Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝનો ભારત સામે સૌથી મોટો વન-ડે સ્કોર:48 ઓવરમાં 7 વિકેટ પાડી શકી ટીમ ઈન્ડિયા; ત્રણ બેટર્સે સદી ફટકારી

    19 hours ago

    વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો વન-ડે સ્કોર બનાવી લીધો છે. ટીમે ગુવાહાટી ખાતે રમાઈ રહેલી બીજી વન-ડેમાં 48 ઓવરમાં 393/7 બનાવ્યા છે. આ પહેલાં ભારત સામે વેસ્ટ ઇન્ડીઝનો સૌથી મોટો સ્કોર 333 રન હતો, જે તેમણે 1983માં જમશેદપુરમાં બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જ્હોન કેમ્પબેલ (101), શાઈ હોપ (104) અને આમીર જંગુ (114)એ સદી ફટકારી છે. ભારત માટે ગરનૂર બરાર, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી છે, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 વિકેટ મળી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ફાસ્ટ બોલર આકિબ નબીએ આ મેચથી પોતાનું વન-ડે ડેબ્યૂ કર્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાના ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:જૂનાગઢના માળીયા હાટીના, કેશોદ અને વિસાવદર પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન: લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ.
    Next Article
    સસ્તી ટિકિટ શોધશે, હોટેલનો રૂમ પણ બુક કરશે ડોટ્સ:OpenAIએ નવો AI એજન્ટ લોન્ચ કર્યો; હાલમાં પેઇડ યુઝર્સને મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment