Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં જૂની અદાવતમાં જાહેરમાં ફાયરિંગ:કારમાં આવેલા 5 શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 3ને ઈજા, એકને માથામાં, અન્યને ગળા અને છાતીમાં છરા વાગ્યાં

    6 hours ago

    મોરબી-માળિયા હાઈવે પર આવેલી એક હોટલ નજીક ગત રાત્રે જૂની અદાવતને કારણે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે. ત્રણ અલગ-અલગ કારમાં આવેલા પાંચ શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. એક શખ્સને માથામાં તેમજ અન્યને ગળા અને છાતીના ભાગમાં છરા વાગ્યાં હતા. જેથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે મોરબીના કુલીનગર-1માં રહેતા શાહરુખ ફિરોજ પઠાણ (ઉં.વ. 32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સાજીદ સાઉદીનભાઈ જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા, બચલો જેડા અને સ્વિફ્ટ કારમાં આવેલા એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ વ્યક્તિઓના નામ છે. શાહરુખએ જણાવ્યું કે, 15-20 દિવસ પહેલા આરોપી સાજીદ સાથે તેમને માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખીને આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું. ફરિયાદી શાહરુખ તેમના મિત્રો આમદ કાસમ કટિયા અને મેહુલ આચાર્ય સાથે આઈ-20 કારમાં બેલાથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સાજીદનો ફોન આવ્યો હતો. ફોન પર અપશબ્દો બોલીને સાજીદે "શાહરૂખને ભડાકે દેવાનો છું" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને મારી નાખવાના ઈરાદે માળિયા હાઈવે પર ઓસીસ સિરામિક પાસે આવેલી બાલાજી હોટલ નજીક બોલાવ્યા હતા. ફરિયાદી તેમના મિત્રો અને ભાઈ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આરોપી સાજીદ જેડાએ કારમાંથી ઉતરીને સીધું એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે અલીને માથામાં છરા વાગતા તેઓ ઢળી પડ્યા હતા. આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતા ફરિયાદીના મિત્ર વીર રાઠોડે તેમની થાર ગાડી આરોપીની સ્કોર્પિયો કાર સાથે પાછળથી અથડાવી હતી. આરોપીઓ કાર લઈને પાછા ફર્યા ત્યારે આરોપી નૂરમામદ જેડાએ વધુ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ફાયરિંગમાં ફરિયાદી શાહરુખ પઠાણ અને તેમના ભાઈ સલિમ પઠાણને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા, જ્યાંથી અલીને વધુ ગંભીર ઈજા હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે શાહરુખ પઠાણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Why everyone is ‘Hobby-Maxxing’ this year
    Next Article
    PM Modi Paves Way To Keep Power Well Beyond 2030: Bloomberg Analysis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment