Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વાગ્યા સુધીમાં 58.78 ટકા મતદાન:6ના ટકોરે મતદાન પ્રક્રિયા પૂર્ણ, વરરાજાએ પહેલાં મતદાન કર્યું, પછી જાન લઈને પરણવા નીકળ્યા

    23 hours ago

    મહીસાગર જિલ્લામાં આજે (26 એપ્રિલ) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – જિલ્લા પંચાયતની 28 બેઠક, આઠ તાલુકા પંચાયતોની 147 બેઠક અને લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ભારે ઉત્સાહ વચ્ચે સંપન્ન થઈ રહી છે. લોકશાહીના આ પર્વમાં મતદારોનો ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો છે, સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ સરેરાશ 58.78 મતદાન નોંધાયું છે. 919 મતદાન મથક પર વહીવટી તંત્ર દ્વારા કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. ચૂંટણીના આ દિવસે અનેક પ્રેરણાદાયી દૃશ્યો સાથે ક્યાંક રોષ પણ જોવા મળ્યો હતો. સંતરામપુરના એક વરરાજાએ જાન લઈને જતા પહેલા મતદાન કરી લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તો 107 વર્ષીય વડીલ કિશોરબા સોલંકીએ પણ અદમ્ય ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. પોલીસ દ્વારા બીમાર અને વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલી મદદ પણ પ્રશંસનીય રહી હતી. બીજી તરફ, વહીવટી ખામીઓ અને સીમાંકનના વિરોધમાં 'ખાતું પગીના મુવાડા' ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કરીને શૂન્ય ટકા મતદાન નોંધાવ્યું હતું. આ ઉપરાંત માનસિંહ ચૌહાણ, ડૉ. કુબેર ડિંડોર અને ગુલાબસિંહ ચૌહાણ જેવા રાજકીય દિગ્ગજોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન:લગ્ન પહેલા વરરાજાએ તો 108 વર્ષના દાદીએ 41 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન કર્યું, પાંચ વાગ્યા સુધીમાં જિ.પં.નું 58.86 ટકા મતદાન
    Next Article
    Election Fight Controversy Live | મતદાનમાં મારામારી લોકશાહીનાં તહેવારે લોકો ઘાયલ | Mahuva | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment