Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરીમાં 5 આરોપી પકડાયા:મોરબીમાં 41 ફરિયાદો સાથે જોડાયેલા ₹1.34 કરોડના ટ્રાન્જેક્શનની તપાસ; 11 સામે ગુનો, 6 આરોપી ફરાર

    16 hours ago

    મોરબી જિલ્લામાં સાયબર ફ્રોડ અને ઠગાઈનું એક મોટું રેકેટ પકડાયું છે. મોરબીના 8 શખ્સોના બેંક ખાતામાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા 1.34 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) અને સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 41 ફરિયાદોના આધારે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય ભેજાબાજ સહિત અન્ય 6 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 7.26 કરોડ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અને કમિશનનું નેટવર્ક મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય. પી. વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ચેતન કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી (ઉર્ફે રાજુ) અને ભરતભાઈ બારડ દ્વારા તેમના મળતીયાઓની મદદથી અન્ય રાજ્યોના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ ફ્રોડની રકમને સગેવગે કરવા માટે અન્ય આરોપીઓને એજન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેઓના બેંક ખાતા ભાડે અથવા મેળવીને ઉપયોગમાં લેવાતા હતા. આ બેંક ખાતાઓનો ઉપયોગ કરવા બદલ આરોપીઓને કમિશન આપવામાં આવતું હતું. આ ખાતાઓમાં તા. 1/1/2023 થી 27/12/2025 દરમિયાન કુલ 7,26,20,266 રૂપિયા જેટલી શંકાસ્પદ રકમ આવી હતી. આ નાણાં UPI ID, IMPS તથા RTGS દ્વારા અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને રોકડ ઉપાડી લેવામાં આવ્યા હતા. સમન્વય અને NCCRP પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 41 ફરિયાદોમાં 1,34,53,996 રૂપિયાનું પ્રત્યક્ષ ટ્રાન્જેક્શન થઈ આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. પકડાયેલા આરોપીઓ પીઆઈ આર. ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરીને 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે: હિતેશ મોહનભાઈ પૈજા (રહે. રણછોડનગર-1, મોરબી) ભાવેશ પ્રાણલાલ રામાવત (રહે. માધાપર શેરી નં-12, મોરબી) બળવંતભાઈ દેવશીભાઈ વામજા (રહે. શક્તિ સોસાયટી, માળિયા વનાળીયા શેરી નં-3, મોરબી) પ્રકાશ નર્મદાશંકર જોશી (રહે. યમુનાનગર શેરી નં-3, મોરબી) અશ્વિનસિંહ દોલુભા ઝાલા (રહે. હાલ ગાયત્રી નગર શેરી નં-6, વાવડી રોડ, મોરબી) ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ચેતન કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી, ભરતભાઈ બારડ, કિરણભાઈ કાંતિભાઈ પરમાર, કાંતિભાઈ તરસીભાઇ પરમાર અને સુરેશભાઈ કાંતિભાઈ પરમાર. પોલીસની આગામી કાર્યવાહી મુખ્ય સૂત્રધાર સહિત બાકીના 6 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સઘન તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ફ્રોડ નેટવર્કના અન્ય કડીઓ પણ ખૂલવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ફૂટબોલર જેમી નાઈટે આપ્યું ખાસ માર્ગદર્શન:પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના વિદ્યાર્થીઓએ ફ્રીસ્ટાઈલ ફૂટબોલના પાઠ શીખ્યા
    Next Article
    સમ્પ કનેક્શનમાં રૂ. 3.75 લાખ સુધીની વ્યાજમાફી:રાજકોટમાં ફ્લેટ ધારકોની વ્યાજ માફીમાં અન્યાય મુદ્દે મેયર-કમિશનરને રજૂઆત બાદ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી મળશે લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment