Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉ.ગુજરાત આતંકીઓનો ગઢ, વધુ 5 સહિત 15 દિવસમાં 13 ઝડપાયા:8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું, કાશ્મીરમાં AK-47ની ટ્રેનિંગ લીધી, ગુજરાત ATSએ પાર પાડ્યું ઓપરેશન

    1 day ago

    ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપી લેવાયા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરી નિવેદન લીધા હતા, જે બાદ પાંચની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા. આ આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ ત્રણ દાવત આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત આતંકનો ગઢ, 13માંથી 11 તો 18થી 25 વર્ષના 15 દિવસમાં ઝડપાયેલા તમામ 13 આતંકી ઉત્તર ગુજરાતના છે. જેમાંથી 5 પાલનપુર(બનાસકાંઠા) તાલુકાના, 6 સિદ્ધપુર(પાટણ) તાલુકાના જ્યારે 1 સરસ્વતી અને 1 વડગામ તાલુકાનો છે. માત્ર એટલું જ નહીં, 13માંથી 11ની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે છે. જ્યારે બાકીના 2માંથી એક 30 અને એક 40 વર્ષનો છે. આમ ઉત્તર ગુજરાત આતંકનો ગઢ બની રહ્યું છે. એક સમયે ઉત્તરપ્રદેશમાં જેમ આઝમગઢ જિલ્લો આતંકીઓનો ગઢ હતો એવું જ ઉત્તર ગુજરાતમાં થઈ રહ્યું છે. ATSએ ગત 3 જુલાઈએ જે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, તેમને આજે (17 જુલાઈ) કડી કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં ATSએ 5 આતંકીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ માટે અલગ અલગ મુદ્દા રજૂ કર્યા હતા. ત્યાર બાદ કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મહેસાણા જેલમાં ધકેલાયા હતા. કુલ 8 પૈકી 2 આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં AK 47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. સાથે જ કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ પણ લીધી હતી. 2 વ્યક્તિ પૈકી 1 આતંકી વડોદરાના શખસને મળ્યો હતો. અકીલ મુઝાહિદ કૈસે કરેમાં આતંકવાદના 40 તરકીબ આપેલા હતા. 40 તરકીબ પૈકી 2 તરકીબ જેમાં બોમ્બ અને કાર્બન મોનોક્સાઇડ કેવી રીતે બનાવવો તે શીખ્યા હતા. આ આતંકીઓએ 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો. આતંકીઓએ જેહાદીના 43 પુસ્તકો પણ ડાઉનલોડ કર્યા હતા. ખડીયાસન મદ્રેસા ખાતે કેટલાક શખ્સોની એક્ટિવિટી હતી. મોબાઇલમાંથી બોમ્બ બનાવવાની PDF મળી આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની PDF મળી હતી. આતંકીઓ જે બોમ્બ બનાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ PDF મળી હતી. કેવા બોમ્બ બનાવવા તેનું સાહિત્ય પણ મળ્યું હતું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું. આતંકીઓ પ્રો-જેહાદી હોવાનું સામે આવ્યું છે. પ્રો-જેહાદી હોવાથી આ આરોપીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. 5 આતંકીઓ પાસેથી મળેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મળીને ગન પાઉડર બનાવતા હતા: DIG ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું કે અગાઉ 8 આતંકીઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં બીજા 5 શકમંદના નામ સામે આવ્યા હતા. પાંચેયની પૂછપરછ કરતા તેઓ પણ આતંકી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરવાના આવી હતી. આરોપીઓ મળીને ગન પાઉડર બનાવતા હતા જેનું મટીરીયલ પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર ઓનલાઇન તથા લોકલ બજારથી ખરીદતા હતા. આતંકીઓએ ટાઈમર ડિવાઈઝ પણ ખરીદી હતી. બ્લાસ્ટનું પરીક્ષણ પણ અવાવરુ જગ્યાએ કરતા આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તે અકેલા જેહાદ કૈસે કરે અને અન્ય પુસ્તકોની પ્રિન્ટ કઢાવી અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા 3 વર્ષમાં અભ્યાસ કરીને 8 જગ્યાએ બ્લાસ્ટનું પરીક્ષણ પણ કર્યું હતું. આતંકીઓ બ્લાસ્ટનું પરીક્ષણ પણ અવાવરુ જગ્યાએ કરતા હતા જેનાથી લોકો અવાજ ન સાંભળી શકે. જેહાદમાં જોડાવા માટે દાવત આપતા આતંકીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા હતા કે કેમ, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રથયાત્રા માટે કોઈ કાવતરું ઘડયું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકી બિલાલ શેરાએ અગાઉ પકડાયેલા મોહમ્મદ અમીન શેરાને પેન ડ્રાઈવ આપી હતી. જેમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી ભાષણનો વીડિયો અને જેહાદી કિતાબો મળી આવી છે. મહમદ અયુબ કડીવાલાની સઘન પૂછપરછ દરમિયાન તેણે મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ ગાંજીવાલા અને અન્ય આરોપીઓ સાથે મળી મસ્જિદમાં ભેગા થઈ દાવત કરેલ અને IED એસેમ્બલ કરી બ્લાસ્ટ કરતા શીખ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ ત્રણ દાવત આપવામાં આવી છે. પાંચેય આરોપીના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ATS ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ આતંકીની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. કડી કોર્ટે આ પાંચેય આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે સિદ્ધપુરમાં દરોડા પાડીને પાંચ શખસને ઝડપ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર, ATS દ્વારા અગાઉ આતંકી સંગઠન સાથે સંકળાયેલા આઠ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ આઠેય આરોપીની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ અન્ય પાંચ શંકાસ્પદ લોકોના નામ અને મહત્વની કડીઓ પોલીસના હાથે લાગી હતી. આ ચોક્કસ ઈનપુટ્સના આધારે પોલીસે સિદ્ધપુરમાં દરોડા પાડીને આ પાંચ શખસને ઝડપી પાડ્યા હતા. મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બોમ્બ બનાવવાનું અત્યંત જોખમી સાહિત્ય અને સામગ્રી મળી આવી છે, જેને પોલીસે જપ્ત કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને પહોંચાડી હતી. પાંચેય આરોપીને કડી કોર્ટમાં રજૂ કરાયા ધરપકડ કરાયેલા પાંચેય આરોપીને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્ટીક્યુટર (સરકારી વકીલ) પી. આર. દંતાણીએ ધારદાર દલીલો કરી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ કુલ 13 મહત્વના મુદ્દાઓ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે આતંકી પ્રવૃત્તિઓ અને અન્ય સંડોવાયેલા લોકો અંગેની તપાસનો સમાવેશ થાય છે. આતંકી નેટવર્ક અંગે તપાસ ​સરકારી વકીલની આ દલીલો ગ્રાહ્ય રાખીને કડી કોર્ટે તમામ 5 આરોપીના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ દિશામાં તપાસ તેજ કરી રહી છે કે, આ આતંકી નેટવર્ક સાથે અન્ય ક્યા સ્થાનિક લોકો જોડાયેલા છે અને તેમનું આગામી લક્ષ્ય શું હતું. સિદ્ધપુરમાંથી ‎‎જૈશ-એ-મોહમ્મદનું સક્રિય ‎‎મોડ્યુલ ઝડપાતા ‎‎હાહાકાર સિદ્ધપુરમાંથી આતંકવાદી સંગઠન ‎‎જૈશ-એ-મોહમ્મદ (JeM)નું સક્રિય ‎‎મોડ્યુલ ઝડપાતા સમગ્ર પંથકમાં ‎‎હાહાકાર મચી ગયો છે. ગુજરાત ‎‎એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)‎દ્વારા મદ્રેસાના એક શિક્ષક અને બે ‎‎વિદ્યાર્થીઓ સહિત કુલ 8‎ દેશવિરોધી તત્વોની ધરપકડ બાદ, ‎‎હવે સ્થાનિક કડીઓ પર ગાળિયો‎ મજબૂત કરવામાં આવ્યો છે.‎ સોમવારે મોડી સાંજે ATSની ટીમે ‎સ્થાનિક પોલીસની મદદથી‎ સિદ્ધપુરના વિવિધ ગામોમાંથી ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎પકડાયેલા આરોપીઓનાં સંપર્કમાં ‎રહેતાં વધુ 5 લોકોને પૂછપરછ‎ અને સાક્ષી તરીકે નિવેદન નોંધવા ‎માટે અમદાવાદ કચેરીએ લઈ ‎જવામાં આવ્યા છે. 8 ‎આરોપીઓ પાકિસ્તાન સ્થિત‎ JeM હેન્ડલરના સીધા સંપર્કમાં‎ હતા ATSની પ્રાથમિક તપાસ ‎મુજબ અગાઉ મદ્રેસામાંથી ‎પકડાયેલા શિક્ષક અને બે ‎વિદ્યાર્થીઓ સહિતના 8 ‎આરોપીઓ પાકિસ્તાન સ્થિત‎ JeM હેન્ડલરના સીધા સંપર્કમાં‎ હતા. તેઓ સ્થાનિક યુવાનોને‎ કટ્ટરપંથી બનાવવા જેહાદી‎ પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર ‎કરી રહ્યા હતા. આ નેટવર્ક ઊભું ‎કરવા માટે 3 લાખનું ફંડિંગ પણ‎ મળ્યું હતું, જેમાંથી તેઓએ ફરવા‎ માટે જૂની કાર ખરીદી હતી. ‎મદ્રેસામાં મોબાઈલ પ્રતિબંધિત ‎હોવા છતાં, શિક્ષકના મોબાઈલના ‎હોટસ્પોટ અને ટેલિગ્રામ દ્વારા‎ વિદ્યાર્થીઓ પાકિસ્તાની હેન્ડલર‎ સાથે જોડાયા હોવાની આશંકા છે.‎ 3 જુલાઈઃ જૈશના 8 આતંકી ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા 3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા 16 જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો. વાંચો સંપૂર્ણા સમાચાર
    Click here to Read More
    Previous Article
    India news Highlights, 17 July 2026: Immigration matters are state’s sovereign functions, says MEA on US visa rules
    Next Article
    જામનગરમાં ભક્તિભાવપૂર્વક જગન્નાથ રથયાત્રા મહોત્સવનો પ્રારંભ:16 થી 27 જુલાઈ સુધી ઓડિશાની પરંપરા મુજબ યોજાશે કાર્યક્રમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment