Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવાઝોડા 'અર્નબ'થી આંધ્રપ્રદેશમાં તબાહી, 5નાં મોત:31 ઘર ક્ષતિગ્રસ્ત, 57 હજાર લોકોને ખસેડાયા; MP-UPમાં પણ વરસાદનું એલર્ટ

    1 day ago

    બંગાળની ખાડીથી ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' મંગળવાર મોડી રાત્રે 3:30 વાગ્યે આંધ્રપ્રદેશના તટ સાથે અથડાયું હતું. અહીં 125 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં 5 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં 31 ઘરને નુકસાન પહોંચ્યું છે. 57 હજાર લોકોને અન્યત્ર ખસેડ્યા છે. વાવાઝોડાના કારણે 50 ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર 21 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઓડિશામાં ભારે વરસાદના પગલે 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ છે. અહીં 30 હજાર લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડ્યા છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 4,000 સાયક્લોન શેલ્ટર બનાવ્યા છે. વિશાખાપટ્ટનમમાં 27 ઑક્ટોબરની સવારે 8:30 વાગ્યાથી 28 ઑક્ટોબરની સવારે 3 વાગ્યા સુધી, એટલે કે લગભગ 18 કલાકમાં 200mmથી વધુ વરસાદ નોંધાયો છે. આ જુલાઈ મહિનામાં થતા સરેરાશ વરસાદ કરતા દોઢ ગણાથી પણ વધારે છે. અહીં જુલાઈમાં સરેરાશ 133mm વરસાદ પડે છે. એમપી-યુપી અને બિહાર સહિત 9 જિલ્લાઓમાં એલર્ટ આંધ્ર પ્રદેશ અને ઓડિશા: ભારેથી અતિભારે વરસાદ, ભારે પવનો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ. તેલંગાણા અને છત્તીસગઢ: 28-29 ઑક્ટોબરે ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આશંકા. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર: પૂર્વી મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડ અને બિહાર: 28થી 30 ઑક્ટોબર દરમિયાન વરસાદ; બિહારમાં 29-30 ઑક્ટોબરે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આશંકા. ઉત્તર પ્રદેશ: પૂર્વી યુપીમાં 29-30 ઑક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    "Secretly Happy With Our Win": Akhilesh Yadav On Minister's MLC Poll Remark
    Next Article
    Ground Report | રસ્તા પર મોતની દોડ ! | વારસો સાચવતી અનોખી પરંપરા | રામ-રાવણનું યુદ્ધ ! | Prime Time

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment