Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્દોરમાં બોગસ કોલ સેન્ટર પર દરોડા, 5 આરોપી ઝડપાયા:6 મહિનામાં 22 લાખના નફાની લાલચે 14.47 લાખ ગુમાવ્યા, અડાજણના ડાઇંગ માસ્ટર સાથે મોટી ઠગાઈનો પર્દાફાશ

    7 hours ago

    મધ્યપ્રદેશના ઈન્દોરમાં એન્જલ વન નામની બ્રોકિંગ ઓફિસની આડમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર સુરત સાઇબર ક્રાઇમની ટીમે સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડી 5 ટેલિકોલરની ધરપકડ કરી છે. શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી દેશભરમાંથી લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરતી આ સાઇબર ઠગ ટોળકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ઈનાયત ખાન, સોહેલ ખાન અને મેનેજર રાકેશકુમાર ફરાર થતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. 22 લાખના નફાની લાલચ આપી 14.47 લાખ પડાવ્યા આ ઠગ ટોળકીએ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મિલમાં નોકરી કરતા 44 વર્ષીય આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પાસે શેરબજારમાં ઓનલાઇન 2.78 લાખ રૂપિયાનું રોકાણ કરાવી 6 મહિનામાં 22 લાખ રૂપિયાનો નફો અપાવવાના સપના બતાવ્યા હતા. ત્યારબાદ વિવિધ ચાર્જીસ અને પ્રોફિટના નામે તેમની પાસેથી ટુકડે-ટુકડે કુલ 14.47 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. બોગસ APK ફાઇલ અને કમિશન આધારિત ઠગાઈનું નેટવર્ક સાઇબર ફ્રોડ આચરવા માટે જ ખાસ ઊભું કરાયેલું આ કોલ સેન્ટર પદ્ધતિસર કામ કરતું હતું. પકડાયેલા પાંચેય ટેલિકોલરને મહિને 15થી 20 હજાર રૂપિયા પગાર ઉપરાંત, તેઓ જેટલા ગ્રાહકોને શિકાર બનાવે તે મુજબ કમિશન અપાતું હતું. મુખ્ય સૂત્રધારોએ આરોપીઓને અલગ-અલગ કામ સોંપ્યા હતા, જેમાં ગ્રાહકોના મોબાઇલમાં બોગસ APK ફાઇલ મોકલવાની અને શેરબજારમાં મોટા નફાની લાલચ આપી ફસાવવાની કામગીરી સામેલ હતી. 5 આરોપી 4 દિવસના રિમાન્ડ પર, 10થી વધુ યુવતીઓને જવા દેવાઈ પકડાયેલા પાંચેય ટેલિકોલર સુધાંશુ સુરેન્દ્રભાઈ ગીતે (26), હેમંત બુદ્ધરાવ સોનારે (28), ધર્મેન્દ્ર ઉર્ફે ડી.કે. જુગલકિશોર રાય (25), પ્રવીણ ઉર્ફે પ્રિયાંશુ રામસ્વરૂપ રાય (25) અને યશ કમલ કુમાવત (27) ને રવિવારે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં એપીપી કેતન ગામીતની દલીલો બાદ 4 દિવસના રિમાન્ડ મજૂર થયા છે. દરોડા સમયે કોલ સેન્ટરમાં 10થી વધુ યુવતીઓ પણ હાજર હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં તેમની કોઈ સીધી સંડોવણી ન જણાતા પૂછપરછ બાદ તેમને જવા દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન સામે અભિષેક 70 રન બનાવીને આઉટ:સૂર્યવંશી 11 રન બનાવી શક્યો, ભારત-115/5; રાઇઝિંગ એશિયા કપમાં PAKએ 314 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    માલપરા હુમલા કેસમાં ન્યાયની માગ સાથે કોળી ઠાકોર સમાજનું સંમેલન:આરોપીઓની ધરપકડ ન થઈ હોવાનો આક્ષેપ; કાર્યવાહી નહીં થાય તો મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment