Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સતત 5 મેચ જીત્યા પછી હાર્યું:કોલકાતા 29 રનથી જીત્યું, એલને 93 રન બનાવ્યા; ગિલના 85 રન કામ ન આવ્યા

    1 day ago

    IPLમાં શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ગુજરાત ટાઇટન્સ (GT)ને 29 રનથી હરાવ્યું. કોલકાતાએ ઇડન ગાર્ડન્સમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 4 વિકેટ ગુમાવીને 218 રન જ બનાવી શકી. એલને 35 બોલમાં 93 રન બનાવ્યા કોલકાતાની ટીમ માટે ફિન એલને 35 બોલમાં 93 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. બીજી તરફ અંગક્રિશ રઘુવંશીએ અણનમ 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 44 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી ઓવરોમાં કેમરૂન ગ્રીને પણ 28 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કેપ્ટન અજિંક્ય રહાણે 14 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને સાઈ કિશોરને 1-1 વિકેટ મળી હતી. જોકે, ટીમની મોટાભાગના બોલરો મોંઘા સાબિત થયો હતો. રાશિદ ખાને 4 ઓવરમાં 57 રન ખર્ચ્યા હતા, જ્યારે અરશદ ખાનની એકમાત્ર ઓવરમાં 22 રન આવ્યા હતા. ગુજરાત તરફથી ત્રણ ફિફ્ટી નોંધાઈ 248 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમ માટે શુભમન ગિલે 49 બોલમાં 85 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્ત થયા બાદ પરત ફરેલા સાઈ સુદર્શને અણનમ 53 રન બનાવ્યા હતા, જ્યારે જોસ બટલરે 35 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જોકે, ટીમે બીજા છેડેથી સતત વિકેટો ગુમાવવી પડી હતી. કોલકાતા તરફથી સુનીલ નારાયણ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સૌરભ દુબે અને કેમરૂન ગ્રીનને 1-1 વિકેટ મળી હતી. IPL 2026નું પોઇન્ટ્સ ટેબલ
    Click here to Read More
    Previous Article
    KKR vs GT IPL 2026 LIVE Score: Kolkata beat Gujarat by 29 runs, stay alive in playoff race
    Next Article
    Allen, Narine star as KKR beat GT to stay alive in IPL 2026

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment