Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    47.74 કરોડનું આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્ક ઝડપાયું:B.Sc. પાસ 22 વર્ષીય યુવાન સાયબર ઠગ ગેંગનો 'કેશ કલેક્ટર' નીકળ્યો, કાઉન્ટિંગ મશીન, 40 સીમકાર્ડ, 18.50 લાખની રોકડ જપ્ત

    2 days ago

    સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે ખાતાઓના ઉપયોગથી કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતી હતી. પોલીસે આ મામલે ડિંડોલી વિસ્તારમાંથી એક 22 વર્ષીય B.Sc. પાસ યુવાનની ધરપકડ કરી છે, જે આ સમગ્ર કૌભાંડમાં મહત્ત્વની કડી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ ગેંગ દ્વારા દેશભરમાં આશરે 47.74 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. ગેરકાયદે બેંક એકાઉન્ટ ખોલી ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેતા સુરત સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, ભાવેશ શિંદે અને હરીશ ચૌધરી નામના શખસો પોતાના સાગરીતો સાથે મળીને એક મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ગેંગ ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવતી હતી. એકાઉન્ટ ખુલ્યા બાદ, તેની ઇન્સ્ટન્ટ કિટ્સ અને સીમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. આ કિટ્સ અને સીમકાર્ડ સીધા દુબઈ મોકલવામાં આવતા હતા, જ્યાંથી સાયબર ગુનેગારો ઓનલાઇન છેતરપિંડીના નાણાં ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. પકડાયેલો આરોપી ગેંગમાં 'કેશ કલેક્ટર' તરીકે કામ કરતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી ભાવેશ મનોજભાઈ શિંદે (ઉ.વ. 22) જે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને B.Sc. સુધીનો અભ્યાસ કરી રહ્યો છે, તે આ ગેંગમાં 'કેશ કલેક્ટર' તરીકે કામ કરતો હતો. જ્યારે સાયબર ફ્રોડના નાણાં ભારતીય ખાતાઓમાં જમા થતા, ત્યારે અલગ-અલગ લોકો દ્વારા તે રકમ ATM કાર્ડથી વિડ્રો કરવામાં આવતી હતી. ભાવેશનું કામ આ તમામ રકમ એકત્રિત કરી મુખ્ય સૂત્રધાર હરીશ ચૌધરી સુધી પહોંચાડવાનું હતું. કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સીમકાર્ડ પણ જપ્ત કરાયા ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, બાતમીના આધારે પોલીસે ડિંડોલીના કૈલાસ પેલેસમાં રહેતા ભાવેશ શિંદેના ઘરે રેડ કરી હતી. ત્યારબાદ ફરાર આરોપી હરીશ ચૌધરીના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને હરીશના ઘરેથી 18.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત, ગુનામાં વપરાતા 9 મોબાઈલ ફોન, કેશ કાઉન્ટિંગ મશીન અને 40 જેટલા સીમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. 35 બેંક ખાતાઓમાં 47 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન પોલીસને તપાસ દરમિયાન 35 જેટલા એવા બેંક એકાઉન્ટની માહિતી મળી છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, NCCRP (National Cyber Crime Reporting Portal) પર આ 35 ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 47 કરોડ 74 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. આ આંકડો હજુ પણ તપાસમાં વધી શકે તેવી શક્યતા છે. બે ફરાર મુખ્ય આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ કેસમાં હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી નામના બે મુખ્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ડીસીપી જૈને વધુમાં ઉમેર્યું હતું કે, આ બંને આરોપીઓ અગાઉ 4 વર્ષ પહેલાં ED દ્વારા નોંધાયેલા એક મોટા ગેમિંગ કૌભાંડમાં પણ સામેલ હતા. તેમનો ગુનાહિત ઇતિહાસ જોતા આ એક વ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ હોવાનું જણાય છે. હાલમાં પોલીસ આ બંને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં DC vs MI:મુંબઈની બીજી વિકેટ પડી, મુકેશે રિકેલ્ટન પછી તિલકને આઉટ કર્યો
    Next Article
    કોંગ્રેસે પક્ષપલટો રોકવા સંભવિત ઉમેદવારો પાસે 'બાંહેધરી પત્રક' ભરાવ્યા:પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment