Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં 'મદદ'ના નામે 48 હજારની ઠગાઈ:ATM મશીન પર વૃદ્ધનું કાર્ડ બદલી ભેજાબાજે પેન્શનના પૈસા ઉપાડી લીધા

    1 day ago

    મહેસાણા શહેરમાં એટીએમ સેન્ટર પર મદદ કરવાના બહાને સિનિયર સિટીઝન સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એટીએમમાં પેન્શન ખાતાનું સ્ટેટમેન્ટ જોવા ગયેલા 75 વર્ષીય વૃદ્ધને વિશ્વાસમાં લઈ ભેજાબાજે પિન જાણી લીધો હતો અને બીજું કાર્ડ પકડાવી ખાતામાંથી કટકે-કટકે ₹48000 ઉપાડી લીધા હતા. આ મામલે ભોગ બનનાર વડીલે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 'લાવો દાદા, હું જોઈ આપું' કહી મદદ કરવાનો ડોળ કર્યો મહેસાણા શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા રોહિતવાસ ખાતે રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાંથી નિવૃત્ત થયેલા 75 વર્ષીય મૂળજીભાઈ મોતીભાઈ પરમાર ગત 20 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે આશરે 10.30 વાગ્યે માહિતી ભવન કચેરી નજીક આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટર ખાતે ગયા હતા. તેઓ પોતાના પેન્શન એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવવા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે સ્ટેટમેન્ટ નીકળતું નહોતું. તે સમયે પાછળ ઉભેલા એક અજાણ્યા શખ્સે "લાવો દાદા, હું તમને સ્ટેટમેન્ટ જોઈ આપું" કહીને મદદ કરવાનો ડોળ કર્યો હતો. તે શખ્સે કાર્ડ એટીએમ મશીનમાં નાખી મૂળજીભાઈ પાસે પિન નંબર ટાઈપ કરાવ્યો હતો. ત્યારબાદ "સ્ટેટમેન્ટ આવતું નથી" એવું બહાનું કાઢીને મૂળજીભાઈને અસલ કાર્ડને બદલે અન્ય વ્યક્તિનું કાર્ડ પકડાવી દીધું હતું. ખાતામાંથી પૈસા ઉપડ્યાના મેસેજ આવતાં ભાંડો ફૂટ્યો ગત 1 ઓક્ટોબર, 2026ના રોજ મૂળજીભાઈના મોબાઈલ પર ખાતામાંથી રોકડ રકમ ઉપડ્યાના મેસેજ આવ્યા હતા. આથી તેઓ તાત્કાલિક પોતાના પુત્ર કૌશિકભાઈ સાથે ગોપીનાળા પાસે આવેલી એસબીઆઈ શાખામાં દોડી ગયા હતા. બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, 1 ઓક્ટોબરના રોજ એટીએમ મારફતે કટકે-કટકે ₹23,000 ઉપાડી લેવાયા છે. શંકા જતાં મૂળજીભાઈએ પોતાના ખિસ્સામાં રહેલું ડેબિટ કાર્ડ તપાસતાં તે પોતાનું ન હોતાં 'મહોમદહમ્જા એચ. વહોરા' નામના અન્ય વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. કાર્ડ બદલ્યું તે જ દિવસે ₹25 હજાર ઉપાડી લીધા હતા બેંક સ્ટેટમેન્ટની વધુ ચકાસણી કરતાં સામે આવ્યું કે, જે દિવસે (20 સપ્ટેમ્બર, 2026) ગઠિયાએ કાર્ડ બદલ્યું હતું, તે જ દિવસે પણ તેણે કટકે-કટકે ₹25,000 ઉપાડી લીધા હતા. આમ, અજાણ્યા ગઠિયાએ વૃદ્ધનો વિશ્વાસ કેળવી, પિન નંબર જાણી લઈ કાર્ડ બદલીને કુલ ₹48,000ની રકમ ઉપાડી લઈને ગુનાહિત વિશ્વાસઘાત આચર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મૂળજીભાઈની ફરિયાદના આધારે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી, એટીએમ સેન્ટર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ROBOFEST અંતર્ગત 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું સમાપન:યુવાનોના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સના વિચારો ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે
    Next Article
    મુખ્ય માહિતી કમિશનરે અધિકારીઓને સમયસર માહિતી આપવા સૂચન કર્યું:ભુજમાં RTI સપ્તાહ ઉજવણીમાં કાયદાની જોગવાઈઓ સમજાવી, ભૂલો સુધારવા ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment