Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    47 લાખના ડમી ચેક ફ્રોડનો વોન્ટેડ આરોપી 9 વર્ષે ઝડપાયો:પોતાના હિસ્સાના 16 લાખ લઈને ભાગતો હતો ને સુરત પોલીસે પકડ્યો, અગાઉ 7 આરોપીઓની ધરપકડ

    10 hours ago

    સુરત શહેર પોલીસના ઝોન-3 એલ.સી.બી. શાખાએ એક મોટી સફળતા મેળવી છે. વર્ષ 2017માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 47.50 લાખ રૂપિયાના બેંક ફ્રોડના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે અમર માછીને પોલીસે બાતમીના આધારે કોસંબાથી દબોચી લીધો છે. આ આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરન્ટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ચૂંટણીને પગલે ખાસ ડ્રાઈવમાં આરોપી આબાદ ઝડપાયો રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધીની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર અનુપમ ગહલૌત અને નાયબ પોલીસ કમિશ્નર રાઘવ જૈનની સૂચનાથી એલ.સી.બી. ઝોન-3ની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું હતું કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી જીતેન્દ્ર માછી કોસંબાના તરસાડી વિસ્તારમાં છુપાયેલો છે. શું હતો સમગ્ર મામલો? વર્ષ 2017માં મહિધરપુરાની બેંક ઓફ ઈન્ડિયા શાખામાં એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં સહઆરોપીઓએ બેંક ઓફ ઈન્ડિયાની દિલ્હી સ્થિત સાકેત બ્રાન્ચનો ડમી ચેક બનાવ્યો હતો. આ ડમી ચેક દ્વારા 47.50 લાખ રૂપિયાની રકમ મેળવી લેવામાં આવી હતી. જેમાંથી 37 લાખ રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં RTGS મારફતે ટ્રાન્સફર કરીને રોકડમાં ઉપાડી લેવાયા હતા. હિસ્સામાં મળેલા 16 લાખ લઈ 9 વર્ષથી ફરાર હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ છેતરપિંડીના નાણાંમાંથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર માછીએ પોતાના હિસ્સા પેટે 16 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ ગુનામાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ જીતેન્દ્ર પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 9 વર્ષથી સતત નાસતો ફરતો હતો. તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરન્ટ પણ નીકળ્યું હોવા છતાં તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. પોલીસની ટીમનું સફળ ઓપરેશન ઝોન-03 LCBના પી.એસ.આઈ. એમ.જી. ભાદરકાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકર, ભરતભાઈ અને પ્રદિપકુમારની ટીમે ચોક્કસ બાતમીના આધારે તરસાડીથી આરોપીને પકડી પાડ્યો હતો. હાલમાં આ આરોપીનો કબજો મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી મહાનગરપાલિકાની ચૂંટણી 2026:13 વોર્ડની 52 બેઠક પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા; જુઓ ફોટો સાથેની સંપૂર્ણ યાદી
    Next Article
    જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો:ઉપવાસ પર ઉતરેલા વાલીઓ વિશે ટિપ્પણી કરી હતી કે, આ લોકો પટેલ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment