Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:કન્યા, તુલા સહિત 5 રાશિનું ભાગ્ય બળવાન રહેશે, ધન રાશિએ નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી

    13 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 18 ઓક્ટોબર 2026, રવિવારના રોજ આસો સુદ સાતમ/આઠમ છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન/મકર છે. રાહુકાળ સાંજે 04:42 થી 06:08 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- થોડો સમય આત્મચિંતન અથવા એકાંતમાં પણ વિતાવો. આનાથી તમને કોઈ નિર્ણય લેવામાં મદદ મળશે. કોઈ પણ પ્રકારની અસમંજસ હોય, તો પરિવારજનોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. કોઈ પ્રિય મિત્ર સાથે પણ મુલાકાત થશે. નેગેટિવ- પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે ભાવનાઓમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. વાલીઓએ પોતાના બાળકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો, વધુ પડતો અંકુશ રાખવો તેમના આત્મબળમાં ઘટાડો કરી શકે છે. વાદ-વિવાદ જેવો મામલો ખૂબ જ સમજદારી અને વિવેકથી ઉકેલવાની જરૂર છે. વ્યવસાય- મીડિયા, ઓનલાઈન વગેરે સાથે જોડાયેલા વ્યવસાય નફાની સ્થિતિમાં રહેશે. પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો આજે સમજી-વિચારીને જ કોઈ ડીલ કરે. પોતાની ઓફિશિયલ ફાઈલો અને ડોક્યુમેન્ટ્સ અજાણ્યા લોકોના હાથમાં ન આપો. કારોબારી મહિલાઓને તાલમેલ બેસાડવામાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. લવ- ઘરમાં સંબંધીઓની અવરજવર રહેશે, ખુશનુમા વાતાવરણ બનશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધશે. યોગ અને કસરત પર વધુ ધ્યાન આપો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- કેટલાક સમયથી આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ લેવાથી તમારા સ્વભાવમાં પણ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. દરેક કામને સહજ રીતે કરવાના કારણે કામ સરળતાથી બનતા જશે. કોઈ અટકેલા પૈસા પરત મળવા પણ શક્ય છે. નેગેટિવ- ખર્ચની સ્થિતિ અત્યારે યથાવત જ રહેશે. તેથી વધારાની ખરીદી પર ધ્યાન ન આપો. ક્યારેક થાકના કારણે નબળાઈ અનુભવશો. પરંતુ તમારી કાર્યક્ષમતામાં કોઈ કમી નહીં આવે. નકામી અવરજવરથી બચો. વ્યવસાય- વ્યવસાયમાં કેટલાક લોકો હરીફાઈની ભાવનાથી તમારા માટે મુશ્કેલીઓ વધારી શકે છે. પરંતુ ગભરાશો નહીં અને તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ જાળવી રાખો. ઓફિસ તથા વ્યવસાયમાં ટીમવર્ક બનાવીને કામ કરવાથી વ્યવસ્થા ઉત્તમ જળવાઈ રહેશે. લવ- દામ્પત્ય સંબંધો મધુર અને સુમેળભર્યા રહેશે. લગ્નેતર સંબંધોની અસર તમારી છબી ખરાબ કરી શકે છે. સ્વાસ્થ્ય- કફ, શરદી જેવી સમસ્યા રહી શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. બેદરકારી બિલકુલ ન દાખવો. લકી કલર- લીલો લકી નંબર- 6 પોઝિટિવ- તમારા સંતુલિત વ્યવહાર દ્વારા શુભ-અશુભ દરેક પરિસ્થિતિમાં યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે, જેથી તમારા કાર્યોના ઉત્તમ પરિણામો સામે આવશે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવા સંબંધિત કોઈ યોજના હોય, તો તેને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ- ઘર સંબંધિત વસ્તુઓની ઓનલાઈન શોપિંગ કરવામાં વધુ પડતો બિનજરૂરી ખર્ચ થશે. બીજાની સમસ્યાઓમાં વધુ ગૂંચવાવાથી તમારા અંગત કામ પ્રભાવિત થઈ શકે છે. કમિશન સંબંધિત કોઈ પણ કામ કરતી વખતે સાવચેતી રાખો અથવા સ્થગિત કરો. વ્યવસાય- વ્યવસાયમાં તમામ નિર્ણયો જાતે જ લો, આનાથી તમારી કાર્યપ્રણાલી વ્યવસ્થિત રહેશે. પરંતુ સ્ટાફ સંબંધિત મુશ્કેલી રહેશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરો. આર્થિક મુશ્કેલી અત્યારે બનેલી રહેશે. લવ- ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે. બાળપણના કોઈ મિત્ર સાથેની મુલાકાત જૂની ખુશનુમા યાદો તાજી કરશે. સ્વાસ્થ્ય- સ્વસ્થ રહેવા માટે યોગ્ય આરામ અને ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. કામની અતિશયતાના કારણે થાક અને તણાવ અનુભવાઈ શકે છે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- ભૂતકાળની ભૂલોમાંથી શીખ લઈને પોતાની દિનચર્યામાં સુધારો લાવશો. ભરપૂર આત્મવિશ્વાસ અનુભવશો. સાથે જ આજે તમે આરામ અને શાંતિ મેળવવાના મૂડમાં પણ રહેશો તથા પરિવારજનો સાથે સમય વિતાવવાથી સંબંધોમાં અદ્ભુત મધુરતા આવશે. નેગેટિવ- પરંતુ એ પણ ધ્યાન રાખો કે, ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે બનતા કામ બગડી પણ શકે છે. તમારા શબ્દો પર પણ નિયંત્રણ રાખો. બિનજરૂરી ખર્ચ રહેશે. યુવા વર્ગ બિનજરૂરી હરવા-ફરવામાં પોતાનો સમય ન બગાડે. વ્યવસાય- તમારા હરીફોની પ્રવૃત્તિઓથી અજાણ ન રહો, કારણ કે તમારા કાર્યોનો યશ કોઈ અન્ય વ્યક્તિ લઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આ સમયે દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે. પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં ફાયદાકારક ડીલ થવાની યોગ્ય શક્યતા છે. લવ- પરિવારજનો સાથે મનોરંજન અને પરસ્પર વાતચીતમાં શ્રેષ્ઠ સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજણો ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય- તણાવ અને ચિંતા જેવી સ્થિતિથી બચો તથા સકારાત્મક બનો. સ્વાસ્થ્ય સંબંધિત સામાન્ય પરેશાનીઓ રહેશે. લકી કલર- લાલ લકી નંબર- 5 પોઝિટિવ- આજે તમારી કોઈ અંગત યોજના પર કામ કરવાનો અનુકૂળ સમય છે. તમારો સંકલ્પ પૂરો થશે. કુદરત તમારો સાથ આપી રહી છે. કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળશે તથા ભાવનાત્મક રીતે તમે ખૂબ જ મજબૂત અનુભવશો. નેગેટિવ- બાળકોનો આત્મવિશ્વાસ અને મનોબળ વધારવા માટે તેમની સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો જરૂરી છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના દરેક પાસા પર સારી રીતે વિચાર-વિમર્શ ચોક્કસ કરો. વગર કારણે કોઈની સાથે ન ઉલઝો. વ્યવસાય- તમામ પ્રયાસો છતાં પ્રવૃત્તિઓ સામાન્ય જ રહેશે. જોકે પબ્લિક ડિલિંગ, ઓનલાઈન, મીડિયા વગેરે સાથે સંકળાયેલા વ્યવસાયમાં યોગ્ય પ્રવૃત્તિઓ ચાલતી રહેશે. નોકરીમાં તમારા તાબાના કર્મચારીઓનો યોગ્ય સહયોગ જળવાઈ રહેશે. લવ- જીવનસાથીનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહની ભાવના રહેશે. સ્વાસ્થ્ય- એસિડિટી અને કબજિયાતના કારણે સ્વાસ્થ્ય સંબંધિત વધુ સમસ્યાઓ વધી શકે છે. યોગ્ય અને સંયમિત ખાનપાન તથા દિનચર્યા રાખો. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ અસમંજસ અને બેચેનીમાંથી મુક્તિ મળશે. કોઈ અશક્ય કામ અચાનક જ બની જવાથી મનમાં ખૂબ જ પ્રસન્નતા અને ઉમંગ રહેશે. પોતાની અંદર ભરપૂર ઊર્જા અનુભવશો. કોઈ ધાર્મિક યાત્રા પણ શક્ય છે. નેગેટિવ- અનુભવી લોકો તથા કુદરતના સાનિધ્યમાં થોડો સમય ચોક્કસ વિતાવો, આનાથી તમને શાંતિ મળશે. જોકે, સખત મહેનત છતાં યોગ્ય પરિણામ મળી શકશે નહીં. કોઈ પણ વાદ-વિવાદ જેવી પરિસ્થિતિથી દૂર રહો. વ્યવસાય- કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે વ્યવસાયિક રીતે જોડાવાની નીતિ સફળ રહેશે. તમારો કોઈ ટાર્ગેટ પૂરો થવાથી આર્થિક સ્થિતિ વધુ સારી બનવાની છે. માત્ર તમારા પ્રયાસોને વધુ બળ આપવાની જરૂર છે. ઓફિસમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે. લવ- દામ્પત્ય જીવનમાં કંઈક તણાવપૂર્ણ સ્થિતિ બનશે. પરંતુ પરસ્પર બેસીને ઉકેલવાથી પરિસ્થિતિ સંભાળી પણ શકાશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- એલર્જી અને બદલાતા મોસમ જેવી બીમારી તમને પરેશાન કરી શકે છે. બેદરકારી ન દાખવીને પોતાની યોગ્ય સારવાર કરાવો. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- સમય તમારા માટે નવી ઉપલબ્ધિઓ બનાવી રહ્યો છે. થોડો સમય કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળ પર ચોક્કસ વિતાવો. આનાથી તમે તમારી અંદર નવી ઊર્જાનો સંચાર અનુભવશો. ઘરના વરિષ્ઠ અને વડીલોના માર્ગદર્શન તથા સલાહ પર અમલ કરવો યોગ્ય રહેશે. નેગેટિવ- મિત્રો અથવા સંબંધીઓ સાથે કોઈ વિષયને લઈને મતભેદ થઈ શકે છે. પરંતુ વાતચીત કરતી વખતે અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરો. પોતાના પર ભરોસો રાખો, કોઈની ખોટી સલાહ તમને ભ્રમિત કરી શકે છે. વ્યવસાય- ગ્રહ સ્થિતિ ઉત્તમ બની રહી છે. આ સમયે માર્કેટિંગ અને પ્રમોશન પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિઝનેસમાં નફો રહેશે. નોકરીમાં ચાલી રહેલી પરેશાનીઓ અત્યારે બનેલી રહેશે. યોગ્ય સમયની રાહ જુઓ. લવ- ઘર-પરિવારમાં પરસ્પર સૌહાર્દ અને પ્રેમ જળવાઈ રહેશે. વિપરીત પરિસ્થિતિઓના કારણે પ્રેમ સંબંધો જાહેર થવાની આશંકા છે. સ્વાસ્થ્ય- કબજિયાત, વાયુ વિકાર વગેરે જેવી સમસ્યા રહી શકે છે. ખાવા-પીવાનું હળવું જ રાખો. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- આજનો દિવસ ઘરની સુખ-સુવિધા સંબંધિત કાર્ય અને જરૂરિયાતની વસ્તુઓની ખરીદીમાં પસાર થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર જળવાઈ રહેશે. મોટાભાગના કામ સુચારૂ રૂપે સંપન્ન થવાથી શાંતિ અને રાહત રહેશે. નેગેટિવ- જોકે, અન્ય પ્રવૃત્તિઓમાં પણ દિવસનો મહત્તમ સમય પસાર થઈ જશે, જેના કારણે પોતાના અને પોતાના પરિવાર માટે સમય કાઢી શકશો નહીં. વાહન વગેરેને લઈને કોઈ મોટો ખર્ચ પણ સામે આવશે. કોઈ નજીકના મિત્રને પૈસા ઉધાર આપવા પડી શકે છે. વ્યવસાય- કારોબારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો આજે ઉકેલ મળી શકે છે. કોઈ નેતા કે અધિકારી સાથેની તમારી મુલાકાત તમારા ભાગ્યને બળ આપશે, જેનો ફાયદો તમને વ્યવસાયમાં થશે. નોકરીયાતો માટે સકારાત્મક પરિવર્તન અને બદલીની સ્થિતિ બની રહી છે. લવ- ખાસ મિત્રો સાથેની મુલાકાત તમને ખુશી આપશે. જૂની યાદો તાજી થશે. પારિવારિક વાતાવરણ પણ ખુશહાલ રહેશે. સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં ખેંચાણ અને શરીરમાં ક્યાંક દુખાવા વગેરેની સમસ્યા રહેશે. કસરત ચોક્કસ કરો. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- જો કોઈ સરકારી મામલો અટકેલો હોય તો આજે પૂરો થઈ શકે છે. પડકારોનો તમે પૂરા આત્મવિશ્વાસ સાથે સામનો કરવામાં સમર્થ રહેશો. અનુભવી લોકોના માર્ગદર્શન પર અમલ કરવો તમારા માટે લાભદાયી સાબિત થશે. નેગેટિવ- લેવડ-દેવડ અથવા ફાઇનાન્સ સંબંધિત બાબતોમાં સાવચેતી રાખો, નહીંતર તમારી નાની સરખી ભૂલ પરેશાનીનું બહુ મોટું કારણ બની શકે છે. ધીરજ અને સંયમ જાળવી રાખો. ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ યથાવત જ રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્ટાફ અને કર્મચારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ભાગીદારી સંબંધિત વ્યવસાય નફાની સ્થિતિમાં રહેશે. નોકરીયાતોને આજે પણ કાર્યભારમાંથી રાહત નહીં મળે. લવ- કોઈની સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદિત રહો, નહીંતર તમારા પરિણિત જીવનમાં કલેશ ઊભો થઈ શકે છે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનના કારણે ગળામાં ઈન્ફેક્શન અને ઉધરસ, શરદીની સમસ્યા રહી શકે છે. બેદરકારી બિલકુલ ન દાખવો. યોગ્ય સારવાર લો. લકી કલર- લીલો લકી નંબર- 8 પોઝિટિવ- આજે કોઈ કામ મનપસંદ રીતે સંપન્ન થવાથી પોતાની અંદર યોગ્ય આત્મવિશ્વાસ અને મનોબળ અનુભવશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી સાબિત થશે. બાળકોને તમારું સાનિધ્ય આપવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધશે. નેગેટિવ- જીવનની વાસ્તવિકતાને સમજો. તથા કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તમારું મનોબળ જાળવી રાખો. તમારી ઈચ્છા મુજબ કોઈ વાત ન થાય તો ક્રોધ અને આવેશમાં ન આવો, શાંતિ અને ધીરજપૂર્વક પોતાની વાત રાખવાનો પ્રયાસ કરો. વ્યવસાય- વ્યવસાય સંબંધિત કોઈ પણ લેવડ-દેવડ અથવા રોકાણ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખો, કારણ કે છેતરપિંડી થવાની આશંકા છે. જો કોઈ વ્યવસાયિક યાત્રાનો પ્રોગ્રામ બની રહ્યો હોય, તો તેના સકારાત્મક પરિણામો મળશે. ઓફિસમાં ફાઇનાન્સ સંબંધિત કાર્યોમાં સાવચેતી રાખો. લવ- પારિવારિક સભ્યો એકસાથે થોડો સમય વિતાવવાથી પરસ્પર તાલમેલ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે તમારી જાગરૂકતા તમને સ્વસ્થ રાખશે. નિયમિત કસરત અને યોગ્ય ખાનપાન તમારી માનસિક અને શારીરિક ઊર્જા જાળવી રાખશે. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- ઘરની સજાવટ અને જાળવણી સંબંધિત પ્રવૃત્તિઓમાં દિવસનો મોટાભાગનો સમય પસાર થશે. પોતાના આત્મવિશ્વાસ તથા યોગ્યતા દ્વારા અન્ય કાર્યો પણ પતાવી લેશો. કોઈ મુશ્કેલી આવે તો કોઈ નિવૃત્ત વ્યક્તિની સલાહ-મશવરો લો. નેગેટિવ- કોઈ પણ મનપસંદ કામ ન બનવા પર પોતાના ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો. ઘણી વાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં બનેલી વાત બગડી પણ શકે છે. વિદ્યાર્થીઓને આ સમયે પોતાના લક્ષ્ય પર તીક્ષ્ણ નજર રાખવાની જરૂરિયાત છે. નકામી પ્રવૃત્તિઓથી દૂર રહો. વ્યવસાય- વ્યવસાયમાં કેટલાક પડકારો રહી શકે છે, સાથે જ મહેનત વધુ અને લાભ ઓછો જેવી સ્થિતિ રહેશે. પબ્લિક ડિલિંગ સાથે સંકળાયેલા કાર્યો પર વધુ ધ્યાન આપો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ જરૂરી છે. લવ- પારિવારિક સભ્યો વચ્ચે સુમેળભર્યો તાલમેલ રહેશે. કોઈ વ્યક્તિ સાથેનો મેળાપ તમારી છબી ખરાબ કરી શકે છે. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે. પોતાનું નિયમિત ચેકઅપ કરાવો તથા દિનચર્યા વ્યવસ્થિત રાખો. લકી કલર- આસમાની લકી નંબર- 3 પોઝિટિવ- આજે તમારી કોઈ પારિવારિક જવાબદારી પૂરી થવાની છે, જેનાથી તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપી શકશો. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છો, તો આજે તેના પર ગંભીરતાથી વિચાર કરો, સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. નેગેટિવ- સમયનું યોગ્ય સંચાલન કરો. કોઈ નજીકના સંબંધીની સમસ્યા ઉકેલવામાં તમારા પોતાના કામ અધૂરા રહી શકે છે. યુવા વર્ગ વ્યર્થના પ્રેમ સંબંધો અને મોજમસ્તીમાં પડીને પોતાનો સમય અને કરિયર સાથે સમાધાન ન કરે. વ્યવસાય- વ્યવસાય સંબંધિત વિવાદિત મામલો ચાલી રહ્યો હોય, તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. ગંભીરતાથી તમારા આ મહત્વપૂર્ણ કાર્યોને અંજામ આપો. નોકરીયાતો પોતાના કાર્યો પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવે. લવ- પરિવારજનો વચ્ચે મધુરતા અને સુખદ સંબંધો રહેશે. બાળકો તરફથી પણ સંતોષજનક સ્થિતિ રહેવાથી શાંતિ રહેશે. સ્વાસ્થ્ય- માઇગ્રેન કે સર્વાઇકલ જેવી પરેશાનીના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત થઈ શકે છે. સંતુલિત આહાર લો. લકી કલર- ગુલાબી લકી નંબર- 6
    Click here to Read More
    Previous Article
    18 ઓક્ટોબરનું અંકફળ:અંક 5ના જાતકોને મિલકતમાંથી થશે મોટો લાભ, અંક 6ના જાતકોને વેપાર અર્થે પ્રવાસના યોગ
    Next Article
    18 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:સિંહ રાશિના લોકોના ખર્ચમાં આજે વધારો થશે, મીન જાતકો વડીલોની કોઈ જૂની યાદથી ભાવુક થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment