Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાવાસીઓને કાળઝાળ ગરમીમાં મળશે રાહત:મનપાના વોટર પ્લાન્ટ પર હવે 5 રૂપિયામાં મળશે 20 લિટર ORS યુક્ત ઠંડું પાણી; નાગરિકોને લૂ અને ડિહાઈડ્રેશનથી બચાવવા નિર્ણય

    2 days ago

    રાજ્યભરમાં ઉનાળાનો પ્રારંભ થતા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મહેસાણા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને એક મહત્ત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લીધો છે. શહેરીજનોને ગરમીમાં ઠંડક આપવાની સાથે શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શુદ્ધ પીવાના પાણીના કેન્દ્રો પર હવે ORS મિશ્રિત પાણી પૂરું પાડવામાં આવશે. સામાન્ય પાણીને બદલે ORS વાળું એનર્જીયુક્ત પાણી આપવાનો નિર્ણય મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના પાંચ મુખ્ય વિસ્તારો અને ચાર રસ્તાઓ પર મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે. ઉનાળામાં શરીરમાં પાણીની ઘટ જેવી સમસ્યાઓથી બચવા માટે આ પ્લાન્ટ્સ પરથી હવે સામાન્ય પાણીને બદલે ORS વાળું એનર્જીયુક્ત પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આ સુવિધાને કારણે લોકોને ઠંડુ પાણી તો મળશે જ પરંતુ સાથે-સાથે ગરમી સામે લડવાની શક્તિ પણ મળશે. નાગરિકોને 5 રૂપિયામાં 20 લિટર ORS વાળું ઠંડું પાણી મળશે આ અંગે વિગતો આપતા મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં પાંચ સ્થળોએ મિનરલ વોટર પ્લાન્ટ વેન્ડર મારફતે ચલાવવામાં આવી રહ્યા છે. આગામી એક મહિનાની અંદર શહેરમાં બીજા નવા છ મિનરલ પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવશે. આ તમામ કેન્દ્રો પર નાગરિકોને માત્ર 1 રૂપિયામાં 1 લિટર અને 5 રૂપિયામાં 20 લિટરના કિફાયતી ભાવે ઠંડુ અને ORS યુક્ત પાણી મળી રહેશે.મનપાના આ નવતર પ્રયોગથી ખાસ કરીને રાહદારીઓ,શ્રમિકો અને નોકરીયાત વર્ગને ગરમીમાં મોટી રાહત મળશે. ORS મિશ્રિત પાણી પીવાથી ઉનાળામાં થતા લૂ લાગવાના કિસ્સાઓ અને ડીહાઇડ્રેશનની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામનો પ્રેમ, 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો:MPની ‘મિના’ વિરપુરથી ‘રાજુ’ને મુંબઈ બાદ સુરત લાવી; રેલવે સ્ટેશન પર ઝડપાઈ ગયાં; સાથે જીવવા-મરવાની કસમો પણ ખાધી
    Next Article
    ગઢડામાં સ્વદેશી મેળાનું આયોજન, લોકોને મળ્યો લાભ:નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું, લાભાર્થીઓએ આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment