Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલ વાન ચાલકે કાર્યવાહીથી બચવા બાળકોને અધવચ્ચે ઉતાર્યાં:5 દિવસમાં 271 વાહનોને રૂપિયા 19.51 લાખનો દંડ, પરમિટ વગર દોડતા મોટાભાગના વાહનો સામે કાર્યવાહી

    17 hours ago

    વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરટીઓ વડોદરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી સત્તત ચાલી રહી છે. ત્યારે નીતિ નિયમોને નેવે મુકનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી નિયમોનું કડક પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વડોદરા આરટીઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 271 વાહન સામે કાર્યવાહી કરી રૂપિયા 19.51 લાખ રૂપિયાનો દંડ ફાટકારવામાં આવ્યો છે. નિયમ ભંગ કરતા 271 સ્કૂલ વાહનોને 19 લાખનો દંડ વડોદરા આરટીઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા સ્કૂલ ટ્રાન્સપોર્ટ વાહનો સામે લાલ આંખ કરી છે. પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા અલગ- અલગ ટીમો બનાવીને માંજલપુર, તરસાલી, અટલાદરા, ભાયલી, શેરખી, ગોત્રી સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટર વાહન કાયદાના વિવિધ ભંગ બદલ કુલ 271 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી અને તેમને રૂપિયા 19,51,018 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 'કેટલાક વાહનચાલકો બાળકોને રસ્તામાં જ ઉતારી દે છે' સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન માટે ટેક્સી પાર્સિંગ વગરના વાહનો ઉપયોગમાં લેવાય અને જીવના જોખમે બાળકોને વાહન કરાવવામાં આવતું હોવાનું નજરે પડી રહ્યું છે. આ કાર્યવાહી દરમ્યાન એક ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી દરમ્યાન કેટલાક વાહનો અમને જોઈને યુ ટર્ન મારી લે છે. ક્યારેક કેટલાક વાહન ચાલકો કાર્યવાહીથી બચાવ બાળકોને રસ્તામાં ઉતારી જતા રહે છે તેવું પણ સામે આવ્યું છે જે બાળકો માટે જીવન જોખમ સમાન છે. 250થી વધુ વાહનો સામે પરમિટ ભંગની કાર્યવાહી વડોદરા RTO વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પરમિટ ભંગ, ઈન્સ્યોરન્સ વગર, PUC વગર, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર તેમજ રોડ સેફ્ટી નિયમોના ભંગ માટે પણ વાહનોને દંડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 250થી વધુ વાહનો પરમિટ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોંઘીદાટ ડિશ આપતા પ્રખ્યાત બાલાજી થાળના લોટમાં ધનેડા નીકળ્યાં:150 કિલો જથ્થાનો નાશ, સંચાલકનો લુલો બચાવ; રાજકોટ મનપાએ નોટિસ આપીને દંડ ફટકાર્યો
    Next Article
    દ્વારકા ગોમતી ઘાટ પર વૃદ્ધ ડૂબ્યા, વીડિયો વાઈરલ:સ્થાનિકોએ માંડ-માંડ બચાવ્યા, દરિયામાં કરંટ વધતા તંત્ર એલર્ટ, નાહવા-સેલ્ફી લેવા પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment