Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં દારૂની હેરાફેરી પકડાઈ:ઇકો કારના ચોરખાનામાંથી 493 વિદેશી દારૂની બોટલો જપ્ત, એક ઝડપાયો; બેની શોધખોળ

    15 hours ago

    મોરબી જિલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં એક શખ્સને ઝડપી પાડી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મચ્છુ-2 ડેમ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ બાતમી મુજબની ઇકો કાર (GJ 9 BJ 4437)ને કેનાલ પાસે રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકો કારમાં બનાવેલા ચોરખાનામાં સંતાડ્યો હતો દારૂ કારની તલાશી દરમિયાન પોલીસે પાછળના ભાગમાં તેમજ ગાડીની નીચે ખાસ બનાવેલા બે ગુપ્ત ચોરખાનાઓ શોધી કાઢ્યા હતા. આ ચોરખાનાઓમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 493 નાની બોટલો સંતાડીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે દારૂની બોટલો સહિત કાર અને અન્ય સામાન મળીને કુલ રૂ. 5.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલો આરોપી અગાઉના દારૂના ગુનામાં પણ ફરાર પોલીસે 33 વર્ષીય બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં પણ નાસતો ફરતો હતો. તેની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલનાર તરીકે પ્રવિણસિંહ ઝાલા અને જથ્થો મંગાવનાર તરીકે અરવિંદભાઈ દાદુભાઈ બાટીના નામ ખુલ્યા હતા. અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસની તજવીજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કારના ચાલક, દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ખારવા સમાજે ‘નવાના’ પર્વની ઉજવણી કરી:દરિયાઈ નવા વર્ષનું પરંપરાગત રીતે આયોજન કરાયું
    Next Article
    EU Report Raises Rights Concerns As Pakistan Reaps Billions In Trade Benefits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment