Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી સરકારી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો:5 વર્ષમાં વિદ્યાર્થી સંખ્યા 190 થી 500 પાર; ખાનગી શાળાઓ જેવું જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ

    1 week ago

    નવસારી શહેરમાં શિક્ષણ મોંઘું બન્યું છે, ત્યારે નગરપાલિકા સંચાલિત એક સરકારી અંગ્રેજી માધ્યમની શાળા વાલીઓ માટે આશાનું કિરણ બની છે. જૂનાથાણા વિસ્તારમાં આવેલી 'સરદાર વલ્લભભાઈ પટેલ ઈંગ્લીશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ' ખાનગી શાળાઓ જેવું જ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ કોઈપણ આર્થિક બોજ વિના પૂરી પાડી રહી છે. આ શાળામાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે વાલીઓની લાંબી કતારો જોવા મળે છે. આ શાળાની શરૂઆત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2021માં કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પરિનાઝ પીઠાવાલાએ જણાવ્યું કે, શરૂઆતમાં પ્રી-પ્રાયમરી અને ધોરણ 1 મળીને કુલ 190 વિદ્યાર્થીઓ હતા. અંગ્રેજી માધ્યમ પ્રત્યે વધતા આકર્ષણ અને ખાનગી શાળાઓની ઊંચી ફીને કારણે આ શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.શરૂઆતમાં પ્રતિ માસ માત્ર 100 રૂપિયા ફી રાખવામાં આવી હતી. જોકે, છેલ્લા બે વર્ષથી આ શાળા સંપૂર્ણપણે નિઃશુલ્ક ધોરણે ચાલી રહી છે, જેનાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને મોટો ફાયદો થયો છે.આજે શાળા સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. ગત વર્ષે 451 વિદ્યાર્થીઓ હતા, જે સંખ્યા ચાલુ વર્ષે વધીને 502 પર પહોંચી ગઈ છે. વાલીઓના પ્રચંડ પ્રતિસાદને કારણે નર્સરીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 60 સુધી મર્યાદિત રાખવી પડે છે, અને વધતા ધસારાને પહોંચી વળવા ધોરણ 1 અને ધોરણ 3માં બે-બે વર્ગો શરૂ કરવાની જરૂર પડી છે. આ શાળામાં સ્ટેટ બોર્ડના પુસ્તકોનો અભ્યાસ કરાવવામાં આવે છે. નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને કંપાસ બોક્સ જેવી શૈક્ષણિક સામગ્રી પણ મફત પૂરી પાડવામાં આવે છે. અહીં માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભ, કલા મહાકુંભ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગત વર્ષે ધોરણ 5ના બે વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. અહીંથી ધોરણ 8 પાસ કરીને જતા વિદ્યાર્થીઓ નવસારીની નામાંકિત શાળાઓમાં સરળતાથી પ્રવેશ મેળવે છે. ઘણીવાર ખાનગી શાળાઓની ઊંચી ફી ન પોસાવાને કારણે બાળકો આ શાળામાં ફરીથી પ્રવેશ લેવા આવે છે.
    Click here to Read More
    Previous Article
    'તમે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો':ડિજિટલ અરેસ્ટ કરીને 1.47 કરોડ ખંખેર્યા, CBI, IPS અધિકારી અને જજના નામે ગઠિયાઓએ વડોદરાના વૃદ્ધને ફસાવ્યા
    Next Article
    ડુંગળીના કોથળા નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પરથી 20 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ, એક વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment