Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્સલની ઓફિસમાંથી ચોરી કરતો ડીલેવરી બોય ઝડપાયો:ભાવનગર રોડ પર રૂ.4.56 લાખની ચાંદીના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો; યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

    1 day ago

    રાજકોટના ભાવનગર રોડ પર પાર્સલની ઓફિસમાંથી રૂ.4.56 લાખની ચાંદીના પાર્સલની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રણછોડનગરમાં સોમાની લોજિક્સ એન્ડ પાર્સલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાંથી થયેલી ચોરીના મામલામાં પોલીસે ડીલેવરી બોયને પકડી પાડ્યો છે. જ્યારે અન્ય બનાવમાં લાખના બંગલા પાસે રહેતા 39 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડીલેવરી બોય પાસેથી 50 ટકા મુદ્દામાલ જ કબજે થયો રાજકોટ શહેરના ભાવનગર રોડ પર રણછોડનગરમાં સોમાની લોજિક્સ એન્ડ પાર્સલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના વેપારી નારાયણ સુશીલકુમાર સોમાનીએ પોતાની પાર્સલની દુકાનમાંથી રૂ.4,56,738ની ચાંદીનું પાર્સલ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના અને અહીં ડીલેવરી બોય તરીકે નોકરી કરતા 21 વર્ષીય અનિલ પ્રકાશભાઈ શર્માની પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી રૂ.2,71,350 ની ચાંદી કબજે કરી છે. જે ચાંદી બંસી જ્વેલર્સની હતી. હાલ પોલીસે બાકીનો મુદ્દામાલ અબજે કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. લાખના બંગલા પાસે 39 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો રાજકોટના લાખના બંગલા પાસે રઘુનંદન શેરી નં.3 માં રહેતા 39 વર્ષીય અજયભાઈ નરોત્તમભાઈ પૂર્ણવેરાગીએ ગત તા.31 ઓક્ટોબરના સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાને પગલે તેઓ બેભાન થઈ જતા તાત્કાલિક રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર રોડ પર યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો રાજકોટના જામનગર રોડ પર આવેલી તોપખાના શેરી નં.4 ખાતે રહેતી 20 વર્ષીય કલ્યાણી નામની યુવતીએ 31 ઓક્ટોબર ના સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાના ઘરે અસહ્ય કે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી યુવતીને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    19% Credit vs 10% GDP: Prof Flags Inflation>Rupee Risk, Urges RBI To Rein In Bank Credit
    Next Article
    Analysis: Rural Punjab's Shifting Mood Is Redrawing Electoral Map For AAP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment