Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવાના પ્રારંભે સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ:અમદાવાદ, વડોદરામાં ધોધમાર, નડિયાદ-ભરૂચમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા; રાજ્યના 138 તાલુકામાં મેઘ મહેર

    21 hours ago

    રાજ્યમાં લાંબા વિરામ બાદ 12 સપ્ટેમ્બરના વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સારા વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં 12 થી 13 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો. બપોર બાદ વડોદરા, અમદાવાદ અને ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે મોડી રાત્રે સુરત, ભરૂચમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. રાત્રિના 10 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 5 ઈંચ જેટલો વરસાદ ખબાક્યો છે, જ્યારે 8 તાલુકામાં બેથી ત્રણ ઈંચ અને 26 તાલુકામાં એકથી બે ઈંચ અને બાકીના તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ વરસી ચૂક્યો છે. નડિયાદમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા. છેલ્લા એકાદ મહિનાથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ ન થતા ખેડૂતો અને સરકારની ચિંતા વધી હતી, ત્યારે આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસેલા વરસાદની તસવીરો ગીર ગઢડાના સનવાવમાં ધોધમાર વરસાદ વરસ્યો ગીર સોમનાથના ઉના શહેરમાં ધીમીધારે તો કોઠારી ગામમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ગીર ગઢડા તાલુકાના સનવાવમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘમહેરથી ખેડૂતોમાં રાહત અને સુકાઈ રહેલા પાકને નવજીવન મળવાની આશા છે. લુણાવાડા, સંતરામપુરમાં વરસાદ મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં સવારથી વરસાદી ઝાપટા બાદ સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વાદળો છવાયા હતા, જે બાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ સંતરામપુરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો. મોડાસા, મેઘરજ, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરમાં પાક સુકાવાની તૈયારીમાં હતો અને ખેડૂતો વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે બપોર બાદ મોડાસા, મેઘરજ, માલપુર અને શામળાજી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. આ વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન અને મકાઈના પાકને જીવતદાન મળ્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં મેઘમહેર દોઢ માસ બાદ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. તો બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જો કે જિલ્લાના નાના-મોટા અનેક ડેમો હજુ પણ ખાલીખમ છે. નર્મદામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નર્મદા જિલ્લાના છ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાગબારા, ડેડીયાપાડા, ચીકદા સહિત રાજપીપળા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે માત્ર એક કલાકમાં અંદાજે 1 ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક લો-પ્રેશર એરિયા સક્રિય છે. આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે અને આગામી 24 કલાકમાં વધુ મજબૂત બની પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધીની ટ્રફ પણ સક્રિય છે. આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચિંતાજનક પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં એકંદરે 21% વરસાદની ઘટ નોંધાઈ છે. વિસ્તારવાર સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાત પ્રદેશમાં સામાન્ય વરસાદની સરખામણીએ 7%ની મામૂલી ઘટ જોવા મળી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં સામાન્ય કરતાં 40% જેટલી વરસાદની મોટી તંગી સર્જાઈ છે. આ પણ વાંચો ઉત્તરાખંડમાં બ્રિજ તણાયો:છત્તીસગઢમાં 3 વિદ્યાર્થી નદીમાં ગુમ; બિહારમાં 47 લાખ લોકો પૂરથી પ્રભાવિત, MP-રાજસ્થાનમાં વરસાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. MPના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે રાજસ્થાનના 29 જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ પહેલા શુક્રવારે રાજસ્થાનના અલવર, સવાઈ માધોપુર, દૌસામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. MPના ભોપાલમાં વરસાદથી વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી થઈ ગઈ. દમોહમાં નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    BRICS સમિટ- દિલ્હીમાં મોદીની ડિનર પાર્ટી:પનીર સાથે સૂકું શાક, બીટનો રાયતો; મીઠાઈમાં ફ્રુટ ક્રીમ વિથ જલેબી
    Next Article
    Musk, Altman Say They Agree With Anthropic CEO On Slowing Down AI Development

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment