Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગુનાખોરી પર સકંજો:કતારગામમાં 4.66 લાખના હીરાના પાર્સલની લૂંટનો ભેદ ઉકેલાયો, રાંદેરના મોબાઈલ સ્નેચીંગ કેસમાં રીઢો આરોપી ઝડપાયો

    9 hours ago

    સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે અલગ-અલગ ગુનાઓમાં સપાટો બોલાવી ગુનાખોરી સામે લાલ આંખ કરી છે. કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલા મહંત એમ્પાયર બિલ્ડિંગમાં કાર્યરત 'એસ.જી. ડાયમંડ' નામની કંપનીમાંથી નેચરલ રફ હીરા પોલિશિંગ માટે વરાછા રોડ સ્થિત કારખાનામાં મોકલવાના હતા. કંપનીનો જ કારીગર વિજય રમેશભાઈ રાઠોડ સવા દસેક વાગ્યે ₹4,66,900ની કિંમતના 280 નંગ પોલિશ્ડ હીરા (વજન 20.30 કેરેટ) ભરેલી બેગ લઈને નીકળ્યો હતો. દરમિયાન મહંત એમ્પાયર બિલ્ડિંગ સામે મોઢે રૂમાલ બાંધી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેની પાસેથી હીરાની બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાનું નાટક સામે આવ્યું હતું. દિવાળીના ખર્ચા કાઢવા મિત્ર સાથે કાવતરું રચ્યું ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી ફરિયાદી કારીગર વિજય રાઠોડ (ઉં.વ. ૨૧, રહે. માતૃશક્તિ સોસાયટી, પુણાગામ, મૂળ રહે. સાવરકુંડલા, અમરેલી)ની કડક પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. વિજયે કબૂલાત કરી હતી કે દિવાળીના તહેવારમાં પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે તેણે અગાઉ તેની સાથે જ હીરાના કારખાનામાં નોકરી કરતા મિત્ર કિશન રઘુભાઈ પાળદીયા સાથે મળીને લૂંટનું પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ વિજયે હીરા લઈને નીકળતાં જ કિશનને ફોન કર્યો હતો અને કિશને સાગરિત સાથે મળી બેગ ઝૂંટવી લીધી હતી. પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી કતારગામ પોલીસને સોંપ્યો છે. રાંદેરમાં સવારે મેસેજ જોતા યુવકનો ₹51 હજારનો આઈફોન લૂંટાયો હતો બીજા બનાવમાં, રાંદેર પોલીસ મથક હદ વિસ્તારમાં બનેલા મોબાઇલ સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં અમરોલી પોલીસને સફળતા મળી છે. ગત 1 ઓક્ટોબરના રોજ સવારે સાડા સાત વાગ્યાના સુમારે મોરાભાગળ ચાર રસ્તા તરફ સાયકલ પર જઈ રહેલા ફરિયાદી કૌશલ પટેલ રોડની સાઇડે ઊભા રહીને પોતાના ફોનમાં મેસેજ જોઈ રહ્યા હતા. તે સમયે બાઇક પર ધસી આવેલા સાહિલ અયાઝ શેખ અને આફતાબ મોહમ્મદ રફીક મિસ્ત્રીએ તેમના હાથમાંથી ₹51,000ની કિંમતનો નવોનક્કોર 'આઇફોન-16' આંચકી લીધો હતો અને પૂરઝડપે ફરાર થઈ ગયા હતા. અમરોલી સાયણ રોડ પરથી રીઢો ગુનેગાર સાહિલ શેખ દબોચાયો સ્નેચિંગની ઘટના બાદ અમરોલી પોલીસની ટીમે બાતમીના આધારે સાયણ રોડ પર આવેલી લાખાબાવાની દરગાહ પાસેથી વોચ ગોઠવી આરોપી 19 વર્ષીય સાહિલ અયાઝ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો સાહિલ રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ કતારગામ, લાલગેટ તથા અમરોલી પોલીસ મથકમાં મારામારી, ચોરી અને લૂંટ જેવા સંખ્યાબંધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે તેની ધરપકડ કરી સાગરિતો તથા મુદ્દામાલ અંગે આગળની પૂછપરછ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુ બન્યું:3 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાશે; એક અઠવાડિયામાં બીજું ચક્રવાત, ઓડિશાના બે જિલ્લામાં પૂર
    Next Article
    Man Sends Son Out, Stabs Wife To Death, Then Washes Knife To Hide Evidence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment