Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી તાપમાન, રાજ્યનું સૌથી ગરમ શહેર:આગામી બે દિવસ 'ઓરેન્જ એલર્ટ', સાવચેતી રાખવા અનુરોધ

    3 days ago

    ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, જે હાલ રાજ્યમાં સૌથી વધુ નોંધાયું છે. આગામી બે દિવસ, એટલે કે 13 અને 14 મે દરમિયાન, જિલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની પ્રબળ સંભાવના છે. આથી, વહીવટી તંત્ર દ્વારા 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. તીવ્ર ગરમી અને લૂની અસરોથી બચવા માટે તકેદારીના પગલાં લેવા અનિવાર્ય છે. ગરમીના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી અથવા સીધા સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્નાયુઓમાં ખેંચાણ, ભારે નબળાઈ, ચક્કર આવવા, અસહ્ય માથાનો દુખાવો અને ઉબકા જેવા લક્ષણો દેખાઈ શકે છે. આવા કોઈ પણ શારીરિક લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાના કે નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. હીટવેવ દરમિયાન ગરમીથી રક્ષણ મેળવવા માટે તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. શરીરમાં પ્રવાહી અને ક્ષારની માત્રા જાળવી રાખવા માટે ઓ.આર.એસ. (ORS), ઘરે બનાવેલી મોળી છાશ, લસ્સી, લીંબુ પાણી અથવા નારિયેળ પાણી જેવા કુદરતી પેય પદાર્થોનું સેવન કરવું સલાહભર્યું છે. બહાર નીકળતી વખતે હળવા રંગના, સુતરાઉ અને શરીરને ઢાંકી શકે તેવા ખુલ્લા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. સૂર્યના સીધા તાપથી બચવા માટે માથા પર રૂમાલ કે સફેદ કપડું બાંધવું અથવા ટોપી અને છત્રીનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. હળવા રંગના કપડાં સૂર્યપ્રકાશને પરાવર્તિત કરીને શરીરનું સામાન્ય તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની કાળજી લેવી. વધુ શ્રમવાળું કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું સમયપત્રક બનાવવું અને બહાર કામ કરતા લોકોએ વારંવાર લાંબો આરામ લેવો. નવજાત શિશુઓ, નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની ખાસ સંભાળ રાખવી, કારણ કે તેઓ ગરમીના પ્રકોપ સામે વધુ સંવેદનશીલ હોય છે. હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે રેડિયો સાંભળવો, ટી.વી. જોવું અને વર્તમાનપત્રો વાંચવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    સગીરા સાથે કાકાએ અડપલાં કર્યા:વાયરલ વીડિયો બાદ ડુંગરા પોલીસે આરોપીની ધરપકડ કરી
    Next Article
    પોલીસ કોન્સ્ટે.ની પત્નીના મોત મામલે અમદાવાદમાં રાજસ્થાનીઓ ઉમટ્યાં:પોલીસ કમિ.કચેરી સુધી રેલી યોજી, પ્રમુખ સહિત કરણી સેનાના કાર્યકરો જોડાયા, 'ગીતા બહેન કો ન્યાય દો...'ના નારા લાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment