Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બારામતીમાં અજિત પવારના પત્ની સુનેત્રા આગળ:મહારાષ્ટ્ર-ગુજરાત સહિત 5 રાજ્યોની 7 બેઠકો પર મતગણતરી ચાલુ, નાગાલેન્ડ-ત્રિપુરાની 2 બેઠકો પર ભાજપની જીત

    13 hours ago

    દેશના પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભાજપે નાગાલેન્ડ અને ત્રિપુરામાં એક-એક બેઠક જીતી છે. નાગાલેન્ડમાં ભાજપના ઉમેદવાર જાહર ચક્રવર્તીએ જીત મેળવી છે. ત્રિપુરામાં ભાજપના ઉમેદવાર ડાઓચિયર આઈ.ઇમચેને કોંગ્રેસને હરાવી છે. કર્ણાટકની બંને બેઠકો- બાગલકોટ અને દાવણગેરે સાઉથ પર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પર સુનેત્રા પવાર આગળ છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. 28 જાન્યુઆરી 2026ના રોજ બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું હતું. કર્ણાટકમાં બાગલકોટ અને દાવણગેરે દક્ષિણ, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી, નાગાલેન્ડમાં કોરીદાંગ, ત્રિપુરામાં ધર્મનગર અને ગુજરાતના ઉમરેઠ બેઠક પર મતગણતરી ચાલી રહી છે. કર્ણાટકની બે બેઠકો, નાગાલેન્ડ અને ત્રિપુરાની 1-1 બેઠક પર 9 એપ્રિલે મતદાન થયું હતું. ગુજરાતની લીમખેડા અને મહારાષ્ટ્રની બારામતી અને રાહુરી બેઠક પર 23 એપ્રિલે મતદાન થયું હતું. 7 માંથી 4 બેઠકો પર ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. મહારાષ્ટ્રની એક બેઠક NCP પાસે હતી. કર્ણાટકની બંને બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી. આ 7 બેઠકો ત્યાંના પૂર્વ ધારાસભ્યોના નિધનને કારણે ખાલી પડી હતી. આમાં સૌથી ચર્ચિત બેઠક બારામતી છે, જ્યાંથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ધારાસભ્ય હતા.
    Click here to Read More
    Previous Article
    ત્રિશા કૃષ્ણને તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં:ચૂંટણીમાં થલાપતિ વિજયની જીત માટે પ્રાર્થના કર્યાની ચર્ચા; લાંબા સમયથી અફેરની અટકળો
    Next Article
    તમિલનાડુમાં એક્ટર વિજયની TVKને એકતરફી લીડ:કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી; UDF 111 બેઠકો પર આગળ, LDF 29 પર સમેટાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment