Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિપુરમાં વ્યક્તિનું કપાયેલું માથું પરત કરવાની માગ:સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ, 2 દિવસમાં 10 હત્યાઓ; બે જિલ્લાઓમાં કર્ફ્યૂ

    18 hours ago

    મણિપુરના કાંગપોકપી જિલ્લામાં 52 વર્ષીય અજિનબોઉ આરની હત્યા બાદ તેમનું કપાયેલું માથું પરત લાવવાની માગ ઊઠી છે. નાગા સંગઠન જોઈન્ટ ટ્રાઇબ્સ કાઉન્સિલ મણિપુરે કેન્દ્ર અને રાજ્ય સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સંગઠને કહ્યું છે કે માથું મળ્યા સુધી પોસ્ટમોર્ટમ થવા દેવામાં આવશે નહીં. અજિનબોઉની શનિવારે મકુઈ અશાંગ ગામમાં ઉગ્રવાદી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હથિયારબંધ લોકો વચ્ચે તેમનું કપાયેલું માથું દેખાયું હતું. માથા વિનાનો મૃતદેહ રવિવારે રાત્રે ઇમ્ફાલની જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં લાવવામાં આવ્યો હતો. મણિપુરમાં નાગા-કુકી હિંસામાં શુક્રવાર અને શનિવારે 10 લોકોનાં મોત થયાં. તણાવને કારણે કાંગપોકપી અને કામજોંગ જિલ્લાઓમાં 24 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો. બજારો બંધ રહ્યાં અને સીઆરપીએફ, આસામ રાઇફલ્સ, કોબ્રા બટાલિયન તથા મણિપુર પોલીસ કમાન્ડો તહેનાત કરવામાં આવ્યા. મહિલાની હત્યા બાદ હિંસા ભડકી તાજેતરની હિંસાની શરૂઆત શુક્રવારની રાત્રે કામજોંગ જિલ્લાના કુકી-બહુમતી ધરાવતા ચસાડ ગામમાં 22 વર્ષની મહિલાની ગોળી મારીને હત્યા બાદ થઈ. મહિલા પાંચ બાળકોની માતા હતી. ત્યાર બાદ કુકી અને નાગા સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો, જે શનિવારની સવાર સુધી ચાલુ રહ્યો. પોલીસના જણાવ્યા મુજબ, ચસાદ પોલીસ સ્ટેશન પાસે ગેરકાયદેસર બંકર બનાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહિલાઓએ બાંધકામ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. તેમાં 42 વર્ષની એક મહિલાનું મોત થયું. ત્યારબાદ આગચંપી અને ગોળીબારની ઘટનાઓ બની. શનિવારે તોફાનીઓએ ચસાદ પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો. નાગા અને કુકી સમુદાયોનાં 14 ઘરો પણ સળગાવી દેવામાં આવ્યાં. મૃતકોમાં 6 નાગા, 3 કુકી અને એક નેપાળીનો સમાવેશ થાય છે. ઉખરુલ જિલ્લામાં બનેલી એક અલગ ઘટનામાં, શંકાસ્પદ ઉગ્રવાદીઓના ગોળીબારમાં ચેપુ યાઓલેન નજીક 40 વર્ષીય સંદીપ રાયની હત્યા કરવામાં આવી. 17 દિવસમાં બે વખત બહારના ઉગ્રવાદીઓ આવ્યા સરહદી ગામના રહેવાસી ડેવિડ જૉન્સને જણાવ્યું, અમે ગઈકાલથી ઘરોમાં કેદ છીએ. બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત છે, તેમ છતાં આખી રાત ગોળીબાર થતો રહ્યો. સવારે પણ બફર ઝોનનાં ગામોમાં ગોળીબાર થયો. આટલી મોટી સંખ્યામાં દળો હોવા છતાં ઉગ્રવાદીઓ સરળતાથી આવીને વસાહતો સળગાવી રહ્યા છે. 24 સપ્ટેમ્બરે પિલોંગમાં તાંગખુલ નાગા સમુદાયના લોકોની હત્યાના મામલે કુકી નેશનલ આર્મી-બર્મા અને મ્યાનમારમાં સ્થિત પીડીએફ જૂથોનું નામ સામે આવ્યું છે. શનિવારે સરહદી સ્તંભ 102 પાસે ચસાડમાં કેએનએ-બીના ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા. 2021માં મ્યાનમારમાં થયેલા સૈન્ય કૂ બાદથી ઉગ્રવાદીઓ ભારતમાં ઘૂસીને હુમલા કરી રહ્યા છે. નાગા-કુકી સંઘર્ષ પહેલાં માત્ર ઉખરુલ જિલ્લા સુધી મર્યાદિત હતો, પરંતુ હવે તે કાંગપોકપી, સેનાપતિ, તામેંગલોંગ અને કામજૉંગ જિલ્લાઓ સુધી ફેલાઈ ગયો છે. આ વિસ્તારોમાં નાગા અને કુકી સમુદાયના લોકો સાથે રહે છે. જોકે, હવે બંને પક્ષો એકબીજા પર ઉગ્રવાદીઓને આશ્રય આપવા અને વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તોફાનીઓએ કુકી અને નાગા સમુદાયોના 14 ઘર સળગાવી દીધાં ઉપદ્રવીઓએ શનિવારે ચસાડ પોલીસ સ્ટેશનમાં પણ આગ લગાવવાનો પ્રયાસ કર્યો. કુકી અને નાગા સમુદાયોના 14 ઘરો સળગાવી દેવામાં આવ્યા. મૃતકોમાં 6 નાગા, 3 કુકી અને એક નેપાળીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચસાડ પોલીસ સ્ટેશન પાસે ગેરકાયદેસર બંકરોના નિર્માણની માહિતી મળ્યા બાદ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મહિલાઓએ બાંધકામ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં 42 વર્ષની એક મહિલાનું મોત થયું. ત્યારબાદ આગચંપી અને ગોળીબારની ઘટનાઓ બની. ફેબ્રુઆરીથી 10 ઓક્ટોબર સુધીની મુખ્ય ઘટનાઓ 7–11 ફેબ્રુઆરી: ઉખરુલમાં મામૂલી ઝઘડાથી હિંસા ફાટી નીકળી ઉખરુલ જિલ્લાના લિતાન વિસ્તારમાં 7 ફેબ્રુઆરીની રાત્રે બે તાંગખુલ નાગા અને બે કુકી યુવકો વચ્ચે ઝઘડો થયો. બીજા દિવસે એક કુકી પરિવારના ખાલી ઘરને આગ લગાવવામાં આવી. આરોપીઓને સોંપવાની માંગ બાદ તણાવ વધ્યો, પથ્થરમારો અને ગોળીબાર થયો. અનેક ઘરો સળગાવી દેવામાં આવ્યા અને વહીવટીતંત્રે કર્ફ્યૂ તથા ઇન્ટરનેટ પ્રતિબંધ જેવા પગલાં લીધાં. 24–25 એપ્રિલ: ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત ઉખરુલના સિનાકીથેલ અને મુલ્લમ ગામો નજીક ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાના અહેવાલ છે. તેમાં તાંગખુલ નાગા સમુદાયનો એક વ્યક્તિ પણ સામેલ હતો. આને કારણે બંને સમુદાયો વચ્ચે તણાવ વધુ વધ્યો. 7–8 મે: ઉખરુલ અને કામજૉંગનાં ગામો પર હુમલા અને આગજની ઉખરુલ અને કામજૉંગ જિલ્લાઓમાં ગોળીબાર તથા આગજનીની અનેક ઘટનાઓ બની. ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ભારત-મ્યાનમાર સરહદ નજીક તાંગખુલ નાગા સમુદાયનાં ત્રણ ગામોમાં 15 જેટલાં ઘરો પર હુમલા અને આગજનીની જાણ થઈ. ઑગસ્ટના અંતમાં: 7 લોકોનાં મોત હ્યુમન રાઇટ્સ વૉચ મુજબ, ઑગસ્ટના અંતિમ દિવસોમાં નાગા અને કુકી-જો સમુદાયો વચ્ચેની હિંસામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા. ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 34 હોવાનું જણાવાયું હતું. સપ્ટેમ્બર: હિંસાનો વ્યાપ વધ્યો સપ્ટેમ્બરના અંત સુધીના અહેવાલોમાં નાગા–કુકી સંઘર્ષમાં 50થી વધુ લોકોનાં મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હિંસાને કારણે બંને સમુદાયો વચ્ચે બદલો લેવાની કાર્યવાહીનો સિલસિલો અને સુરક્ષા વ્યવસ્થાની મુશ્કેલી વધી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ:CJPએ કહ્યું- પ્રદર્શનની મંજૂરી નહીં મળે તો ફરી આંદોલન કરીશું; દીપકેએ કહ્યું- કસ્ટડીનો અધૂરો વીડિયો બતાવ્યો
    Next Article
    મહારાષ્ટ્ર PSC પેપર લીકની તપાસ માટે સમિતિ રચાઈ:તુકારામ મુંઢે સચિવ નિયુક્ત; ચેરમેન રજા પર ગયા, 10 દિવસ બાદ ઉમેદવારોનું પ્રદર્શન સમાપ્ત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment