Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ માનસિક આરોગ્ય દિવસ:ઝાલાવાડમાં 5 વર્ષમાં 15 હજાર જેટલા દર્દીએ માનસિક રોગની સારવાર લીધી, વર્ષે 8655 દર્દી

    22 hours ago

    10 ઓક્ટોબરને વિશ્વ માનસિક આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વર્ષમાં 15,290 થી વધુ લોકો માનસિક બીમારીની સારવાર લઈ ચૂક્યા છે. પીએચડી રિસર્ચર મીરાબેન ગોસ્વામીના સંશોધન મુજબ, સમાજમાં દર 4માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, માનસિક તણાવ અનુભવતા 80 ટકા લોકોના મનમાં આત્મહત્યા કરવા સુધીના વિચારો આવી જાય છે. પોસ્ટ-કોવિડથી લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. સતત ઉદાસ રહેવું, કોઈ કામમાં મન ન લાગવું, ઊંઘ ન આવવી કે વધારે આવવી, ભૂખ મરી જવી, અનિર્ણાયકતા અને નકારાત્મક વિચારો આવવા.એન્ઝાઇટી અતિશય ચિંતા અને ગભરાટ લક્ષણો કારણ વિના ભય લાગવો, મૂડમાં અચાનક મોટો ફેરફાર થવા જેવી બીમારીનો સામનો કરવો પડે છે. મનપસંદ સર્જનાત્મક કાર્ય કે હોબીમાં વ્યસ્ત રહો: ધીરજ, સકારાત્મક બનો માનસિક તણાવના મુખ્ય કારણોમા નોકરીમાં અસંતોષ, ભારે વર્કલોડ, મોટી જવાબદારીઓ કે કામના સ્થળે શોષણ,પ્રિય વ્યક્તિનું મૃત્યુ, છૂટાછેડા કે કૌટુંબિક ઝઘડા,બેકારી, નાણાકીય મુશ્કેલીઓ અને દેવું લાંબા ગાળાની ગંભીર કે અસાધ્ય માંદગી.હોય છે તેનાથી બચવવા માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા લક્ષણો જણાય તો તુરંત પ્રશિક્ષિત મનોવિજ્ઞાની કે સાઇકિયાટ્રિસ્ટની સલાહ લો.ધીરજ અને સકારાત્મક વલણ રાખો. પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને બાળકો સાથે રમો.મનપસંદ સર્જનાત્મક કાર્ય કે હોબીમાં વ્યસ્ત રહો અને પોતાની જાતને પ્રોત્સાહિત કરો.જીવનની સારી ઘટનાઓને યાદ કરો. -મનીષ વ્યાસ, મનોવિજ્ઞાનના પ્રોફેસર
    Click here to Read More
    Previous Article
    અસલાલીમાં વિદેશી દારૂના કટિંગ પર પોલીસનો દરોડો:₹18.29 લાખનો મુદ્દામાલ અને 1,552 બોટલ દારૂ-બીયર સાથે 4 ઝડપાયા
    Next Article
    Who Is To Be Blamed For India's Loss vs West Indies Despite Scoring 249? Gautam Gambhir's Answer Shows His Philosophy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment