Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 46 : હોમ લોન પર પ્રીપેમેન્ટ ચાર્જિસ – RBIના નવા નિયમો અને સંપૂર્ણ માર્ગદર્શન

    6 hours ago

    છેલ્લા લેખમાં, દિવાળી અને શેરબજારની તેજી - દિવાળીના પર્વ સાથે બજારમાં સકારાત્મકતાનો સંદેશ વિશે વિસ્તૃત માહિતી આપી. આજે, હોમ લોન પર પ્રીપેમેન્ટ ચાર્જિસ વિશે સમજીશું. હોમ લોન લેતી વખતે એક મહત્વનો પ્રશ્ન હોય છે કે, જો આપણે લોનની મુદત પૂરી થાય તે પહેલાં વધારાની રકમ ચૂકવીએ અથવા આખી લોન બંધ કરીએ, તો બેંક કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકે છે કે નહીં? ચાલો, સરળ ગુજરાતી ભાષામાં સમજીએ… 1. પ્રીપેમેન્ટ એટલે શું? હોમ લોનની નક્કી કરેલી EMI ઉપરાંત જ્યારે તમે વધારાની રકમ ચૂકવીને લોનનું બાકી મૂળધન (Outstanding Principal) ઘટાડો છો, તેને પાર્ટ પેમેન્ટ/ પાર્શિયલ પ્રીપેમેન્ટ કહેવામાં આવે છે. જો તમે બાકી રહેલી સંપૂર્ણ લોન એકસાથે ચૂકવીને લોન બંધ કરો, તો તેને ફુલ પ્રીપેમેન્ટ / ફોરક્લોઝર કહેવામાં આવે છે. 2. હોમ લોન પર પ્રીપેમેન્ટ ચાર્જિસ ક્યારે લાગુ પડે? ભારતમાં RBIના નિયમો મુજબ સામાન્ય રીતે નીચેની બાબતો મહત્વપૂર્ણ છે: 3. RBIના નવા નિયમો – 1 જાન્યુઆરી 2026થી ગ્રાહકો માટે મહત્વપૂર્ણ : RBIએ 2 જુલાઈ 2025ના રોજ નવા Pre-payment Charges Directions, 2025 જાહેર કર્યા છે. આ નિયમો મુજબ 1 જાન્યુઆરી 2026થી મંજૂર અથવા રિન્યુ થયેલી લોન માટે: નોંધ: આ નિયમો બેંકો, કો-ઓપરેટિવ બેંકો અને NBFC સહિત RBI દ્વારા આવરી લેવાયેલી સંસ્થાઓને લાગુ પડે છે. ખાસ નોંધ: વ્યક્તિગત હેતુની ફ્લોટિંગ રેટ હોમ લોન પર અગાઉના RBI નિયમો હેઠળ પણ બેંકોને પ્રીપેમેન્ટ પેનલ્ટી વસૂલવાની મનાઈ હતી. 4. પ્રીપેમેન્ટ કરવાથી શું ફાયદો થાય? ધારો કે, તમારી હોમ લોનની વિગતો નીચે મુજબ છે: જો તમે દર વર્ષે ₹2 લાખનું વધારાનું પ્રીપેમેન્ટ કરો, તો લોનની મુદત અને કુલ વ્યાજમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ માત્ર ઉદાહરણ છે. વાસ્તવિક બચત પ્રીપેમેન્ટના સમય અને બેંકની ગણતરી પર આધારિત રહેશે. 5. હોમ લોન બંધ કરતાં પહેલાં આ 5 બાબતો તપાસો 6. ગ્રાહકો માટે ખાસ સંદેશ હોમ લોન વહેલી પૂરી કરવી એ માત્ર દેવું ઘટાડવું નથી, પરંતુ તમારા ભવિષ્યના વ્યાજના બોજને ઘટાડવાની એક સમજદારીભરી નાણાકીય યોજના છે. પરંતુ દરેક વધારાની બચત હોમ લોનમાં જ વાપરવી યોગ્ય નથી. ઇમરજન્સી ફંડ, વીમા અને લાંબા ગાળાના રોકાણને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. વિજય ગાંધી, ઓનર, બિઝનેસ ટેક્સપર્ટ્સ ફિન્સર્વ, ઇન્ટર જનરેશનલ પ્લાનર એન્ડ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ઇનોવેટર, M - 9898999551, vijay@businesstaxperts.com
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયાની નજર કિવીઝ પર મોટી લીડ લેવા પર રહેશે:કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ભારતની ઇનિંગને આગળ વધારશે; પહેલી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ
    Next Article
    Anthropic Falls Over 9% Day After Record IPO

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment