Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-જાપાન વચ્ચે 5-5 ઓવરની મેચ થશે:વરસાદના કારણે ઓવર ઘટાડવામાં આવી; ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી; વૈભવને ફરી તક ના મળી

    10 hours ago

    ભારતે જાપાન સામેની ફ્રેન્ડલી મેચમાં ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ મેચ 5-5 ઓવરની છે. વરસાદના કારણે ઓવર ઘટાડવામાં આવી છે. હવે મેચ 12:30 વાગ્યે શરૂ થશે. અગાઉ આ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થવાની હતી. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ફરી પ્લેઇંગ-11માં તક મળી નથી. જાપાનના સાનો ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમ મેન્સ ક્રિકેટમાં પહેલીવાર રમી રહી છે. આ મેચ બંને દેશોના ડિપ્લોમેટિક સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત થઈ રહી છે. જાપાનમાં ક્રિકેટની શરૂઆત 163 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે બ્રિટિશ વેપારીઓ અને રોયલ નેવી વચ્ચે મેચ થઈ હતી. તે સમયે વિદેશી લોકો પર હુમલાનો ખતરો હતો. તેથી ખેલાડીઓ રિવોલ્વર લઈને મેદાન પર ઉતર્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ. જાપાન (JAP): લેચલાન યામોતો-લેક, રેઓ સકુરાનો-થોમસ, કેન્ડેલ કાડોવાકી-ફ્લેમિંગ (કેપ્ટન), બેન્જામિન ઇતો-ડેવિસ, વતારુ મિયાઉચી, એલેક્ઝાન્ડર શિરાઈ-પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા-હિન્ઝ, ઇબ્રાહિમ તાકાહાશી, ડેક્લાન સુઝુકી-મેકકોમ્બ, મકોતો તાાનિયામા અને શોમા સુગાયા-સ્લેટર.
    Click here to Read More
    Previous Article
    Imagine Trump without the cameras and mics. Now imagine his solution. Enter Trump TV
    Next Article
    એશિયન ગેમ્સના વુમન્સ ક્રિકેટમાં ભારતે હાઇએસ્ટ સ્કોર બનાવ્યો:શ્રીલંકાને 217 રનનો ટાર્ગેટ આપ્યો; મંધાનાએ 79, રિચાએ 49 અને શેફાલીએ 48 રન બનાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment