Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા આંકડીયા બેઠક પર આપ-ભાજપ વચ્ચે ઘર્ષણ:હોબાળો અને ટપલી દાવ, 5 વાગ્યા સુધીમાં 45.81 ટકા મતદાન, માયાભાઇના પુત્રી સોનલ ડેરની મતદાન માટે અપીલ

    1 day ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે આજે (26 એપ્રિલ) લોકશાહીનો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહ્યો છે, જેમાં જિલ્લાની 6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ 8,64,877 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં સાંજના 5 વાગ્યા સુધી સરેરાશ 45.81 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના 1,093 મતદાન મથક પર મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી રહ્યા છે, જેની મતગણતરી આગામી 28 એપ્રિલ, 2026ના રોજ હાથ ધરવામાં આવશે. મતદાન દરમિયાન જિલ્લાના મોટા આંકડીયા ગામે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ડુપ્લીકેટ મતદાન એજન્ટના મામલે ઘર્ષણ અને હોબાળો સર્જાયો હતો, પરંતુ પોલીસની ત્વરિત દરમિયાનગીરીથી મામલો શાંત થયો હતો. આ ચૂંટણીમાં પરષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. બીજી તરફ, સાવરકુંડલામાં વરરાજાએ જાન સાથે પહોંચીને અને લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના પુત્રી સોનલ ડેરે મતદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જ્યારે પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરીને માનવીય અભિગમ દાખવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:બરવાળાના કાપરડીયાળી ગામે મતદાન મથક પાસે મારામારી, સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 52.4% મતદાન
    Next Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન:પોરબંદર-છાયા મ.ન.પા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉત્સાહ; 5 વાગ્યા સુધીમાં 43.37% મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment