Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકરોલ અને દાણીલીમડાના કરુણા મંદિરમાં શહેરનું પ્રથમ ઝીરો વેસ્ટ કેમ્પસ:પશુઓનાં છાણમાંથી 46 કિલો બાયોગેસ અને 35 યુનિટ વીજળીનું ઉત્પાદન

    1 सप्ताह पहले

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD)એ શહેરનાં રસ્તાઓ પર રખડતા પશુઓને પકડી બાકરોલ અને દાણીલીમડાના કરુણા મંદિર(ઢોરવાડા) ખાતે રાખ્યા છે. કરુણા મંદિર ખાતે એક ટનની ક્ષમતાનાં બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં રોજ અંદાજે 46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસની સાથે સાથે 35 યુનિટ રોજ વીજળીનું ઉત્પાદન થાય છે. ગૌશાળામાં રિડ્યુ, રિયુઝ, રિસાયકલનાં વિચાર સાથે છાણનો ઉપયોગ કરી કરી શહેરનું પ્રથમ ઝીરો વેસ્ટ કેમ્પસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરુણા મંદિરમાં બનાવવામાં આવ્યું છે. જ્યાં તમામ બાયોડિગ્રેડેબલ તમામ કચરાનું સો ટકા પ્રોસેસિંગ થાય છે. 2800 કિલો છાણ અને બાયોગેસની સાથે સાથે વીજળી ઉત્પન્ન થાય સરખેજમાં બાકરોલ ખાતે આવેલું કરુણા મંદિર 50,000 ચોરસ મીટરમાં ફેલાયેલુ છે અને અહીં 750 જેટલા પશુઓ રાખવામાં આવ્યા છે. આ પશુઓ થકી રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે. આ છાણમાંથી બાયોગેસ અને વીજળી ઉત્પન્ન કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા બાયોગેસની સાથે સાથે વીજળી પણ ઉત્પન્ન થાય છે. 27 એલપીજી સિલિન્ડરની જરૂરિયાત નથી પડતી અમદાવાદ મહાનગરપાલિકાનાં કેટલ ન્યસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD)નાં વડા નરેશ રાજપુતે જણાવ્યું કે, બાકરોલમાં ઉત્પન્ન થતા બાયોગેસનો ઉપયોગ અહીંનાં રસોડામાં રસોઇ બનાવવામાં થાય છે. આ કેમ્પસમાં 32 જેટલા કામદારો રહે છે. આ પરિવારોની રસોઇ પણ આ બાયોગેસ પર જ બને છે, છાણમાંથી ઉત્પન્ન થતા બાયોગેસને કારણે પહેલા મહિને સરેરાશ 27 એલપીજી સિલિન્ડરની જરૂર પડતી હતી. તે સાવ બંધ થઇ ગઇ અને મહિને 10,350 રૂપિયાની વીજ બચત થાય છે. છાણમાંથી વિવિધ પ્રકારની સ્ટીક બનાવી મફતમાં વહેંચવમાં આવે છે બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો મહાનગરપાલિકા દ્વારા ખાતરનો પ્લાન્ટેશનમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, અહીં છાણમાંથી વિવિધ પ્રકારની સ્ટીક બનાવી મંદિરોને વૈદિક હોળી ઉજવવા, હોમ હવન, રામરોટી માટે મફતમાં વહેંચવામાં આવે છે. જેનાથી 13 કામદારોને રોજગારી મળે છે. બાકરોલની સાથે સાથે દાણલીમડા ખાતે પણ 350 જેટલી ગાયો છે અને રોજ 1700 કિલો છાણ મળે છે. અહીં પણ એક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જ્યાં બાયોગેસની સાથે સાથે વીજળી પણ ઉત્પન્ન પેદા થાય છે. શાકમાર્કેટમાં વધેલા શાકનો પણ બાયોગેસથી ઉર્જા પેદા કરવા માટે ઉપયોગમાં લેવાશે આગામી સમયમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે છાણની સાથે સાથે શહેરનાં નજીકના શાકમાર્કેટમાં વધેલા શાકનો પણ બાયોગેસ દ્વારા ઉર્જા પેદા કરવા માટે ઉપયોગમાં લેવાશે તેવું આયોજન છે. બાકરોલ કરુણા મંદિર ખાતે રોજ 1000થી વધારે રોટલી ગાયો તથા કૂતરાઓ માટે બનાવવામાં આવે છે અને એ તમામ રસોઇ બાયોગસ પર જ બને છે. કરુણા મંદિરમાં આવતા દાતાઓ રોટલી સાથે ગોળ ભેળવી ગાયોને આપે છે અને આ પુણ્યકાર્યમાં દાન પણ આપે છે. તથા ગૌસેવા માટે દાન આપે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાસે કારમાંથી 2.71 લાખનો દારૂ ઝડપાયો:LCB એ બેને ઝડપી લીધા, ચાર સામે ગુનો નોંધ્યો
    Next Article
    Monsoon Forecast Update News | કેરળમાં ક્યારે ચોમાસાની એન્ટ્રી ? | Monsoon 2026 | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment