Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં વરસાદથી તાપમાન 4°C ઘટ્યું:યુપીમાં વાવાઝોડાથી 2નાં મોત; કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, કેદારનાથમાં -11 ડિગ્રી તાપમાન

    2 days ago

    દેશભરના રાજ્યોમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડું, વરસાદ અને કરાનો દોર ચાલુ છે. રાજસ્થાનના ઘણા ભાગોમાં સોમવારે પણ હળવો વરસાદ થયો. આ પછી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હનુમાનગઢમાં મહત્તમ તાપમાન 3.7°C ઘટીને 26.9°C નોંધાયું. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સોમવારે રાત્રે ધોધમાર વરસાદ થયો. ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા. બિજનૌરમાં ભારે વાવાઝોડાને કારણે વૃક્ષો ઉખડી ગયા. સહારનપુરમાં વાવાઝોડાને કારણે ટીન શેડ પડવાથી પૂર્વ સરપંચ સહિત 2 લોકોના મોત થયા. આ તરફ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષાને કારણે ગુરેઝ-બાંદીપોરા રોડ, સિન્થન-કિશ્તવાડ રોડ અને મુઘલ રોડ બંધ થઈ ગયા છે. જ્યારે ઝોજિલા પાસ પર બરફ જામી જવાથી શ્રીનગર-લેહ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવાર રાતથી ભારે હિમવર્ષા થઈ રહી છે. આના કારણે શ્રી બદ્રીનાથ ધામનું મંદિર પરિસર સંપૂર્ણપણે બરફની જાડી ચાદરથી ઢંકાઈ ગયું છે. હિમવર્ષાના કારણે કેદારનાથમાં તાપમાન -11°C સુધી ઘટી ગયું. આ પહેલા જાન્યુઆરીમાં કેદારનાથ ધામમાં તાપમાન -16°C સુધી ઘટી ગયું હતું. આગામી 2 દિવસના હવામાનની સ્થિતિ 18 માર્ચ- છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના છે. રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરાખંડમાં વીજળીના કડાકા સાથે 40–50 કિમી/કલાકની ઝડપે તેજ પવનો સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. 19 માર્ચ- હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ થઈ શકે છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં કેટલીક જગ્યાએ 50–60 કિમી/કલાકની ઝડપે વાવાઝોડાનું એલર્ટ છે.
    Click here to Read More
    Previous Article
    ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો:ઇઝરાયલની તેહરાન પર એરસ્ટ્રાઇક; LPG અને ક્રૂડ ઓઇલ લઈને આજે ગુજરાત પહોંચશે બે જહાજ
    Next Article
    'મને ઢોર માર મારી પરાણે સહી કરાવી':ગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર લગાવ્યા માર માર્યાના આક્ષેપ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment