Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક જ વર્ષમાં 497 નવી અરજીઓમાંથી 249માં સફળ સમાધાન:ભાવનગરના મહિલા સહાયતા કેન્દ્રો પીડિત મહિલાઓ માટે બન્યા આત્મવિશ્વાસ, સુરક્ષા અને ન્યાયનું સશક્ત માધ્યમ

    3 days ago

    પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના ભાવનગર જિલ્લામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, ભાવનગર નવાપરા અને મહુવા ખાતે આવેલા મહિલા સહાયતા કેન્દ્રોમાં એક વર્ષ દરમિયાન કુલ 497 અરજીઓ મળી હતી, જેમાંથી સંવેદનશીલ કાઉન્સેલીંગ દ્વારા 249 કેસોનો સુખદ અંત આણી પીડિત મહિલાઓને ન્યાય અને નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે. બંને કેન્દ્રો પીડિત મહિલાઓ માટે વિશ્વાસ, સહારો અને ન્યાયનું સશક્ત માધ્યમ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર તથા ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે પીડિત મહિલાઓને ત્વરિત સહાયતા, માર્ગદર્શન અને સુરક્ષાત્મક આધાર ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન નવાપરા, ભાવનગર તેમજ મહુવા સીટી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્રો કાર્યરત છે. આ બંને કેન્દ્રો પીડિત મહિલાઓ માટે વિશ્વાસ, સહારો અને ન્યાયનું સશક્ત માધ્યમ બની રહ્યાં છે. 249 અરજીઓમાં સફળ સમાધાન કરવામાં આવ્યું એપ્રિલ-2025 થી માર્ચ-2026 દરમિયાન આ બંને કેન્દ્રોમાં કુલ 497 નવી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 249 અરજીઓમાં સફળ અને સુખદ સમાધાન કરવામાં આવ્યું છે, ઉપરાંત 68 અરજીઓને જરૂરી અનુસંધાને અન્ય વિભાગો તથા સંસ્થાઓમાં રીફર કરવામાં આવી છે, જ્યારે 120 અરજીઓ વિવિધ કારણોસર બંધ કરવામાં આવી છે. હાલ 60 અરજીઓમાં કાઉન્સેલીંગ પ્રક્રિયા કાર્યરત છે. મહિલા સહાયતા કેન્દ્ર ખાતે પીડિત મહિલાઓ પાસેથી અરજી સ્વીકારી તેમના તેમજ સામા પક્ષ સાથે વ્યક્તિગત અને જૂથ બેઠકો યોજી સંવેદનશીલ અભિગમ સાથે સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે છે. નારીવાદી અભિગમથી કાર્યરત આ કેન્દ્રોમાં પીડિતાની લાગણી, સુરક્ષા અને અપેક્ષાને કેન્દ્રસ્થાને રાખીને સમાધાન માટે પ્રયત્ન કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ કાયદાકીય માર્ગદર્શન તથા અન્ય સંસ્થાકીય સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમાજમાં મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા પ્રયાસ મહિલા સહાયતા કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને મહિલાઓને શારીરિક, માનસિક, ભાવનાત્મક તથા જાતીય હિંસા જેવા સંવેદનશીલ કેસોમાં કાઉન્સેલીંગ દ્વારા સહાયતા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પ્રિ-મેરેજ અને પોસ્ટ-મેરેજ કાઉન્સેલીંગ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આમ, ભાવનગર જિલ્લાના મહિલા સહાયતા કેન્દ્રો પીડિત મહિલાઓ માટે માત્ર સહાયતા કેન્દ્ર નહીં પરંતુ આત્મવિશ્વાસ, સુરક્ષા, ન્યાય અને નવી આશાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર બની સમાજમાં મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગીરના 3 સિંહના મોત, 35-40 સિંહો પર સંકટનો દાવો:સિંહપ્રેમીએ કહ્યું, "ભૂખથી લાચાર વનરાજ સડેલું માંસ ખાવા મજબૂર, પોતે તાજો શિકાર કરે તો લોકો ભગાડી દે છે"
    Next Article
    ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત, ઝડપી અને ડિજિટલ બનશે:રાજકોટ-વિરમગામ સેક્શનમાં અત્યાધુનિક MPLS રેલ સંચાર પ્રણાલી શરૂ, 35 રેલવે સ્ટેશનોને એકબીજા સાથે સીધા સંચાર નેટવર્કથી જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment