠેલી સરકાર બાજુ? આ જ કારણ છે કે ECIના અંદરોઅંદરના ડખા અને સુપ્રીમ કોર્ટના કોરડા છતાં મુખ્ય ચૂંટણી કમિશનરને કોઈ ફેર નથી પડી રહ્યો. યાદ રાખો એકાઉન્ટેબિલિટી વગરની કમ્પ્લિટ ઓટોનોમી આપખુદશાહી એટલે કે ઓટોક્રેસીને જન્મ આપે છે. જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રોનીઃ કોક્રોચ જનતા પાર્ટી જ્યારે કાયદો અને ECI, જ્યુડિશ્યરી અને સંસદ જેવી બંધારણીય સંસ્થાઓ વચ્ચે આ અંતર વધવા લાગે ત્યારે લોકશાહીમાં લોકો રસ્તા પર આવવા લાગે છે. અને એટલા માટે જ અત્યારે વિપક્ષ, યુવાનો અને કોક્રોચ જનતા પાર્ટી જ્ઞાનેશ ઈટ્સ ડન બ્રોની ટેગલાઈન સાથે ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. અને હવે ઈન્ડિયન ડેમોક્રેસીની મેડિકલ લેબમાં આવે છે આપણો પાંચમો રિપોર્ટ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શનમાં ભારતીય મૂળના પણ જર્મનના નાગરિક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીની એન્ટ્રી થઈ છે. પહેલા યુવાનોની સરકાર સામે નારાજગી પેપર ફૂટવા સુધીની જ હતી, જેની સામે સરકારને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડ્યું અને રાજકીય સમાધાન કરવું પડ્યું. પણ હવે મુદ્દો સીધો કોન્સ્ટિટ્યૂશનલ સિસ્ટમ, વોટિંગ લિસ્ટ અને ચૂંટણી પંચનો છે. જ્ઞાનેશ કુમાર સામે હવે ધ્રુવ રાઠીની એન્ટ્રી એવો માહોલ બની રહ્યો છે કે, ધ્રુવ રાઠી અત્યારે માર્કેટમાં ભલે આવ્યા પણ તેની એન્ટ્રી તો સીજેપી બન્યું એ પછી જ થઈ રહી હતી. અમુક તો મુખ્ય ચૂંટણી કમિશન જ્ઞાનેશ કુમારનો સીજેપી વિરોધ કરી રહી છે તેના માસ્ટર માઈન્ડ જ ધ્રુવ રાઠી હોવાની થિયરી બનાવી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે શું ધ્રુવ રાઠીના આ આંદોલનમાં જોડાવાથી, બેંગલોર અને જંતર મંતરમાં વિરોધ પ્રદર્શન કરવાથી મોદી સરકાર કે ચૂંટણી પંચને કોઈ ફેર પડશે ખરો? જવાબ હા પણ હોય શકે છે અને ના પણ હોય શકે છે. આપણે આ મામલે કંઈ કહી નહીં શકીએ કારણ કે આનો જવાબ આપણી પાસે નહીં પણ સમય પાસે છે. જો દેશના 40 ટકા જેટલા યુવા વર્ગને એવું લાગવા માંડે કે ચૂંટણી પંચની પ્રોસેસ જ મેન્યુપ્યુલેટ થઈ રહી છે તો કોઈના પણ જોડાવાથી કે ન જોડાવાથી શું થઈ શકે તે અત્યારે કંઈ કહી શકાય એવું નથી. ચૂંટણી પંચ પરથી ઘટી રહ્યો છે દુનિયાનો વિશ્વાસ? પણ સરવાળે વાત ખાલી એટલી છે કે જો તમને કોઈ મેચમાં અમ્પાયર બનાવવામાં આવે તો તમારું કામ જ નિષ્પક્ષ થઈને કામ કરવાનું હોય છે. અને ખાલી પોતાની જાતને જ નિષ્પક્ષતા નથી બતાવવાની, મેદાનમાં બેઠેલા 140 કરોડ દર્શકોને પણ અમ્પાયર કોઈનો પક્ષ નથી લેતો અને ન્યુટ્રલ છે એવું ફિલ કરાવવું જરૂરી છે. જો ચૂંટણી પંચ પરથી આ વિશ્વાસ તૂટી જશે તો સવાલ ખાલી એક સરકારનો નહીં રહે કારણ કે અટલજીના કહ્યા મુજબ સરકારો તો આવશે અને જશે, લોકતંત્ર તો હંમેશા અજર અમર રહેવાનું છે. ટૂંકમાં અહીં સવાલ સરકારનો નહીં પણ બંધારણ અને લોકશાહીના પાયાનો હશે. અને છેલ્લે... ફેમસ યુટ્યૂબર ધ્રુવ રાઠી અને એક્ટર પ્રકાશ રાજે CJP સાથે મળીને બેંગ્લોરના ફ્રીડમ પાર્કમાં આઁદોલન કર્યું. મુદ્દા હતા SIR અને જ્ઞાનેશ કુમારનું રાજીનામું. ઈન્ટ્રેસ્ટિંગલી ધ્રુવે અહીં એવી વાત કરી જેના પર સૌનું ધ્યાન ગયું. તેમણે PTIને કહ્યું કે તે ભારતમાં સરકારને પાડી દેવા માટે નથી આવ્યા. એ જ સમયે અભિજીત દીપકેનો એક્સ પર વીડિયો આવ્યો. જેમાં ધ્રુવ નારા લગાવી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડ. આનો શું અર્થ કાઢવો? સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    WWE May Be Playing A Bigger Trick With Roman Reigns’ World Heavyweight Title Before MITB 2026
    Next Article
    સુરતી માતાઓ વ્હાલસોયાને છાતીએ બાંધી ગરબે ઘૂમી, VIDEO:પ્રેગ્નન્સીનો 8મો મહિનો હોય કે 2 મહિનાનું બાળક ગરબાનો ક્રેઝ ન અટક્યો, બે તાળીના તાલે ઝૂમી ઊઠી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment