Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડોનેશિયામાં ફેરી બોટમાં આગ લાગી, 5 ના મોત:271 લોકો સવાર હતા, 41 હજુ પણ ગુમ છે; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

    22 hours ago

    ઇન્ડોનેશિયાના માદુરા ટાપુ નજીક રવિવારે સવારે એક પેસેન્જર ફેરી બોટમાં આગ લાગી હતી. રોઇટર્સ અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 41 લોકો હજુ પણ ગુમ છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર ફેરીમાં કુલ 271 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બપોર સુધીમાં 225 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. ફેરી પૂર્વ જાવાના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસાર જઈ રહી હતી. આ દરમિયાન માદુરા ટાપુ નજીક તેમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાની 5 તસવીરો… આગ લાગતા જ ફેરીમાં અફરાતફરી મચી ગઈ ઘટનાના સામે આવેલા વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ફેરીમાંથી કાળો ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. આગ ફેલાયા પછી મુસાફરો જીવ બચાવવા માટે ફેરીના આગળના ભાગ તરફ ભાગતા જોવા મળ્યા. ઘણા લોકો ગભરાયેલા હતા. બચાવ ટુકડી આસપાસના દરિયાઈ વિસ્તારમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે. ઘણી બોટોની મદદથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી અનુસાર દુર્ઘટના પછી ઘણી બચાવ બોટો અને અન્ય સંસાધનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. રાહત ટુકડી સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે જેથી ગુમ થયેલા લોકોનો પત્તો લગાવી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે અને મૃતકો કે ગુમ થયેલા લોકોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. આગ કેવી રીતે લાગી, હજુ માહિતી નથી અધિકારીઓએ જણાવ્યું કે ફેરીમાં આગ કયા કારણે લાગી, તેની માહિતી હજુ સામે આવી નથી. દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. એજન્સીએ હાલમાં આગ લાગવાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. ગયા વર્ષે પણ આવી જ મોટી દુર્ઘટના થઈ હતી આ ઘટના એવા સમયે બની છે જ્યારે લગભગ એક વર્ષ પહેલા પણ ઇન્ડોનેશિયામાં ફેરીમાં આગ લાગવાની મોટી દુર્ઘટના થઈ હતી. જુલાઈ 2025માં નોર્થ સુલાવેસી પ્રાંત પાસે KM Barcelona 5 નામની યાત્રી ફેરીમાં આગ લાગી હતી. તે દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 150 લોકોને બચાવવામાં આવ્યા હતા. ફેરીમાં લગભગ 280 લોકો સવાર હતા. 2021માં પણ સમુદ્રમાં ફેરીમાં આગ લાગી હતી આ પહેલા મે 2021માં KM કાર્ય ઇન્દહ નામની ફેરી ટરનેટેથી રવાના થયાના થોડા સમય બાદ મોલુક્કા સાગરમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી. તે દરમિયાન મુસાફરો અને ક્રૂને જીવ બચાવવા માટે સમુદ્રમાં છલાંગ લગાવવી પડી હતી. સ્થાનિક માછીમારો અને બચાવ એજન્સીઓની મદદથી 181 મુસાફરો, જેમાં 22 બાળકો પણ સામેલ હતા, અને 14 ક્રૂ મેમ્બરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે દુર્ઘટનામાં કોઈ મૃત્યુ થયું ન હતું. ઇન્ડોનેશિયામાં અવારનવાર ફેરી અકસ્માતો થાય છે ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો દ્વીપીય દેશ છે, જ્યાં 17 હજારથી વધુ ટાપુઓ છે. એક ટાપુથી બીજા ટાપુ સુધી જવા માટે મોટી સંખ્યામાં લોકો ફેરી સેવાઓ પર નિર્ભર રહે છે. આવા સંજોગોમાં દરિયાઈ અકસ્માતો અહીં સામાન્ય માનવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, બોટ અને ફેરી સેવાઓના નિયમોનું યોગ્ય રીતે પાલન ન થવું પણ દુર્ઘટનાઓનું એક મોટું કારણ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અકસ્માત દરમિયાનના કેટલાક વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે, જેમાં મુસાફરો સળગતી ફેરીના આગળના ભાગ (બો) તરફ ભાગતા દેખાઈ રહ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને રેસ્ક્યુ ટીમ સતત કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં પણ ઇન્ડોનેશિયામાં એક ફેરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.
    Click here to Read More
    Previous Article
    बगावत से घबराई PAK सेना ने फिर खेला 'धर्म' का कार्ड, हिंदुओं से दोस्ती करने पर अफगानों को कहा 'काफ‍िर'
    Next Article
    ગોવામાં કોંગ્રેસ-GFP વચ્ચે ગઠબંધન પર ચર્ચા:AAPએ સાથે આવવાના સંકેત આપ્યા; આવતા વર્ષે ચૂંટણી, ભાજપનું સતત ચોથી વખત સરકાર બનાવવાનું લક્ષ્ય

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment