Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં ગામડાં ખાલી કરાવાયા:સેનાએ લોકોને સુરક્ષિત જગ્યાએ જવા કહ્યું; અત્યાર સુધીમાં 478નાં મોત, 1500થી વધુ ગુમ

    5 days ago

    નેપાળ-તિબેટ સરહદ નજીક બનેલું વધુ એક તળાવ ફાટી ગયું છે. આ તળાવ ચોચેન નદી અને પુરેપુ ત્સંગપો નદીના સંગમ નજીક બન્યું હતું. ચીને આ તળાવ ફાટવાની આશંકા એક દિવસ પહેલા જ વ્યક્ત કરી હતી. તળાવ ફાટ્યા બાદ પાણીનું સ્તર વધવા લાગ્યું છે. જોખમને કારણે રસુવા જિલ્લામાં રેસ્ક્યૂ ઓપરેશન 90 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું છે. નદીના માર્ગમાં આવતા ગામડા ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકો અને સુરક્ષાકર્મીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન ચીને પણ તિબેટમાં રાહત અને બચાવ કામગીરી રોકી દીધી છે અને લેવલ-4 એલર્ટ જાહેર કર્યું છે. ફરીથી પૂર આવવાના જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનને કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 478 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં લગભગ 290 ભારતીયો પણ સામેલ છે. તબાહીના આંકડા નેપાળમાં તિબેટમાં નેપાળમાં ભૂકંપ સંબંધિત 3 તસવીરો પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડી રહ્યા- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 14 July 2026 | Delhi-NCR Rain Alert | Hormuz Attack | Indian Sailor
    Next Article
    જામનગર જેલમાં 560 કેદીઓને બહેનોએ રાખડી બાંધી:જેલ પ્રશાસને વિશેષ વ્યવસ્થા કરી, લાગણીસભર માહોલમાં રક્ષાબંધનની ઉજવણી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment