Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે વરસાદની આગાહી વચ્ચે શિયાળા જેવો માહોલ:વહેલી સવારે શહેર ગાઢ ધુમ્મસથી ઢંકાયું; તાપમાન 4°Cના વધારા સાથે 38.8°Cએ પહોંચ્યું

    4 days ago

    સુરતમાં આજે વહેલી સવારે કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે એપ્રિલ મહિનાના મધ્યમાં સુરતીઓ કાળઝાળ ગરમીની અપેક્ષા રાખતા હોય છે, તેના બદલે આજે વહેલી સવારે શહેર ગાઢ ધૂમમ્સના આઘોશમાં જોવા મળ્યું હતું. વહેલી સવારે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે સામેની બિલ્ડિંગો પણ દેખાતી બંધ થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકો લાઈટો ચાલુ રાખી નીકળવા મજબૂર વહેલી સવારથી જ શહેરના અડાજણ, પાલ, વેસુ, સરથાણા, લસકાણા અને વરાછા સહિતના વિસ્તારોમાં ગાઢ ધૂમમ્સ છવાઈ ગયું હતું. ધૂમમ્સ એટલું ગીચ હતું કે હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટીને નહિવત થઈ ગઈ હતી. સવારે નોકરીએ જતા લોકો અને સ્કૂલ બસોના ડ્રાઈવરોએ ભર ઉનાળે હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની નોબત આવી હતી. આ દૃશ્યો જોઈને સુરતીઓને ઉનાળામાં શિયાળાનો અહેસાસ થયો હતો. માવઠાની આગાહી વચ્ચે ધૂમમ્સથી પાકને જોખમ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તેવામાં અચાનક છવાયેલા આ ધૂમમ્સને કારણે ખેતીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને કેરી અને ઉનાળુ પાકને આ ભેજવાળા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ સેવાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહીની અસર? રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા અને પવનની દિશા બદલાતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. એક તરફ સુરતમાં ગરમીનો પારો 24 કલાકમાં 4 ડિગ્રી વધીને 40 ડિગ્રી નજીક પહોંચવાની તૈયારીમાં છે, ત્યારે બીજી તરફ આ પ્રકારનું ધૂમમ્સ હવામાનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.ના કુલસચિવ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ:પિયુષ પટેલે કન્વેન્શન સેન્ટરનો હવાલો પોતાની પાસે રાખ્યો, ભાડાની કેટલીક રકમ બારોબાર વસૂલાતી હોવાનો દાવો
    Next Article
    અમરેલીમાં સ્કૂલ બસ ખાળિયામાં ખાબકી, 20 વિદ્યાર્થી ઘાયલ:ચલાલાથી ગોપાલગ્રામ જતી બસનો અકસ્માત, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment