Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '5-7 દિવસમાં કેટલું કમાઈ લેશો', પૂર્વ MLAનો લક્ઝરી ચાલકોને સવાલ:દિવાળી ટાણે ખાનગી બસમાં બમણા ભાડા મામલે ધીરુ ગજેરાએ કહ્યું- એટલું ભાડું ન વસૂલો કે લોકોની કમર તૂટી જાય

    1 day ago

    દિવાળીના તહેવારો નજીક આવતા જ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી લક્ઝરી બસો દ્વારા મુસાફરો પાસેથી બમણા ભાડા વસૂલવામાં આવી રહ્યા છે. આ બેફામ ભાડાવધારા સામે સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ઉગ્ર નારાજગી અને વેદના વ્યક્ત કરી છે. તેમણે લક્ઝરી બસ એસોસિએશન તેમજ સંચાલકોને ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ સમજીને વ્યાજબી ભાડું રાખવા હાથ જોડીને અપીલ કરી છે. ધીરુ ગજેરાનો બસ સંચાલકોને સવાલ ધીરુ ગજેરાએ વીડિયોમાં જણાવ્યું હતું કે, સુરતમાં દેશભરના લાખો લોકો રોજીરોટી મેળવવા માટે વસવાટ કરે છે. સૌરાષ્ટ્રમાં ટ્રેનોની મર્યાદિત સુવિધા હોવાના કારણે રત્નકલાકારો, ટેક્સટાઇલ શ્રમિકો અને મધ્યમ વર્ગના પરિવારો ખાનગી બસો પર નિર્ભર રહે છે. સામાન્ય દિવસોમાં જે ભાડું ₹1000 આસપાસ હોય છે, તે દિવાળી પર્વ પર સીધા બમણા કે ₹2000થી ₹2800 સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે, 'આ 5-7 દિવસમાં તમે કેટલું કમાઈ લેશો? આ લોકો આખું વર્ષ તમને ધંધો આપે છે, તો તહેવાર ટાણે તેમની કમર તોડવી કેટલી યોગ્ય છે?' વતનની વાટ પકડતા શ્રમિકોને રાહત આપવા વિનંતી પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, હાલમાં સામાન્ય વર્ગ પહેલેથી જ મોંઘવારી અને બેકારીનો માર સહન કરી રહ્યો છે. પોતાના વતન દિવાળી ઉજવવા જતા પરિવારો પર આ પ્રકારનો આર્થિક બોજ નાંખવો અયોગ્ય છે. તેમણે લક્ઝરી બસ એસોસિએશનને અપીલ કરતા કહ્યું કે, બસ માલિકો થોડો નફો જરૂર કમાય પણ ભાડું એટલું ન વધારવું જોઈએ કે સામાન્ય માનવીની કમર તૂટી જાય. તહેવારના દિવસોમાં મુસાફરોને રાહત આપવી એ માનવતાનું કામ છે. તહેવારોની અંદર ડબલ કરતાં વધારો ભાડો લાગુ પડે આપણું સુરત શહેર એવું શહેર છે, આખા દેશમાંથી લગભગ 5 લાખ ગામડાઓમાંથી સુરતમાં બધાએ વસવાટ કર્યો છે. અને કારણ કે રોજગારી સુરતમાં છે, ધંધો છે. સૌ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના નજીકના ગામડામાંથી અસંખ્ય લોકો સુરતમાં વસે છે. ત્યારે લક્ઝરી બસો દ્વારા શ્રમજીવી, મધ્યમ વર્ગ સુરતમાં આવે છે, જાય છે. અને ત્યારે આખા વર્ષની અંદર ક્યારેય પણ આપણે લક્ઝરી બસ એસોસિએશનને ક્યારેય વિનંતી નથી કરી. પરંતુ આજે મારે દિવાળીના પર્વમાં લક્ઝરી બસ એસોસિએશનને તેમજ લક્ઝરી બસવાળા ભાઈઓ-બહેનોને મારી વિનંતી કરવી છે, ભાઈઓને ખાસ કરીને કે ડબલ કરતાં વધારે ભાડાંનું... આજે મને ઘણાં મિત્રો મને મળ્યા. મને કે દિવાળીના તહેવારોની અંદર ડબલ કરતાં વધારો ભાડો લાગુ પડે છે. અને ડબલ કરતાં વધારે એટલે કે એક સોફાના બબ્બે હજાર, પચ્ચીસો-પચ્ચીસો રૂપિયા, જ્યાં માત્ર હજાર રૂપિયા લેવાતા હતા, ડબલ કરતાં વધારે ભાડું જો વધતું હોય તો મારે લક્ઝરી બસ એસોસિએશનને અને જે લક્ઝરી બસવાળાને પણ મારી વિનંતી છે. ડબલ કરતાં વધારે ભાડું ખરેખર વખોડવા પાત્ર આખું વર્ષ તમને મતલબમાં આ શ્રમજીવીઓ, મધ્યમ વર્ગ બધે ગામે-ગામથી આવે છે ને જાય છે. આખા વર્ષ તમને ધંધો આપે છે. આ કારીગર વર્ગ હીરાનો કારીગર હોય, ટેક્સટાઇલનો કારીગર હોય કે અન્ય કારીગર. અને મધ્યમ વર્ગ પણ આની અંદર બસમાં મુસાફરી... કારણ કે ટ્રેનોની એટલી સુવિધા ન હોવાને કારણે આપણે ખૂબ જ સૌરાષ્ટ્રના બધા ગામોમાંથી, ગામડે-ગામડેથી અસંખ્ય બસો આવે છે. કારણ કે આપણે સૌરાષ્ટ્રની અંદર એટલી ટ્રેનની સુવિધા નથી. તેમજ રાજસ્થાનની અંદરથી પણ અસંખ્ય બસ આવે છે, મધ્ય પ્રદેશમાંથી આવે છે, મહારાષ્ટ્રમાંથી આવે છે. તો આ બસોના ભાડા એટલા બધા વધારાને કારણે આજે મને થોડું દુઃખ થયું કે ડબલ કરતાં વધારે ભાડું! અને આ ભાડું ખરેખર વખોડવા પાત્ર છે. ગરીબ માણસોની ઉપર એક તો મોંઘવારીનો માર મારી લક્ઝરી બસ એસોસિએશનના અને લક્ઝરી બસવાળાને મારી વિનંતી છે યોગ્ય રીતે કંઈક મતલબ ગરીબ માણસોની ઉપર એક તો મોંઘવારીનો માર ઝીલી રહી છે. આજે મતલબમાં આટલું બધું મતલબ બેકારી છે અને મોંઘવારીને મારથી પોતાના બાળકોને પણ મતલબમાં કંઈક સારું યોગ્ય ખવડાવવું હોય તો ખવડાવી નથી શકતા. ત્યારે ન છૂટકે એને પોતાના માદરે વતન જવું હોય દિવાળીના પાંચ-દસ-પંદર દિવસ જવું હોય ત્યારે આવવા-જવાના જે આ ભાડાવધારો છે એમને હું વખોડી કાઢું છું અને એની અંદર યોગ્ય રીતે કરો એવી મારી વિનંતી છે. બધું ભાડું ન લો કે જે બિચારાની કમર તૂટી જાય લક્ઝરી બસવાળા ભાઈઓ તેમજ લક્ઝરી બસ એસોસિએશનને મારી વિનંતી છે, આપ યોગ્ય કરી અને જે ભાઈઓ-બહેનોને પોતાના માદરે વતન જવાનું હોય તેને યોગ્ય રીતે રાહત આપો એવી મારી યોગ્ય વિનંતી છે. કંઈક ભાડું લો થોડું ઘણું, જે રીતે તમને પરવડતું હોય. કારણ કે આજે મોંઘવારીનો માર ખૂબ સતત ઝીલી રહી છે આ પ્રજા. અને મોંઘવારી મારના અસંખ્ય એમના પ્રશ્નો છે. એને કંઈક મતલબ તમે દિવાળી ઉપર તમને માં ભગવતીનો આશીર્વાદ પણ મળશે, ગણપતિ દાદા રિદ્ધિ-સિદ્ધિ, યશ-કીર્તિ આપશે. આખું વર્ષ તમને આ લોકો ધંધો આપે છે. આખું વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખીને તમે યોગ્ય કરો એવી મારી વિનંતી છે.
    Click here to Read More
    Previous Article
    જિયોનો IPO જેને લાગ્યો તેને કમાણી જ કમાણી!:ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી; એક શેર પર 250 રૂપિયાથી વધુનો નફો, 35 મિનિટમાં ફુલ્લી સબ્સ્ક્રાઇબ થયો
    Next Article
    માત્ર 4 મિનિટમાં લોકઅપમાંથી 'જાડિયો' ભાગી ગયો:લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ બંધ હતો આરોપી, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment