Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરા વસુલાતનો લક્ષ્યાંક અધ્ધરતાલ !:રાજકોટ મનપા દ્વારા રૂ. 455 કરોડ સામે રૂ. 410 કરોડ વસુલાયા, સરકારી કચેરીઓના બાકી વેરાઓ વસુલાય તો જ ટાર્ગેટ પૂરો થશે, વ્યાજમાફી યોજનાને જોરદાર પ્રતિસાદ

    4 days ago

    રાજકોટ મહાપાલિકાની આર્થિક કરોડરજ્જુ ગણાતી વેરા વસુલાત શાખા માટે ચાલુ નાણાંકિય વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પડકારજનક બની રહ્યો છે. વર્ષ 2025-26 પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રએ રૂ. 455 કરોડના ટાર્ગેટ સામે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજ દિન સુધીમાં કુલ 4,44,297 કરદાતાઓએ રૂ. 410 કરોડનો મિલકતવેરો ભરપાઈ કર્યો છે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ અંદાજે રૂ. 45 કરોડની વસૂલાત જરૂરી છે. જો આગામી 10 દિવસમાં દરરોજ સરેરાશ રૂ. 4 કરોડથી વધુની આવક થાય તો જ આ આંકડો હાંસલ કરી શકાય તેમ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 32,912 વધુ કરદાતાઓએ અંદાજે રૂ. 12.76 કરોડ જેટલો વધુ વેરો જમા કરાવ્યો હોવા છતાં, કુલ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સરકારી કચેરીઓનો વર્ષોથી બાકી વેરો મોટી અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે. શહેરીજનો માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ખાસ વ્યાજમાફી યોજના અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, 31 માર્ચ સુધી મિલકતવેરા અને પાણીવેરાના વ્યાજમાં રૂ. 5000 સુધીની માફી આપવામાં આવી રહી છે. આ યોજનાનો અત્યાર સુધીમાં 27,000 જેટલા કરદાતાઓએ લાભ લીધો છે, જેના થકી મનપાની તિજોરીમાં રૂ. 44 કરોડની આવક થઈ છે. આ રાહત આપવા માટે મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 7 કરોડ જેટલી વ્યાજની રકમ જતી કરી છે. તેમજ તંત્ર દ્વારા બાકીદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ યોજનાનો મહત્તમ લાભ લઈ પોતાની મિલકતોના બોજા હળવા કરે. આ માટે રજાના દિવસોમાં પણ તમામ વોર્ડ ઓફિસો અને વેરા વસુલાત શાખા કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વેરા વસૂલાતમાં સૌથી મોટો અવરોધ સરકારી કચેરીઓનો વર્ષોથી બાકી રહેલો મિલકતવેરો છે. આંકડાકીય વિગતો મુજબ, રાજકોટમાં કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કચેરીઓનો કુલ રૂ. 80 કરોડ જેટલો વેરો બાકી બોલે છે. જો આ રકમની વસૂલાત કરવામાં આવે તો મનપાનો વાર્ષિક લક્ષ્યાંક માત્ર એક જ ઝાટકે પૂર્ણ થઈ શકે તેમ છે. આ બાકીદારોમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રૂ. 28 કરોડ, સમરસ હોસ્ટેલનાં રૂ. 15.50 કરોડ, BSNLનાં રૂ. 13.50 કરોડ, પોલીસ વિભાગનાં રૂ. 12.60 કરોડ, કલેક્ટર હસ્તકની કચેરીઓનાં રૂ.10.25 કરોડ અને પીડબલ્યુડી (PWD)નાં રૂ. 10 કરોડ સામેલ છે. સામાન્ય જનતાની સામે ધોકો પછાડીને મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરતું તંત્ર સરકારી વિભાગો સામે માત્ર નોટિસો આપીને સંતોષ માની રહ્યું છે. જો આ મોટા બાકીદારો સામે કડક વલણ અપનાવવામાં આવે તો જ ટાર્ગેટ પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિ છે. આ માટે હાલમાં મનપા કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જુદી જુદી સરકારી કચેરીઓનાં વડા સાથે બેઠકો યોજવામાં આવી રહી છે તેમજ પત્રવ્યવહાર પણ કરાઈ રહ્યો છે. ત્યારે જો સરકારી કચેરીઓનો બાકીવેરો વસુલાય તો જ રૂ. 454 કરોડનો ટાર્ગેટ પૂરો થાય તેમ છે. આ સિવાય હવે રોજના રૂ. 4 કારોડની વસુલાત થવાની શક્યતા નહીંવત છે. ઉલ્લેખનીય છે કે, વસૂલાત ઝુંબેશને વેગ આપવા માટે મ્યુનિસિપલ કમિશનરે તમામ વોર્ડ ઓફિસરને સવારે ફિલ્ડ વર્ક કરવા અને લાઈવ લોકેશન ગ્રુપમાં શેર કરવા આદેશ આપ્યા છે. તેમ છતાં, અમુક વોર્ડ ઓફિસોમાં સર્વર ડાઉન રહેવાની અથવા સ્ટાફની ગેરહાજરીની ફરિયાદો ઉઠી છે. ઝોન વાઇઝ સ્થિતિ જોઈએ તો વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11 - 10માં સૌથી વધુ વસૂલાત જોવા મળી છે, જ્યારે અન્ય વોર્ડમાં કામગીરી મધ્યમ રહી છે. હવે જોવાનું એ રહેશે કે બાકીના દિવસોમાં તંત્ર આ રૂ. 45 કરોડનું અંતર કાપીને રૂ. 455 કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકે છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    Ranbir Kapoor’s advanced pull-up routine is the ultimate guide to upper-body strength
    Next Article
    ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્રનું નિધન:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિવારને સાંત્વના આપવા ધોડીપાડા આવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment