Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનમાં પેટ્રોલ 450, ડીઝલ 500ને પાર, ઇરાને અમેરિકાનું ફાઇટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યાં, ગુજરાતમાં 7 એપ્રિલે ફરી વરસાદનો ખતરો

    2 days ago

    નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ₹450ને પાર કરી ગયા હોવાના રહ્યા. બીજી તરફ, ઈરાને અમેરિકાના F-35 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કેરળના તિરુવનંતપુરમ અને તિરુવલ્લામાં ચૂંટણી સભા અને રોડ શો કરશે. 2. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) ની અનિવાર્યતાના વિરોધમાં દેશભરના શિક્ષકો દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રદર્શન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને અમેરિકાનું F-15 પ્લેન તોડી પાડ્યું, પાયલટની શોધ ચાલુ; ઈરાને કહ્યું, મિડલ ઈસ્ટના તમામ બ્રિજ તોડી નાખીશું ઈરાનમાં તોડી પાડવામાં આવેલા યુએસ ફાઇટર જેટના પાઇલટની શોધ ચાલુ છે. યુએસ અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે શોધ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્રૂ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. અગાઉ ઈરાને એક અમેરિકન ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાની મીડિયાએ તેને F-35 સ્ટીલ્થ ફાઇટર તરીકે વર્ણવ્યું હતું, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. દરમિયાન, કેટલાક નિષ્ણાતો કહે છે કે ઈમેજમાં દેખાતું વિમાન F-35 નહીં પણ F-15 હોઈ શકે છે. આ દાવાઓ પર અમેરિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'ખામોશ કરાયા હૈ-હારા નહીં હૂં, સુનામી બનકે આઉંગા':ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ AAPએ રાઘવ ચઢ્ઢાને કહ્યું- મોદીથી ડરેલાં વ્યક્તિ હવે શું લડવાના? આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવાને લઈને શુક્રવારે પ્રથમ પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો સંદેશ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મેં જનતાના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી AAPને શું નુકસાન થયું? વીડિયોના અંતમાં તેમણે AAPને ચેતવણી આપી કે અવાજ ચૂપ કરાવનારાઓ સામે હું સુનામી બનીને આવીશ. જોકે, રાઘવે ન તો પાર્ટીના કોઈ નેતાનું નામ લીધું અને ન તો પાર્ટી છોડવા કે આગળની રણનીતિ વિશે કંઈ કહ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો:પેટ્રોલના 450, ડીઝલ 500 રૂપિયે લીટર; ઈરાન યુદ્ધની અસર પાકિસ્તાનમાં પહેલીવાર ડીઝલ-પેટ્રોલ સૌથી મોંઘું થયું છે. એક લિટર પેટ્રોલ 458 અને ડીઝલ 520 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)ને પાર પહોંચી ગયું છે. સરકારે પેટ્રોલની કિંમતોમાં 43% અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં 55%નો વધારો કર્યો છે. આ નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ લેવામાં આવ્યો છે. નવા દરો ગુરુવાર મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે. વધારા બાદ પાકિસ્તાનમાં હવે પેટ્રોલ 458.41 અને ડીઝલ 520.35 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. કેરોસીનના ભાવ પણ 34.08 રૂપિયા વધારીને 457.80 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. માલદા હિંસાનો માસ્ટરમાઇન્ડ એરપોર્ટ પરથી અરેસ્ટ:ભાગી જવાની ફિરાકમાં હતો; ન્યાયિક અધિકારી બંધક કેસમાં NIA એ પણ તપાસ શરૂ કરી પશ્ચિમ બંગાળના માલદામાં હિંસાના 48 કલાકની અંદર પોલીસે માસ્ટરમાઇન્ડ મોફક્કરુલ ઇસ્લામને પકડ્યો છે. મોફક્કરુલને બાગડોગરા એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો, જ્યાં તે ભાગવાની ફિરાકમાં હતો. મોફક્કરુલ કલકત્તા હાઈકોર્ટમાં વકીલ છે અને તે 2011માં AIMIMનો ઉમેદવાર રહી ચૂક્યો છે. મોફક્કરુલ પર આરોપ છે કે માલદાના સુજાપુરમાં 1 એપ્રિલે થયેલા વિરોધ પ્રદર્શનમાં તેણે ભડકાઉ ભાષણો આપ્યા. જેનાથી જનતા ભડકી ઉઠી અને હજારો લોકોએ કલિયાચોકના BDO ઓફિસને ઘેરી લીધું. બે ગેટ બંધ કરી દેવામાં આવ્યા, જેના કારણે 7 ન્યાયિક અધિકારીઓ 9 કલાક અંદર ફસાયેલા રહ્યા. મોડી રાત્રે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાજસ્થાનના રણમાં કરાં પડ્યાં:યુપીમાં ધૂળની ડમરી ઊડી; જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં હિમપ્રપાતનો ખતરો દેશભરમાં ઉનાળાની શરૂઆત પછી હવામાન ખરાબ થઈ ગયું. શુક્રવારે રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરના રણ જિલ્લાઓમાં કરાં પડ્યાં. જયપુર સહિત સાત જિલ્લાઓમાં વરસાદ પડ્યો. ચુરુમાં ધૂળનું તોફાન આવ્યું. ચંદીગઢ, મોહાલી અને પંચકુલા સહિત પંજાબમાં પણ હવામાન બદલાયું. મોહાલી, પઠાણકોટ અને ભટિંડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉત્તર પ્રદેશમાં, વારાણસી સહિત અનેક જિલ્લાઓમાં ભારે ધૂળના તોફાન પછી વરસાદ પડ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદના વસ્ત્રાલ-સિંગરવામાં ભારે પવન સાથે બરફના કરા પડ્યા:ભાવનગર, પાટણ, બનાસકાંઠા સહિતમાં વરસાદની ધબધબાટી, વેરાવળમાં 20 મિનિટમાં 1 ઈંચ ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે 3 એપ્રિલે ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં. સૌથી વધુ વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન સાથે ધોધમાર પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર, રિક્ષા ચાલકે કહ્યું-ધીમે-ધીમે વધારો કરવા કરતા છરી મારીને મારી નાખો અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અયોધ્યામાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી:રમકડાંની પિસ્તોલ બતાવીને 3.6 લાખનો સોનાનો હાર લૂંટ્યો, બોયફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગઈ હતી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારત જતું ઈરાની ઓઈલ ટેન્કર ચીન તરફ વળ્યું:ગુજરાતના વાડીનાર આવી રહ્યું હતું ને દિશા બદલી નાખી, પેમેન્ટના વિવાદની આશંકા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ચારધામ યાત્રા 2026 પર યુદ્ધથી સંકટના વાદળો, રજીસ્ટ્રેશનમાં ઘટાડો:બુકિંગ લેવાથી ખચકાઈ રહ્યા છે ટ્રાવેલ ઓપરેટર્સ; પર્યટન વેપારીઓની મુશ્કેલીઓ વધી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ નીકળ્યા અવકાશયાત્રીઓ:34 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યા; સહેજ પણ ચૂકથી ચંદ્ર સાથે અથડાઈ શકે છે યાન વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : OTP વગર ઓનલાઈન પેમેન્ટ થઈ શકશે:બેંક-ટેલિકોમ કંપનીઓ 'સાયલન્ટ ઓથેન્ટિકેશન' લાવશે; જો સિમ-ડિવાઇસ મેચ નહીં થાય તો ટ્રાન્ઝેક્શન અટકશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા પર મેચ ફીના 25% દંડ:KKR સામેની મેચમાં IPL કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન, એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 18 એપ્રિલથી વૈશાખ માસ શરૂ:આ મહિનામાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ અમેરિકામાં ભૂલથી મહિલા બની કરોડપતિ અમેરિકામાં 57 વર્ષની મહિલાએ લોટરી લેતી વખતે ભૂલથી 47 ને બદલે 39 નંબર પસંદ કરી લીધો. તે જ નંબરથી તેના તમામ અંકો મેચ થઈ ગયા અને તે આશરે 2.33 કરોડ રૂપિયા જીતીને કરોડપતિ બની ગઈ. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : સંઘવીની ક્રિસ ગેલની જેમ ફટકાબાજી:MLA મેડમ વિકેટ કિપર બન્યા; શૈલેષ સોટ્ટાએ કોનું ‘જય શ્રી રામ’ કરી નાખવાની હનુમાનજીને પ્રાર્થના કરી? 2. ભાસ્કર સિરીઝ : માતા-પિતાને બહાર મંત્રોચ્ચાર કરવા બેસાડીને આસારામે દીકરીને પીંખી નાખી: ‘કયા મોઢે કહું કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેણે જ મારી સાથે...’ જુઓ સિરીઝનો એપિસોડ-25 3. કેરળમાં મહિલાઓ સ્તન ઢાંકવા માટે ટેક્સ આપતી હતી:વિરોધમાં નંગેલીએ પોતાના સ્તન કાપી નાખ્યા; આજે પણ 50+ બેઠકો પર તેની અસર 4. ફિલ્મી ફેમિલી : જયાપ્રદાએ પરિણીત ને બે સંતાનોના પિતા સાથે લગ્ન કર્યા:એક્ટરે જાત પર કાબૂ ગુમાવતા એક્ટ્રેસે થપ્પડ મારી, આઝમ ખાને અશ્લીલ તસવીરો વહેતી કરી 5. ઘર-મદરેસા તૂટ્યા, હિમંતાથી નારાજ મુસ્લિમો બોલ્યા- અત્યાચારો યાદ રાખીશું:અસર 35થી 23 બેઠકો પર સીમિત રહી, શું મિયાં ફેક્ટર BJPની ગેમ બગાડશે 6. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ હોર્મુઝ નહીં ખોલાવે, ન તો પરમાણુ બોમ્બનું યુરેનિયમ જપ્ત કરશે; ટ્રમ્પના 4 મોટા સંકેત, ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:મિથુન-ધન રાશિના લોકો માટે આર્થિક લાભના યોગ, મેષ-કન્યા રાશિના જાતકોના પ્રોપર્ટીના કામ પાર પડશે વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Iran Rejects US Proposal For 48-Hour Ceasefire As Tensions Escalate: Report
    Next Article
    US-Iran War Live Updates: Iran Hunts Crew Member Of Crashed US Jet

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment