Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી વર્લ્ડકપ: પાકિસ્તાન સામે ભારત 5-2થી આગળ:હાર્દિકે પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો; કેપ્ટન હરમનપ્રીત-અભિષેકના 2-2 ગોલ

    1 day ago

    હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે 5-2થી આગળ છે. હાલમાં ત્રીજા ક્વાર્ટરની રમત ચાલુ છે. હાર્દિકે પેનલ્ટી સ્ટ્રોક પર ભારત માટે પાંચમો ગોલ કર્યો. પાકિસ્તાનના અરશદે આદિત્ય સામે ફાઉલ કર્યું હતું. ભારત એક મેચ જીત્યું, એક હાર્યું પૂલ-Dમાંથી આગલા રાઉન્ડમાં જવા માટે ભારતે આ મેચમાં ઓછામાં ઓછો ડ્રો રમવો પડશે. ભારતે વેલ્સ સામેની પ્રથમ મેચ 3-1થી જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ સામે 1-4થી હાર્યું હતું. ટીમ 2 મેચમાં 3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો ટીમ આ મેચ જીતશે તો 6 પોઈન્ટ સાથે આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. જો પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બન્ને ટીમની સ્ક્વોડ ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જરમનપ્રીત સિંહ, અભિષેક, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત, નીલકંતા શર્મા, લાલગે આદિત્ય અર્જુન, શશિકુમાર મોહિત હોન્નેનહલ્લી, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, વિવેક સાગર પ્રસાદ, સુખજીત સિંહ, યશદીપ સિવાચ, સંજય, સૂરજ કરકેરા (ગોલકીપર), રાજિન્દર સિંહ, શિલાનંદ લાકડા. પાકિસ્તાન: મહમૂદ અબુ (કેપ્ટન), વકાર (ગોલકીપર), મુહમ્મદ અબ્દુલ્લા, સુફિયાન ખાન, મોઈન શકીલ, વહીદ અશરફ રાણા, હન્નાન શાહિદ, ઝિક્રિયા હયાત, અરશદ લિયાકત, અદીલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, અમ્માદ બટ, મુહમ્મદ હમ્માદુદ્દીન, અબ્દુલ રહેમાન, અફરાજ, ઉમર મુસ્તફા, અબુ મહમૂદ, અલી રઝા (ગોલકીપર), અબ્દુલ મનાન, મુહમ્મદ અમ્માદ.
    Click here to Read More
    Previous Article
    ફાયનાન્સ પેઢી ધરાવતા મહિલા સાથે ઠગાઈ:રાજકોટમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાના નામે રૂ.6.15 લાખ રોકડ લઈ નાસી છૂટેલ બેલડીની ધરપકડ
    Next Article
    નવી ગર્લફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા એક્સ-ગર્લફ્રેન્ડને બ્લેકમેઈલ કરી:ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગતો વિદ્યાર્થી બોપલમાંથી ઝડપાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment