Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં નગર નિગમે 47 જર્જરિત ઈમારતો ધરાશાયી કરી:282 સીલ કરાઈ; 5 દિવસ પહેલા ઈમારત ધરાશાયી થતાં 5 લોકોનાં મોત થયાં હતાં

    23 hours ago

    દિલ્હી નગર નિગમ (એમસીડી)એ રાજધાનીમાં ગેરકાયદેસર બાંધકામો અને જર્જરિત ઇમારતો વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. સીએમ રેખા ગુપ્તાના જણાવ્યા અનુસાર, 6 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર દરમિયાન તમામ 12 ઝોનમાં 1,046 મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન 282 મિલકતોને સીલ કરવામાં આવી અને 47 જર્જરિત ઇમારતોને તોડી પાડવામાં આવી. સીએમએ નિગમને સૂચના આપી છે કે ગેરકાયદેસર ઇમારતો વિરુદ્ધ કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે અને તેની ગતિ વધારવામાં આવે. હકીકતમાં, 7 ઑક્ટોબરે ન્યૂ સીમાપુરી વિસ્તારમાં ઈદગાહ માછલી મંડી પાસે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા હતા. અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. અકસ્મત સાથે જોડાયેલી 3 તસવીરો… ડુસિબે અન્ય ત્રણ મકાનોને નોટિસ ફટકારી સીમાપુરીમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ સંબંધિત એજન્સીઓએ એક અસુરક્ષિત ઇમારતને તોડી પાડી। દિલ્હી શહેરી આશ્રય સુધાર બોર્ડ (ડુસિબ)એ અન્ય ત્રણ મકાનોને નોટિસ ફટકારી છે. તમામ 12 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી. તેમાં નરેલામાં 62, રોહિણીમાં 158, સિવિલ લાઇન્સમાં 63, કેશવપુરમમાં 61, સિટી એસપી ઝોનમાં 87, કરોલ બાગમાં 85, શાહદરા સાઉથમાં 87, શાહદરા નોર્થમાં 115, વેસ્ટ ઝોનમાં 87, નજફગઢમાં 45, સેન્ટ્રલ ઝોનમાં 75 અને સાઉથ ઝોનમાં 121 મિલકતો સામે ધ્વંસની કાર્યવાહી કરવામાં આવી. આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું MCD મુજબ, ઈમારત દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવમેન્ટ બોર્ડ (DUSIB)ની આશરે 25 વર્ગ ગજ જમીન પર બનાવવામાં આવી હતી અને તે 20-25 વર્ષ જૂની હતી. અધિકારીઓએ તેને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારત ગણાવી હતી, જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમાં 5 માળ હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાં આસપાસની બે ઈમારતોને પણ નુકસાન થયું. નજીક આવેલી ઈદગાહની બાઉન્ડરી વોલને નુકસાન થયું. વીજળીનો થાંભલો તૂટી જતાં અને વાયરોને નુકસાન પહોંચ્યા બાદ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. 3 વર્ષમાં દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની 1133 ઘટનાઓ 2022થી 2025 સુધી એટલે કે 3 વર્ષમાં દિલ્હીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાના 1133 કેસ સામે આવ્યા છે. આ ઘટનાઓમાં 98 લોકોનાં મોત થયા છે.
    Click here to Read More
    Previous Article
    આજે 2026ના ઇકોનોમિક્સ નોબેલની જાહેરાત:ભારતીય મૂળના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટીનું નામ પણ ચર્ચામાં; ગરીબીમાંથી બહાર આવવાની તકો વિશે જણાવ્યું
    Next Article
    દેશમાં પહેલીવાર ઇલેક્ટ્રિક વાહનમાંથી વીજળી સપ્લાય થશે:IIT બોમ્બેએ બનાવી, કેરળમમાં શરૂઆત; તેનાથી વીજળીના બિલમાં 30%નો ઘટાડો થયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment