Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના હેરાફેરીના કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ક્રેટા કારમાંથી 4.60 લાખ રૂપિયાના દારૂ સાથે પકડાયો હતો, બંને આરોપી બે દિવસના રિમાન્ડ પર

    1 day ago

    ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલ માટે પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનની ટીમે ફાજલપુર ટોલનાકા પાસેથી લાલ રંગની ક્રેટા કારમાંથી અંદાજે 4.60 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બે ઇસમોમાં એક ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય વિક્રમભાઈ ચુડાસમા હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસે હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમાને સસ્પેન્ડ કર્યો છે અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોવાથી નંદેસરી પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરત તરફથી આવી ફાજલપુર ટોલનાકા પરથી બહાર નીકળી રહેલી લાલ રંગની ક્રેટા કાર નંબર પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના થેલાઓમાં પેક કરેલો વિદેશી દારૂનો કુલ 2112 ક્વાર્ટરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થાની અંદાજિત કિંમત 4.60 લાખ રૂપિયા છે. પોલીસે કારમાં સવાર બંને ઇસમોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન કારચાલક સંજય વિક્રમભાઈ ચુડાસમા ગોધરાના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવતા પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમાએ વિદેશી દારૂનો જથ્થો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા જલારામનગરમાં રહેતા સલીમ અહેમદ પાસેથી મેળવ્યો હતો. ત્યારબાદ આ દારૂના જથ્થાનું વેચાણ તેના ભાગીદાર બુટલેગર મિત્ર વિક્રમ વલ્લભ ઢાપા દ્વારા કરવામાં આવતું હતું. સમગ્ર હેરાફેરીમાં હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમાની પણ ભાગીદારી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી. જાડેજાની આગેવાની હેઠળની ટીમે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે બંને આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ તથા સમગ્ર નેટવર્ક અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની જ વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ થતાં વડોદરા વેસ્ટર્ન રેલવે પોલીસથી લઈને ગોધરા રેલવે પોલીસ તંત્રમાં પણ ભારે ચકચાર મચી છે અને આરોપી હેડ કોસ્ટેબલ સંજય ચુડાસમાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના મ્યુનિ. કમિશનર સિંગાપોર જશે:શહેરના વિકાસમાં અધ્યયન ટેક્નોલોજીના ઉપયોગ અંગે નવેમ્બરમાં ખાસ તાલીમ કાર્યક્રમ
    Next Article
    નવસારીમાં કોંગ્રેસની મૌન રેલી યોજાઈ:મહાપુરુષોની પ્રતિમાની ઉપેક્ષા અને ખડગેના અપમાનનો વિરોધ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment