Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 59.01 ટકા; હારીજ તાલુકાનું મતદાન સૌથી વધુ નોંધાયું

    1 day ago

    પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટેનું મતદાન અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે, જેમાં સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 59.01 ટકા મતદાન નોંધાયું છે. કુલ 10,66,033 મતદાર જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 170 બેઠક અને નગરપાલિકાના ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે. આ મહત્વપૂર્ણ દિવસ દરમિયાન જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે વિવિધ મતદાન મથકોની પ્રત્યક્ષ મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ગરમીના માહોલને ધ્યાનમાં રાખીને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ઠંડી છાશ અને પાણીની સુવિધા પૂરી પાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. મતદાનના દિવસે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં 108 વર્ષના વયોવૃદ્ધ દાદાથી લઈને લગ્નવિધિ પહેલાં મતદાન કરવા પહોંચેલા વર-વધૂઓએ પોતાની ફરજ નિભાવી સૌને પ્રેરણા આપી હતી. જોકે, આ લોકશાહીના પર્વ દરમિયાન એક દુઃખદ ઘટના પણ સામે આવી છે, જેમાં પાટણના માયાનગરના 60 વર્ષીય કામુબેન અનિલભાઈ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું કરુણ અવસાન થયું હતું. આ ઘટનાને પગલે મતદાનના દિવસે પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:પાંચ વાગ્યા સુધીમાં જિ.પં.નું 55.42 ટકા મતદાન, કાળઝાળ ગરમી વચ્ચે પણ દિવ્યાંગો, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું
    Next Article
    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:બરવાળાના કાપરડીયાળી ગામે મતદાન મથક પાસે મારામારી, સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 52.4% મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment