Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના માંડવી બે કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર:અતિભારે વરસાદની આગાહી સાથે દીવ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ

    11 hours ago

    આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં છેલ્લી બે કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે, બપોરે 1 વાગ્યા સુધી કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, મોરબી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ છે. 12 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં 7.24 ઇંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 6. 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. 14 તાલુકામાં 4 ઇંચથી વધુ, તો 26 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં 1 મિમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. ગઈકાલના ભારે વરસાદથી વડોદરા, અમરેલી, જૂનાગઢ, પાટણ સહિતના શહેરોની હાલત ખરાબ થઈ હતી. ખાસ અમદાવાદને 52 દિવસ બાદ ફરી મેઘરાજાએ ધમરોળતા જંળબંબોળ બન્યું હતું. સાંજ સુધીમાં સરેરાશ 3.43 ઇંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ વરસાદ 31 ઇંચે પહોંચી ગયો છે. ભારે વરસાદના પગલે અંડરપાસો 5થી 6 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવા પડ્યા હતા. શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવો ભરપૂર રહેવાની આશા શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદ બાદ પણ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 80 ટકા વરસી ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ ચિંતાના વાદળો જ ઘેરાયેલા છે. નર્મદા છલકાવવાની તૈયારીમાં, અન્ય 206 જળાશયોમાં 67 ટકા જ પાણી નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર થઈ ચૂક્યો છે. જો કે, અન્ય 206 જળાશયોમાં અત્યાર સુધીમાં 67 ટકા જ જળસંગ્રહ થયો છે. 79 ડેમ એવા છે કે, જેમાં હજી પણ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. રાજ્યના વરસાદની તસવીરો અમદાવાદના પોશ વિસ્તાર જળબંબાકાર, બોપલ-શેલાને ધમરોળ્યું 14 સપ્ટેમ્બરના રાજ્યના વરસાદની પળેપળની અપડેટ આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યેલો એલર્ટ ગુજરાત પર અત્યારે એક્ટિવ સિસ્ટમ ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું સક્રિય બન્યું છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, બીજા દિવસથી એટલે કે, 16 સપ્ટેમ્બર પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે. માછીમારો અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મલેશિયાના PMની બોલિવૂડ ડિપ્લોમસી વાયરલ:BRICSની તસવીરો શેર કરીને મોદી સાથે 'DDLJ', પુતિન સાથે 'લગાન'નું તો રાહુલ સાથે 'એસા દેશ હૈ મેરા' સોંગ સેટ કર્યું
    Next Article
    દિવ્યાંગ બાળકોના પ્રવેશ મુદ્દે શાળા સંચાલકોની શિક્ષણ સચિવને રજૂઆત:દિવ્યાંગ બાળક પ્રવેશ ન મેળવે તો પણ સુવિધા ઉભી કરવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ, નિયમોમાં પુનઃ વિચારણા કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment