Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ગુજરાતમાં ઉમેદવારોની સાથે લોકોને પણ પરસેવો વળશે:5 જિલ્લામાં હીટવેવ, યલો એલર્ટ જારી; રાજકોટીયન્સ આજે સંભાળજો, પારો સૌથી ઊંચો 45°C પહોંચશે

    4 days ago

    આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના રિઝલ્ટના દિવસે ઉમેદવારોની સાથે-સાથે લોકોને પણ કાળઝાળ ગરમીમાં પરસેવો વળશે, કારણ કે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે 'યલો એલર્ટ' જારી કર્યું છે. વધતા તાપમાનના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, તેમાં પણ ખાસ કરીને રાજકોટવાસીઓએ આજે વિશેષ સાવધાની રાખવી પડશે, કારણ કે શહેરનો પારો આજે 45°C સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. આકરી ગરમી અને લૂના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર નીકળતી વખતે સતર્ક રહેવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આકરી ગરમીને કારણે સ્કૂલના સમયમાં પણ ફેરફાર ગુજરાતમાં ગરમીનો પારો 44°C ઉપર પહોંચી ગયો છે. ગતરોજ અમદાવાદ 44.2°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આકરી ગરમીને પગલે સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપ્યું હતું અને કાળઝાળ તાપમાં લોકો શેકાયા હતાં. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે 28 એપ્રિલને મતગણતરીના દિવસે રાજકોટમાં સૌથી વધુ 45°C, અમદાવાદમાં 44°C, અમરેલીમાં 44°C, ગાંધીનગરમાં 44°C, વડોદરામાં 42°C, સુરતમાં 41°C, ભાવનગરમાં 42°C, ભુજમાં 42°C, દાહોદમાં 41°C, દમણમાં 37°C, ડાંગમાં 39°C, ડીસામાં 41°C, દ્વારકામાં 33°C, નલિયામાં 38°C અને પોરબંદરમાં 38°C મહત્તમ તામમાન રહેની સંભાવના છે. આજે 5 જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યાં અનુસાર, આજે (28 એપ્રિલ) કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, ત્યારબાદ ત્રણ દિવસ પછી તાપમાનમાં અંદાજે 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. હાલમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં આજથી 4 મે સુધી 6 દિવસ ઓરેન્જ એલર્ટ અને એક દિવસ યલો એલર્ટ જારી કરાયું છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદીઓ QR કોડના આધારે હોટસ્પોટની સાથે-સાથે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નોંધાનાર તાપમાનની માહિતી મળવીશે. હોટસ્પોટ વિસ્તારોને ચેક કરવા માટે અહીં ક્લિક કરો - https://amc.satleolabs.com/view શિક્ષણ વિભાગ એલર્ટ, 12 વાગ્યા પહેલાં બાળકોને છોડવા કહ્યું અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની તમામ શાળાઓને બાળકોની સલામતી માટે પોતાની વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરવા કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, દરેક વખતે પરિપત્ર કરવો એ જરૂરી નથી, શાળાઓ પોતે નિર્ણય લઈ શકે છે. બપોરના 12 વાગ્યા પહેલાં તમામ બાળકોને છોડી દેવાઈ તેવી વ્યવસ્થા કરવી. આ સાથે જ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવાનું ટાળવા અને બહારની કોઈપણ પ્રકારની એક્ટિવિટીઝ ન કરાવવી. વધુમા તેમણે ગરમીના આ પ્રચંડ માહોલમાં બાળકોને ઠંડકવાળા અને સુરક્ષિત વાતાવરણમાં જ રાખવા માટે ભાર મુકાયો છે. ગુજરાતની ગરમીનો ઐતિહાસિક રેકોર્ડ ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આગામી 28 એપ્રિલથી 4 મે સુધી અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. IMD દ્વારા આગામી 6 દિવસ માટે ઓરેન્જ અને 1 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    15 મનપાની 1001 બેઠકોની મતગણતરી:રાજકોટના જંગલેશ્વરમાં જનતાએ ભાજપ પર બુલડોઝર ફેરવ્યું, AAPના મનોજ સોરઠિયાની હાર; RJ આભા પણ હારી
    Next Article
    SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી:'ચૂપચાપ બેસી જા નહીંતર ફોડી દઈશ' કહીને લૂંટારુઓએ યુવક પર 3-3 બંદૂક તાકી, સુરતમાં 13 મિનિટમાં જ લોકોએ મોત ભાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment