Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાપુરની ચિપ ડિઝાઇન કંપનીની ઓફિસમાંથી 47 લેપટોપ ચોરાયા:ગરબા રમવા જતાં ખુલ્લો દરવાજો જોઈ ચોરે તક ઝડપી; સર્વર રૂમમાં જઈ CCTVની સ્વિચ બંધ કરી ચોરી કરી

    8 hours ago

    અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક જાણીતી ચિપ ડિઝાઇન કંપનીની ઓફિસમાંથી ₹15 લાખની કિંમતના 47 લેપટોપની સરેઆમ ચોરી થતાં આઇટી ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે. કંપની દ્વારા આયોજિત નવરાત્રિના ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે સમગ્ર સ્ટાફ ઓફિસમાંથી બહાર નીકળ્યો હતો, તે દરમિયાન અજાણતા ઓફિસનો મુખ્ય દરવાજો લોક કર્યા વિના ખુલ્લો રહી જતાં ચોરે આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો હતો. સર્વર રૂમમાં જઈ સીસીટીવી કેમેરા બંધ કર્યા વસ્ત્રાપુર આઇટીસી નર્મદા હોટલ પાસે આવેલા ‘ધ ફર્સ્ટ’ બિલ્ડીંગમાં આવેલી આ ચિપ ડિઝાઇન કંપનીમાં આશરે 55 કર્મચારીઓ ફરજ બજાવે છે. ગત તા. 13 ઓક્ટોબરની રાત્રે આયોજિત ગરબામાં સ્ટાફ ગયા બાદ એક અજાણ્યો શખસ ઓફિસમાં ઘૂસ્યો હતો. ચોરે પહેલા સર્વર રૂમમાં જઈને સીસીટીવી કેમેરાની મુખ્ય સ્વિચ બંધ કરી દીધી હતી અને ત્યારબાદ અલગ-અલગ કંપનીના 47 જેટલા મોંઘા લેપટોપ ચોરીને ફરાર થઈ ગયો હતો. ગરબા રમીને પરત ફરેલા કર્મચારી ચોંકી ઉઠ્યો ગરબા પૂરા થયા બાદ કપડાં લેવા માટે જ્યારે એક કર્મચારી ઓફિસે પરત ફર્યો ત્યારે ટેબલ પર રાખેલા લેપટોપ ગાયબ જોઈને ચોંકી ઉઠ્યો હતો. તેમણે તાત્કાલિક કંપનીના જવાબદાર હોદ્દેદારોને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ ચકાસતાં અજાણ્યા શખસની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી, જેણે અંદર ઘૂસીને ચાલાકીપૂર્વક કેમેરાની સ્વિચ બંધ કરી દીધી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી કંપનીમાં રાખવામાં આવેલા ₹15 લાખની મતાના 47 લેપટોપ ગાયબ હોવાની ખાતરી થતાં જ કંપની સંચાલકો દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકે સત્તાવાર જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને બિલ્ડીંગના અન્ય સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તસ્કરને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બી. ડી. સાર્વજનિક વિદ્યાલયે બાસ્કેટબોલ, કુસ્તી અને વિજ્ઞાનમેળામાં મેડલ જીત્યા:રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય સ્થાન મેળવી પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું
    Next Article
    સુરતમાં રાજરંગ નવરાત્રિમાં દેવાયત ખવડે જમાવ્યો રંગ, ડ્રોન વીડિયો:કહ્યું-જ્ઞાતિના વાડા ભૂલી હિન્દુ બનવાની જરૂર, તો કોઈ ભારત સામે મીટ નહીં માંડી શકે; બધા ગાવા માંડશું તો...

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment