Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાનસુરીયા બંધુ સહિત પરિવારના 5 સભ્ય સામે વધુ એક ફરિયાદ:સંસ્થા પાસેથી લીધેલી 33.96 કરોડની પ્રોજેક્ટ લોનમાં ગેરરીતિનો આક્ષેપ, શરતો પ્રમાણે પ્રોજેક્ટ પૂર્ણ ન કર્યો

    6 days ago

    વડોદરામાં પાનસુરીયા બંધુની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. અગાઉ કરોડોની છેતરપિંડીના કેસને પગલે ચર્ચામાં આવેલા પાનસુરીયા પરિવારના પાંચ સભ્ય સામે ઠગાઈની વધુ એક ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઈ છે. આરોપીઓએ એક નાણાકીય સંસ્થા પાસેથી પ્રોજેક્ટ લોન મેળવી, લોનની શરતોનો ભંગ કરી તેમજ પ્રોજેક્ટના યુનિટો અન્ય લોકોને વેચી અને બાનાખત કરીને રૂપિયા 33.96 કરોડ મોટી રકમ મેળવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુરેશભાઈ પાનસુરીયા અગાઉ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. સંસ્થા પાસેથી પ્રોજેક્ટ લોન મેળવી હતી આરોપીઓમાં સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, મનીષભાઈ ભાદાભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા અને રવિ સુરેશભાઈ પાનસુરીયાનો સમાવેશ થાય છે. આરોપીઓએ ફરિયાદી સંસ્થા પાસેથી પ્રોજેક્ટ લોન મેળવી હતી અને લોનની શરતો મુજબ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી હોવા છતાં પ્રોજેક્ટ પૂર્ણ ન કરી નાણાંનો અન્ય રીતે ઉપયોગ કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. મંજૂરી વિના 20 યુનિટના વેચાણ દસ્તાવેજ કર્યાં આરોપીઓએ એકસંપ થઈ પૂર્વઆયોજિત કાવતરું રચી ફરિયાદી સંસ્થાની જાણ કે મંજૂરી વગર પ્રોજેક્ટના યુનિટો અન્ય લોકોને વેચ્યા હતા. 30 ઓગસ્ટથી 25 માર્ચ 2026 દરમિયાન કુલ 20 યુનિટના વેચાણ દસ્તાવેજો કર્યાં હોવાનું તેમજ 109 યુનિટના રજિસ્ટર્ડ બાનાખત કરી અન્ય લોકો પાસેથી મોટી રકમ મેળવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રકમમાંથી કેટલીક રકમ પોતાના અંગત એકાઉન્ટમાં જમા કરાવી તેનો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. પાનસુરીયા બંધુ સામે વધુ એક ફરિયાદ લોનના હપ્તાઓ ભરવાનું બંધ થયા બાદ ફરિયાદી સંસ્થા સાથેની નાણાકીય જવાબદારીનું પાલન ન કરી સંસ્થાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં બાકી રહેલી મોટી રકમ અંગે પણ ઉલ્લેખ કરાયો છે. પાનસુરીયા બંધુ સામે અગાઉની ફરિયાદ બાદ હવે ફરી એકવાર હરણી પોલીસ મથકમાં નોંધાયેલી આ નવી ફરિયાદને કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સફેદ પરિંદે ગરબાનું લોચિંગ, 16-17 ઓક્ટોબરે યોજાશે:આ વર્ષે પાસની કિંમત રૂ.7,500થી સ્ટાર્ટ, ફૂડ-મસાજની સાથે રિટર્ન ગિફ્ટ મળશે; જગ્યા-આર્ટિસ્ટની જાહેરાત બે દિવસમાં
    Next Article
    ફિલ્મ 'ટોક્સિક'ની ઇવેન્ટમાં મોટી દુર્ઘટના:સાઉન્ડ-બોક્સ સેટઅપ પડતાં બે વિદ્યાર્થીઓ ઘાયલ, એક છોકરી બેભાન; મંચ પર યશ હાજર હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment